સૌર ઉર્જા
સૌર ઉર્જા એ ઉર્જાનો કુદરતી સ્ત્રોત છે. હાલના સમયમાં આ કુદરતી સ્ત્રોતનો ઉપયોગ કરી તેમાંથી અનેક ઉપયોગ કરવામાં આવે છે. તેમનું એક સોલાર પેનલ પણ છે. સોલાર પેનલ એ સોલાર અને બેટરીનું પેકેજ છે. ઇન્ટરકનેક્ટેડ સંયોજન છે. સોલાર પેનલનો ઉપયોગ વાણિજ્યિક અને રહેણાંક વિસ્તારો માટે વીજળી પૂરી પાડવા માટે મોટી ફોટોવોલ્ટેઇક સિસ્ટમમાં ઘટક તરીકે થાય છે.
એક સોલાર પેનલ માત્ર મર્યાદિત માત્રામાં ઇલેક્ટ્રિક પાવર ઉત્પન્ન કરી શકે છે. ઘણા ઇન્સ્ટોલેશનમાં વ્યક્તિગત પેનલ હોય છે. તેને ફોટોવોલ્ટેઇક શ્રેણી કહેવામાં આવે છે. ફોટોવોલ્ટેઇક ઇન્સ્ટોલેશનમાં સામાન્ય રીતે સોલાર પેનલ્સ, ઇન્વર્ટર, બેટરી અને ઇન્ટરકનેક્શન વાયરિંગનો સમાવેશ થાય છે.
ફોટોવોલ્ટેઇક સિસ્ટમ્સનો ઉપયોગ ઓન-ગ્રીડ અથવા ઓફ-ગ્રીડ એપ્લીકેશન અને અવકાશયાન પર સૌર પેનલ માટે થાય છે.
Read MoreViral clip: એક્ઝોસ્ટ ફેન સામે લગાવી દીધી પવનચક્કી, મફતમાં બનવા લાગી 11,000 યુનિટ વીજળી, કેટલો કારગર છે આ દેશી જુગાડ? -જુઓ Video
ડેરી ફાર્મમાં લાગેલા મોટા એક્ઝોસ્ટ ફેનની હવાથી 1 kW ની પવનચક્કી ફેરવીને વર્ષે 11,000 યુનિટ મફત વીજળી પેદા કરવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. જોકે, વૈજ્ઞાનિક અને ટેકનિકલ ગણતરી મુજબ આ દાવો પોકળ સાબિત થાય છે. બેકપ્રેશરના કારણે મોટર બળી જવાનું જોખમ અને થર્મોડાયનેમિક્સના નિયમો આ જુગાડને કેવી રીતે ખોટનો સોદો બનાવે છે?
- Sachin Agrawal
- Updated on: Sep 27, 2026
- 7:53 pm
Best Solar Panel for Home : કઈ સોલાર પેનલ સૌથી વધુ વીજળી ઉત્પન્ન કરે છે? જાણો તમારા ઘર માટે કયું રહેશે યોગ્ય
વીજળીના સતત વધતા બિલથી રાહત મેળવવા ઘર માટે સોલાર પેનલ પસંદ કરવી મહત્વપૂર્ણ છે. આ લેખ મોનોક્રિસ્ટલાઇન, પોલીક્રિસ્ટલાઇન, થિન-ફિલ્મ અને TOPCon જેવી વિવિધ પેનલના પ્રકારો, તેમની કાર્યક્ષમતા અને છતની જગ્યા જેવા પરિબળો સમજાવે છે.
- Sagar Solanki
- Updated on: Sep 22, 2026
- 8:44 pm
ભારે પવન, વરસાદ અને કરા વચ્ચે છત પરની સોલાર પેનલ કેવી રીતે સુરક્ષિત રાખશો? નિષ્ણાતની આ ટિપ્સથી ટળશે મોટું નુકસાન
છત પર લાગેલી સોલાર પેનલ્સને ભારે પવન, વાવાઝોડું, વરસાદ અને કરા પડવાથી મોટું નુકસાન થવાનું જોખમ રહે છે. યોગ્ય ઇન્સ્ટોલેશન, મજબૂત માઉન્ટ્સ અને પ્રોફેશનલ ચેક-અપ દ્વારા સોલાર સિસ્ટમને કુદરતી આફતો સામે કેવી રીતે સુરક્ષિત રાખી શકાય? જાણો વિગતવાર માહિતી.
- Sachin Agrawal
- Updated on: Sep 19, 2026
- 5:51 pm
Breaking News : હવે ભારતમાં જ થશે રૂફટોપ સોલર ગ્લાસનું ઉત્પાદન, આ કંપનીએ કરી મોટી જાહેરાત!
બોરોસિલ રિન્યુએબલ્સ ભારતમાં રૂફટોપ સોલરના વધતા બજારનો લાભ લેવા ડાયરેક્ટ-ટુ-કન્ઝ્યુમર (D2C) મોડેલમાં પ્રવેશ કરી રહ્યું છે. કંપની 'ઓલ-ઇન-વન' સોલ્યુશન્સ પ્રદાન કરશે, જેમાં સોલર મોડ્યુલ્સ, ઇન્વર્ટર અને બેટરીનો સમાવેશ થાય છે.
- Sagar Solanki
- Updated on: Sep 14, 2026
- 8:03 pm
Blue vs Black Solar Panels : ખરીદતા પહેલા જાણો કાળા અને વાદળી રંગના સોલાર પેનલ વચ્ચેનો તફાવત અને ફાયદા
આજકાલ વધતા વીજળી ખર્ચ સામે સોલાર પેનલ ઉત્તમ વિકલ્પ છે. સોલાર પેનલ ખરીદતી વખતે માત્ર ક્ષમતા જ નહીં, પરંતુ વાદળી (પોલીક્રિસ્ટલાઇન) અને કાળા (મોનોક્રિસ્ટલાઇન) પેનલના પ્રકાર, કાર્યક્ષમતા, કિંમત અને જગ્યા ધ્યાનમાં લેવી જરૂરી છે.
- Sagar Solanki
- Updated on: Oct 1, 2026
- 3:28 pm
Breaking News: ધાબું ન હોય તો ચિંતા નહીં! દીવાલો અને બાલ્કનીમાં લાગશે વર્ટિકલ સોલર પેનલ, 30% વધુ વીજળી મળશે
શહેરોમાં ધાબાની જગ્યાના અભાવ વચ્ચે વર્ટિકલ સોલર પેનલ એક શ્રેષ્ઠ વિકલ્પ બનીને આવ્યા છે. આ પેનલ 90 ડિગ્રીના એંગલ પર દીવાલો, બાઉન્ડ્રી કે બાલ્કનીની રેલિંગ પર ફિટ થાય છે અને આગળ-પાછળ બંને તરફથી સૂર્યપ્રકાશ શોષીને 30% સુધી વધુ વીજળી બનાવી શકે છે.
- Sachin Agrawal
- Updated on: Sep 11, 2026
- 2:06 pm
સોલાર પ્લાન્ટ લગાવવો હવે વધુ સસ્તો બનશે, જીએસટી કાઉન્સિલ ટેક્સમાં સીધો 4% ઘટાડો કરવાની તૈયારીમાં
સોલાર પ્લાન્ટ લગાવવાનો પ્લાન કરી રહ્યા છો? તો થોભી જાવ! સરકાર ટૂંક સમયમાં એવો મોટો નિર્ણય લેવા જઈ રહી છે જેનાથી સીધા લાખો રૂપિયાની બચત થશે. જીએસટી કાઉન્સિલની આગામી બેઠકમાં એવો કયો નિયમ બદલાવા જઈ રહ્યો છે જેનાથી ઉદ્યોગોને થશે મોટો ફાયદો? જાણો અંદરની વિગત.
- Sachin Agrawal
- Updated on: Sep 15, 2026
- 4:25 pm
ગમે તેટલા AC, કૂલર કે પંખા ચલાવો, વીજબિલ આવશે ‘ઝીરો’: જાણો પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ કેવી રીતે મળશે સબસિડી
મોંઘા વીજબિલમાંથી મુક્તિ મેળવવા માટે કેન્દ્ર સરકારની ‘પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના’ શ્રેષ્ઠ વિકલ્પ છે. છત પર સોલાર પેનલ લગાવીને તમે માત્ર વીજબિલ શૂન્ય જ નથી કરી શકતા, પરંતુ વધારાની વીજળી સરકારને વેચીને કમાણી પણ કરી શકો છો. જાણો સબસિડીના નિયમો અને અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા.
- Sachin Agrawal
- Updated on: Sep 6, 2026
- 6:00 pm
તમારા ઘરે નકલી સોલાર પેનલ તો નથી લાગી રહીને? માત્ર 2 મિનિટમાં આ રીતે ઓળખો અસલી ‘DCR’ પેનલ
ઘરની છત પર સોલાર પેનલ લગાવતા પહેલાં સાવધાન! સસ્તાના ચક્કરમાં જો નોન-DCR કે નકલી પેનલ લાગી જશે તો સરકારી સબસિડી અટકી જશે. કેન્દ્ર સરકારની 'પીએમ સૂર્ય ઘર યોજના' હેઠળ સબસિડી મેળવવા માટે ભારતમાં બનેલી અસલી DCR પેનલ હોવી ફરજિયાત છે. જાણો મોબાઇલથી પેનલની અસલિયત ચકાસવાની સરળ પદ્ધતિ.
