GK : કયા દેશના રાષ્ટ્રધ્વજ પર છે મંદિરની તસવીર ? જાણો તેની પાછળનું કારણ

કંબોડિયા એક સમયે હિન્દુ રાષ્ટ્ર હતું, જે બાદમાં બૌદ્ધ દેશમાં પરિવર્તિત થયું. તમને જણાવી દઈએ કે કંબોડિયામાં રાષ્ટ્રધ્વજને 1989માં સ્વીકારવામાં આવ્યો હતો અને તેને 1993માં સરકાર તરફથી સંપૂર્ણ મંજૂરી મળી હતી. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ અનુસાર, આ મંદિર વિશ્વનું સૌથી મોટું ધાર્મિક માળખું છે.

| Updated on: Feb 09, 2024 | 5:09 PM
કંબોડિયા એક સમયે હિન્દુ રાષ્ટ્ર હતું, જે બાદમાં બૌદ્ધ દેશમાં પરિવર્તિત થયું. તમને જણાવી દઈએ કે કંબોડિયામાં રાષ્ટ્રધ્વજને 1989માં સ્વીકારવામાં આવ્યો હતો અને તેને 1993માં સરકાર તરફથી સંપૂર્ણ મંજૂરી મળી હતી.

1 / 6
કંબોડિયાનો ધ્વજ વિશ્વનો એકમાત્ર એવો રાષ્ટ્રધ્વજ છે જેના પર મંદિરનું ચિત્ર અંકિત કરવામાં આવ્યું છે. આ ધ્વજ વર્ષોથી ઘણી વખત બદલાયો છે, પરંતુ દરેક વખતે તેના ધ્વજમાં મંદિરનું ચિત્ર જ રહ્યું છે.

2 / 6
ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ અનુસાર, આ મંદિર વિશ્વનું સૌથી મોટું ધાર્મિક માળખું છે. રાજા સૂર્યવર્મન દ્વિતીય દ્વારા બનાવવામાં આવેલ આ મંદિર મૂળ ભગવાન વિષ્ણુને સમર્પિત હતું. 12મી સદી દરમિયાન તે ધીમે ધીમે બૌદ્ધ મંદિરમાં પરિવર્તિત થઈ ગયું.

3 / 6
મળતી માહિતી મુજબ આ મંદિરને બનાવવામાં 28 વર્ષનો સમય લાગ્યો હતો. રાજા સૂર્યવર્મન II એ દિવાકર પંડિત નામના બ્રાહ્મણની વિનંતી પર આ મંદિર બનાવવાનું શરૂ કર્યું. એવું કહેવાય છે કે રાજાના મૃત્યુ પછી તરત જ કામ બંધ થઈ ગયું, જેના કારણે મંદિરની ફિનિશિંગ અને ડેકોરેશન અધૂરું રહી ગયું હતું.

4 / 6
ત્યાર બાદ નવા રાજા જયવર્મન VII દ્વારા આ મંદિરનું કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું. પરંતુ તે દરમિયાન કંબોડિયામાં બૌદ્ધ ધર્મનો ફેલાવો શરૂ થયો અને રાજાએ તે ધર્મ અપનાવ્યો. ત્યારબાદ અંગકોર વાટ પણ ધીમે ધીમે બૌદ્ધ સ્થળમાં ફેરવાઈ ગયું.

5 / 6
કંબોડિયામાં યુએસ એમ્બેસીની સત્તાવાર વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ અનુસાર, કંબોડિયાના સંસ્કૃતિ અને ધર્મ મંત્રાલય અનુસાર, આ દેશમાં 93 ટકા બૌદ્ધ લોકો છે. જ્યારે બાકીના સાત ટકા ખ્રિસ્તીઓ, મુસ્લિમો, યહૂદી વગેરે છે આ દેશના આંકડામાં હિન્દુઓનો ઉલ્લેખ નથી. (Image - Freepik)

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">