હવે તમે ક્રુઝને પણ ભુલી જશો, આવી ગઈ છે ખાસ પેસેન્જર સબમરીન જે તમને લઈ જશે સમુદ્રના ઉંડાણમાં

Feature of Nexus Submarine: હવે સામાન્ય પ્રવાસીઓ દરિયાના ઉંડાણમાં પણ મુસાફરી કરી શકશે. નેધરલેન્ડ સ્થિત કંપની U-Bot Worksએ એક ખાસ પ્રકારની સબમરીન ડિઝાઈન કરી છે, જે ઊંડા સમુદ્રની મુસાફરી કરાવશે. આ સાથે મુસાફરો 200 મીટરની ઉંડાઈ સુધી પહોંચી શકશે. આવો જાણીએ તેની વિશેષતાઓ

TV9 Gujarati
| Edited By: | Updated on: May 01, 2022 | 6:27 AM
હવે સામાન્ય પ્રવાસીઓ માત્ર દરિયાની લહેરો પર જ નહીં, પરંતુ ઊંડાણમાં પણ મુસાફરી કરી શકશે. નેધરલેન્ડ (Netherlands) સ્થિત કંપની યુ- બોટ વોર્ક્સ (U-Boat Worx) એ ખાસ પ્રકારની સબમરીન ડિઝાઇન કરી છે જે ઊંડા સમુદ્રની મુસાફરી કરાવશે. આ સબમરીન ઘણી રીતે ખાસ છે. ઉદાહરણ તરીકે, ડીપ-સી ડાઇવિંગ અને સ્કુબા ડાઇવિંગ દરમિયાન, સામાન્ય રીતે દરિયાની  18 થી 30 મીટર ઊંડાઈ સુધી જ પહોંચી શકાય છે, પરંતુ નવી સબમરીનની મદદથી, મુસાફરો 200 મીટરની ઊંડાઈ સુધી પહોંચી શકશે. જાણો તેની વિશેષતાઓ...

1 / 5
નેધરલેન્ડ સ્થિત કંપની U-Bot Works એ નેક્સસ (NEXUS) શ્રેણી હેઠળ પોતાની સબમરીન લોન્ચ કરી છે. આ સબમરીન સંપૂર્ણપણે પારદર્શક છે. તેમાં રિવોલ્વિંગ ચેર લગાવવામાં આવી છે જેથી કરીને તેમાં બેઠેલા મુસાફરો દરિયાની સુંદરતાનો આનંદ માણી શકે. આ ખુરશીની મદદથી મુસાફર 360 ડિગ્રી સુધી જોઈ શકે છે. એટલે કે વ્યક્તિ તેની આસપાસની સુંદરતા જોઈ શકે છે અને તેને કેપ્ચર પણ કરી શકે છે.

2 / 5
ડિઝાઇન બૂમના રિપોર્ટ અનુસાર, આ સબમરીન મુસાફરોને 656 ફૂટની ઊંડાઈ સુધી લઈ જઈ શકે છે. આ સબમરીન લગભગ 18 કલાક સુધી દરિયાની નીચે રહી શકે છે. 50 થી 80 કિમી સુધી મુસાફરી કરવામાં સક્ષમ છે. કંપનીનું કહેવું છે કે, તેમાં 6 પુખ્ત, બે બાળકો અને એક પાયલટ બેસી શકે છે. ટેક્નિકલ રીતે ભલે 9 લોકો માટે બેઠક વ્યવસ્થા હોય, પરંતુ જો બાળકો અને પાયલોટને દૂર કરવામાં આવે તો માત્ર 7 મુસાફરો જ બેસી શકે છે.

3 / 5
કંપનીના જણાવ્યા અનુસાર, આ સબમરીનમાં એક પેસેન્જરને બેસવા માટે એટલી જગ્યા મળી છે જેમાં 900 લીટર પાણી સમાઈ શકે છે. પાયલોટની બંને બાજુ લક્ઝરી ફુલ સાઈઝ બિઝનેસ ક્લાસ સીટો લગાવવામાં આવી છે. આ બેઠકો પણ કસ્ટમાઇઝ કરી શકાય છે. આ સબમરીનમાં 10 ખાસ પ્રોપેલર્સ છે, જેની મદદથી તે પાણીમાં આગળ વધે છે.

4 / 5
કંપનીનો દાવો છે કે નવી સબમરીન યાત્રીઓ માટે સ્કુબા ડાઈવિંગ કરતા વધુ સુરક્ષિત છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે આ સબમરીનની પ્રારંભિક કિંમત 45 કરોડ રૂપિયા હોઈ શકે છે, જોકે કંપનીએ આ વિશે સત્તાવાર રીતે કોઈ માહિતી આપી નથી.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">