Travel Tips : જાણો પેરાનોર્મલ ટુરિઝમ એટલે શું ? લોકો કેમ ભૂતિયા સ્થળોની મુલાકાત લેવાનું પસંદ કરી રહ્યા છે?
Paranormal Tourism : ભારતમાં છેલ્લા કેટલાક સમયથી પેરાનોર્મલ ટુરિઝમ પણ નોંધપાત્ર રીતે વધી રહ્યું છે. ઘણા લોકો પેરાનોર્મલ સ્થળોની મુલાકાત લઈ રહ્યા છે અને તેનો આનંદ માણી રહ્યા છે. આજે ચાલો તમને જણાવીએ કે પેરાનોર્મલ ડેસ્ટિનેશન શું છે, જેનો ક્રેઝ લોકોમાં ખૂબ વધી રહ્યો છે.

ભારતમાં લોકોને ટ્રાવેલિંગ કરવાનું ખુબ પસંદ છે,દેશની જીડીપીમાં ટ્રાવેલિંગનું યોગદાન સારું રહ્યું છે. જેમાં લોકો માટે રોજગારીની તકો ખુલી છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી ભારતમાં પેરાનોર્મલ ટુરિઝમનો ખુબ ક્રેઝ જોવા મળી રહ્યો છે. મોટાભાગના લોકો હવે પેરાનોર્મલ ટુરિઝમ વધુ પસંદ કરી રહ્યા છે.

જે લોકો એડવેન્ચર કરવાનું પસંદ કરે છે. તેના માટે આ ટુરિઝમ ખુબ ટ્રેન્ડમાં છે.પરંતુ આખરે પેરાનોર્મલ ટુરિઝમ શું હોય છે, શું તમે આના વિશે જાણો છો?તો ચાલો આજે અમે તમને પેરાનોર્મલ ટુરિઝમ શું છે, તેના વિશે જણાવીશું.

પેરાનોર્મલ ટુરિઝમમાં લોકો ભૂતિયા અને રહસ્યમ સ્થળોએ ફરવાનું વધુ પસંદ કરે છે. લોકોનું માનવું છે કે, આજે ભૂત-પ્રેત, આત્મા કે બીજી અદર્શય શક્તિઓ હાજર છે. પેરાનોર્મલ ટુરિઝમમાં લોકો રહસ્યમય ઘટનાઓનો અનુભવ કરવા માટે જાય છે. પરંતુ આ ટ્રિપ કેટલીક વખત ખતરનાક સાબિત થાય છે.પેરાનોર્મલ ટુરિઝમમાં, લોકો ભૂતિયા અથવા રહસ્યમય સ્થળોની મુલાકાત લેવાનું પસંદ કરે છે. પેરાનોર્મલ ટુરિઝમનો હેતુ માત્ર મનોરંજન નથી, પરંતુ તે એક પ્રકારનો સાહસિક અનુભવ છે.

ભારતમાં પેરાનોર્મલ સ્થળો વિશે આપણે વાત કરીએ તો, પહેલો ભાનગઢનો કિલ્લો છે. રાજસ્થાનનો ભાનગઢનો કિલ્લો ભારતમાં જ નહિ પરંતુ એશિયાનું સૌથી ડરામણું સ્થળ છે.એવી માન્યતા છે કે, ભાનગઢ કિલ્લામાં કોઈ તાંત્રિકની આત્મા ભટકે છે. રાત્રે લોકોને અહી છાંછરનો અવાજ સાંભળવા મળે છે.સૂર્યાસ્ત પછી અહીં જવાની મનાઈ છે.

પુણેનો વાડા કિલ્લો પણ રહસ્યમયી માનવામાં આવે છે. વાડામાં પણ સાંજે જવાની મનાઈ છે. કેટલાક લોકોનું કહેવું છે કે, અહી રાત્રે અજીબો ગરીબ અવાજ સાંભળવા મળે છે.

દિલ્હીના ફિરોઝશાહ કોટલા કિલ્લો પણ ભૂતિયો માનવામાં આવે છે. માનવામાં આવે છે કે, આ ખંઢર થઈ ચૂકેલા કિલ્લામાં જિન્ન રહે છે. તમને જણાવી દઈએ કે, આ કિલ્લો શહેરની વચ્ચે આવેલો છે
બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

































