- Sachin Agrawal
- Updated on: Sep 5, 2026
- 4:19 pm
Breaking News : PM સૂર્ય ઘર યોજનામાં મોટો ફેરફાર, ઘરના સોલર સિસ્ટમનું વીજ ઉત્પાદન ટ્રેક કરશે સરકાર!
કેન્દ્ર સરકારે PM સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ રૂફટોપ સોલર દ્વારા થતા દૈનિક વીજ ઉત્પાદનના ડિજિટલ મોનિટરિંગ માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ઇન્વર્ટર કંપનીઓએ હવે API દ્વારા વીજ ઉત્પાદનનો ડેટા નેશનલ પોર્ટલ પર મોકલવો પડશે.
- Sagar Solanki
- Updated on: Sep 3, 2026
- 7:03 pm
PM Surya Ghar Yojana : ભાડાના મકાનમાં સોલાર પેનલ લગાવવા પહેલા આ નિયમો જાણી લેજો
PM સૂર્ય ઘર યોજના હેઠળ સોલાર પેનલ લગાવવાના નિયમો કડક બન્યા છે. હવે દસ્તાવેજોની ચકાસણી સઘન કરાશે અને માત્ર વીજળી બિલ પર લોન નહીં મળે.
- Sagar Solanki
- Updated on: Sep 1, 2026
- 2:36 pm
પોતાના ઘર આંગણે જ પવનચક્કી હોય તો કેવું રહેશે? જાણો VAWT ટેકનોલોજી કેવી રીતે કરે છે કામ
હવે તમે ફ્લેટની બાલ્કની કે ધાબાના એક ખૂણામાં વર્ટિકલ એક્સિસ વિન્ડ ટર્બાઇન (VAWT) લગાવીને 24 કલાક વીજળી ઉત્પન્ન કરી શકો છો. કોઈપણ દિશામાંથી આવતી હળવી હવામાં પણ કામ કરતી આ પોર્ટેબલ પવનચક્કી અવાજ કર્યા વગર રોજના 3 થી 6 યુનિટ પાવર પેદા કરી શકે છે.
- Sachin Agrawal
- Updated on: Aug 26, 2026
- 8:16 pm
ખેડૂતો માટે ક્રાંતિ : ખેતરમાં ચાલતા-ચાલતા જ ચાર્જ થશે આ ટ્રેક્ટર ! ન ડીઝલનો ખર્ચ, ન અવાજ ! જાણો કેમ છે ખાસ
ખેડૂતો માટે લોન્ચ કર્યું છે સોલર પેનલથી ચાલતું Electric Tractor 'Moonrider 27'! બેટરી અને સોલર પેનલ્સની મદદથી ચાલતું આ ટ્રેક્ટર ખેતરમાં કામ કરતી વખતે જ ચાર્જ થાય છે. ન કોઈ ધુમાડો, ન એન્જિનનો અવાજ!
- Dhruv Barot
- Updated on: Aug 25, 2026
- 4:45 pm
શું છે બાયો સોલર ટેકનોલોજી? જાણો કેવી રીતે જીવંત છોડની મદદથી વધશે સોલર પેનલની પાવર અને વીજ ઉત્પાદન
વૈજ્ઞાનિકો હવે પ્રકાશસંશ્લેષણની કુદરતી પ્રક્રિયા અને સોલર એનર્જીને જોડીને બાયો સોલર સિસ્ટમ તૈયાર કરી રહ્યા છે. તેનાથી ઓછી જગ્યામાં વધુ વીજળી ઉત્પાદન કરવાની નવી તકો ઊભી થશે.
- Sachin Agrawal
- Updated on: Aug 23, 2026
- 8:57 pm
સોલર પેનલના દિવસો પૂરા ? હવે ઘરની છત પર વીજળી પેદા કરશે માઇક્રો પવનચક્કી, જાણો આ જર્મન ટેકનોલોજી કેવી રીતે કામ કરે છે
જો તમારી છત પર સોલર પેનલ લગાવવાની જગ્યા નથી, તો હવે નાની પવનચક્કીથી પણ 24 કલાક વીજળી બનાવી શકાશે. જર્મનીની નવી ટેકનોલોજી દ્વારા રાત્રે કે વાદળછાયા વાતાવરણમાં પણ વીજળી કેવી રીતે બનશે તે જાણો.
- Sachin Agrawal
- Updated on: Sep 22, 2026
- 4:31 pm