બે વાર ઓલમ્પિક મેડલ વિજેતા સુશિલ કુમાર (Sushil Kumar) ની ધરપકડ હત્યાના મામલે કરવામાં આવી છે. આ દરમ્યાન સુશિલ ફરાર થઇ જતા પોલીસે તેની શોધ ખોળ હાથ ધરી હતી.
બે વાર ઓલમ્પિક મેડલ વિજેતા સુશિલ કુમાર (Sushil Kumar) ની ધરપકડ હત્યાના મામલે કરવામાં આવી છે. દિલ્હીમાં પહેલવાન જૂથ વચ્ચે ઘર્ષણ સર્જાયુ હતુ. જેમાં પહેલવાન સાગરનુ મોત નિપજતા દિલ્હી પોલીસે હત્યાનો ગુન્હો નોંધીને તપાસ હાથ ધરી હતી. આ દરમ્યાન સુશિલ ફરાર થઇ જતા પોલીસે તેની શોધ ખોળ હાથ ધરી હતી. સુશિલની પંજાબમાંથી ધરપકડ કરાઇ હતી. સુશિલ પહેલા પણ કેટલાક ખેલાડીઓ કોઇને કોઇ ગુન્હામાં જેલવાસ કરી ચુક્યા છે.
1 / 7
નવજોતસિંહ સિદ્ધુ (Navjot Singh Sidhu) ભારતના ઓપનર બેટ્સમેન હતા, સાથે જ તે કોમેન્ટેટર પણ રહી ચુક્યા છે. તેઓએ પણ એક વાર જેલની હવા ખાવી પડી હતી. સિદ્ધુ અને તેમના મિત્ર પર એક વૃદ્ધ વ્યક્તિ પર મારપીટ કરવાનો અને હત્યા કરવાની ધમકીઓ આપવાની ફરિયાદ નોંધાઇ હતી. જોકે બાદમાં કોર્ટે તેમને નિર્દોષ છોડ્યા હતા.
2 / 7
વિનોદ કાંબલી (Vinod Kambli) અને તેની પત્નિ પર ઘરકામ કરતી મહીલાએ એક ખરાબ વ્યવહાર કરવાનો આરોપ લગાવ્યો હતો. પોલીસે પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની ધરપકડ કરી હતી. અને તેણે જેલની હવા ખાવી પડી હતી.
3 / 7
આઇપીએલ માં સ્પોટ ફિક્સીંગના આરોપમાં ભારતના પૂર્વ ક્રિકેટર શ્રીસંત ( Sreesanth) ની ધરપકડ કરાઇ હતી. તેની સાથે અજીત ચંદિલા અને અંકિત ચૌહાણની પણ ધરપકડ કરવામાં આવી હતી. શ્રીસંત સહિત ત્રણેય દોષિત ઠરતા તેમની પર ક્રિકેટ પ્રતિબંધ લગાવાયો હતો.
4 / 7
ભારતીય સ્પિનર અમિત મિશ્રા (Amit Mishra) પણ એક વાર પોલીસ અટકાયત વહોરી ચુક્યો છે. અમિત મિશ્રા એ તેની એક સ્ત્રી મિત્ર ને ચા ની કિટલી મારીને તેની સાથે મારપીટ કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. બેંગલુરુમાં તેની સ્ત્રી મિત્ર એ પોલીસ ફરિયાદ કરી હતી. બોલિવુડ માં જે એક પ્રોડ્યુસર હતી. બંને વચ્ચે લાંબા સમય થી સંબંધો હતા અને બાદમાં પોલીસ મથક સુધી પહોંચ્યા હતા.
5 / 7
ભારતીય મહિલા ક્રિકેટ ટીમના હેડ કોચ રહી ચુકેલા તુષાર અરોઠે (Tushar Arothe) ને વડોદરા પોલીસ દ્રારા ક્રિકેટ પર સટ્ટેબાજીના મામલામાં 18 લોકોની સાથે ધરપકડ કરી હતી. વડોદરાના પૂર્વ ફર્સ્ટ ક્લાસ ખેલાડી અરોઠે 100 ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમનારા ગુજરાતના પ્રથમ ખેલાડી હતા. જોકે બાદમાં તેઓએ પોતાને નિર્દોષ હોવાનુ ગણાવ્યુ હતુ .
6 / 7
2012માં લેગ સ્પિનર રાહુલ શર્મા (Rahul Sharma) અને આફ્રિકન ઝડપી બોલર વેન પાર્નેલ ને ડ્ર્ગ્સના મામલામાં ધરપકડ કરવામાં આવી હતી. મુંબઇ નજીકની હોટલમાં દરોડો પાડવા દરમ્યાન બંને ખેલાડીઓ ઝડપાયા હતા. જેમાં પોલીસે હોટલમાં ડ્રગ્સ સેવન કરાતુ હોવાનો આરોપ લગાવ્યો હતો. જે દરમ્યાન પોલીસે 86 લોકો સામે 1200 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી.