આજનું હવામાન : ગુજરાતમાં ગરમ પવન ફૂંકાવવાની આગાહી, આ વિસ્તારોમાં સામાન્ય કરતા 2 થી 5 ડિગ્રીનો વધારો થવાની શક્યતા, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં તાપમાનમાં વધારો થશે. બપોરના સમયે હવે ગરમીનો અનુભવ થઈ શકે છે. ત્યારે રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ઠંડીની વિદાઈની અને તાપમાનમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં તાપમાનમાં વધારો થશે. બપોરના સમયે હવે ગરમીનો અનુભવ થઈ શકે છે. ત્યારે રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ઠંડીની વિદાઈની અને તાપમાનમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે. આગામી સમયમાં તાપમાન વધારો થવાની આગાહી કરવામાં આવે છે. હવામાન વિભાગના ડાયરેકટરે કહ્યું કે રાજ્યના તાપમાનમાં સામાન્ય કરતા 2 થી 5 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. રાજ્યના દરિયાકાંઠે ગરમ પવનો ફૂંકાવવાની શક્યતા દર્શાવવામાં આવી છે.
રાજ્યમાં કેટલું રહેશે મહત્તમ તાપમાન ?
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, બનાસકાંઠા, છોટાઉદેપુર, ભાવનગર, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 34 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. આ ઉપરાંત અરવલ્લી, દાહોદ, કચ્છ, ખેડા સહિતના જિલ્લાઓમાં 33 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. અમરેલી, દેવભૂમિ દ્વારકા, નર્મદા, સુરત, વડોદરા, વલસાડ સહિતના જિલ્લાઓમાં 36 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.
રાજ્યમાં કેટલું રહેશે ન્યૂનતમ તાપમાન ?
બીજી તરફ આજે અમરેલી, આણંદ, ડાંગ, ગાંધીનગર, જામનગર, જુનાગઢ, કચ્છ, ખેડા, પાટણ, સુરેન્દ્રનગર, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 20 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. દાહોદ, મહીસાગર, મોરબી સહિતના જિલ્લાઓમાં 19 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

