ભારતનું એક રહસ્યમય મંદિર જ્યાં દેવીના માસિક ધર્મને પૂજવામાં આવે છે અને માસિક ધર્મના વસ્ત્રને ગણવામાં આવે છે પ્રસાદ
ભારતમાં એક એવુ રહસ્યમય મંદિર આવેલુ છે જ્યાં વર્ષમાં એકવાર દેવીને માસિક ધર્મ આવે છે અને રીતસર દેવીની યોનિમાંથી લાલ રક્ત વહે છે. દેવીની રજસ્વાલા અવસ્થા દરમિયાન ત્રણ દિવસ સુધી મંદિરના કપાટ બંધ રહે છે. આ માસિક ધર્મ દરમિયાન વહેલા રક્તને સુકવવા માટે જે વસ્ત્રનોનો ઉપયોગ થાય છે તેને ભક્તોને પ્રસાદ રૂપે વહેંચી દેવામાં આવે છે. આ વસ્ત્રને અત્યંત શક્તિશાળી અને પવિત્ર ગણવામાં આવે છે. તાંત્રિક સાધના કરતા સાધકો તાંત્રિક પ્રયોગો માટે લઈ જાય છે. આ વસ્ત્રને આરોગ્ય, સુખ, શાંતિ અને સુરક્ષાનું પ્રતિક ગણવામાં આવે છે.

ભારત એ કથાઓનો દેશ છે. અહીં દરેક પથ્થરમાંથી કોઈ કથા મળી આવે છે. દરેક નદીમાં કોઈ રહસ્ય વહી રહ્યુ છે અને દરેક મંદિરમાં શક્તિ શ્વસી રહી છે. આ જ ભૂમિમાં સ્થાપિત છે કામખ્યા મંદિર. જે આસ્થા, રહસ્ય અને સ્ત્રી શક્તિનો અદ્દભૂત સંગમ છે. આ મંદિર ન માત્ર દેવીની પૂજાનું સ્થળ છે પરંતુ એ રહસ્યોનો ભંડાર પણ છે જેના પર આજ સુધી વિજ્ઞાન પણ મૌન છે. આ મંદિર છે અસમના ગૌહાટીમાં આવેલુ કામખ્યા દેવીનું મંદિર. એક એવા દેવી જેની પૂજા તેમના માસિક ધર્મ દરમિયાન થાય છે. એક એવી પરંપરા જ્યાં દેવીની યોનિ ને પૂજનિય માનવામાં આવે છે. એક એવો પર્વ જ્યારે મંદિરના કપાટ બંધ થઈ જાય છે. આ ઘટનાની સાક્ષી બને છે ખુદ પ્રકૃતિ. જેને દુનિયા અંબુવાચી નામથી ઓળખે છે. આજે આપણે વાત કરશુ કામરૂપ કામખ્યા દેવીના...
