Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગૌતમ અદાણી

ગૌતમ અદાણી

ગૌતમ શાંતિલાલ અદાણી એક ભારતીય ઉદ્યોગપતિ છે અને વિશ્વના બિલિયોનર ઉદ્યોગપતિઓમાં તેમનો સમાવેશ થાય છે. તેઓ અમદાવાદ સ્થિત બહુરાષ્ટ્રીય સમુહ અદાણી જૂથના અધ્યક્ષ અને સંસ્થાપક છે. 1988 માં અદાણી જૂથની સ્થાપના કરી અને પોતાના વ્યવસાયને ઊર્જા, કૃષિ, રક્ષા, એરોસ્પેસના ક્ષેત્રોમાં વિસ્તરિત કર્યો.

ગૌતમ અદાણી કોલેજ ડ્રોપઆઉટ છે. આજે અદાણી ગ્રૂપનો બિઝનેસ એનર્જી, પોર્ટ, લોજિસ્ટિક્સ, ખાણકામ, ગેસ, સંરક્ષણ અને એરોસ્પેસ અને એરપોર્ટ જેવા વિવિધ ક્ષેત્રોમાં વિસ્તરેલો છે.

અદાણી ગ્રુપની શેરબજારમાં લિસ્ટેડ કંપનીઓમાં અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી ગ્રીન એનર્જી, અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન, અદાણી પાવર, અદાણી ટ્રાન્સમિશન, અદાણી ટોટલ ગેસ લિમિટેડ અને અદાણી વિલ્મરનો સમાવેશ થાય છે.

Read More

બુર્જ ખલીફા બનાવનાર કંપનીનો ભારતીય બિઝનેસ ખરીદી રહી છે અદાણી! 12000 કરોડમાં ડીલ શક્ય

અદાણી રિયલ્ટી પણ આ બિઝનેસમાં 400 મિલિયન ડોલર (લગભગ રૂ. 3453 કરોડ)નું રોકાણ કરશે. અદાણી ગ્રુપ અને એમાર ગ્રુપ વચ્ચે આ ડીલને લઈને ચર્ચા ચાલી રહી છે. બ્લૂમબર્ગે કહ્યું છે કે આ ડીલ આગામી મહિનામાં ફાઈનલ થઈ શકે છે.

Adani Group: અદાણી ગ્રુપની કેબલ અને વાયર સેક્ટરમાં એન્ટ્રી ! હવે શેર પર રહેશે નજર

આ સાથે અદાણી ગ્રુપ બિરલા ગ્રુપ પછી બીજું મોટું ગ્રુપ બની ગયું છે જેણે કેબલ અને વાયર સેક્ટરમાં પ્રવેશ કર્યો છે. બિરલા ગ્રૂપે ગયા મહિને જ અલ્ટ્રાટેક સિમેન્ટ દ્વારા આ સેક્ટરમાં પ્રવેશની જાહેરાત કરી હતી

Adaniનું દેવું પોતાના માથે લેશે દુનિયાના સૌથી શક્તિશાળી વ્યક્તિ ! જાણો શું છે પ્લાન

અદાણી ગ્રૂપ 750 મિલિયન ડોલરનું દેવું રિફાઈનાન્સ કરવાની યોજના ધરાવે છે, જે કડક શરતો હેઠળ 2025 પછી ચૂકવવું પડશે. વધુમાં, અદાણી ગ્રૂપ તેના એરપોર્ટના અપગ્રેડેશન અને વિસ્તરણ માટે AAHLમાં $750 મિલિયન એકત્ર કરવાનું વિચારી રહ્યું છે.

Gautam Adani House: 400 કરોડના આ આલીશાન ઘરમાં રહે છે ગૌતમ અદાણી ! જુઓ- Inside Photo

દિલ્હીનું ઘર રાજાના કિલ્લા જેવું લાગે છે. ભારત ઉપરાંત, ગૌતમ અદાણીની સમગ્ર વિશ્વમાં રિયલ એસ્ટેટ મિલકતો છે. ઓસ્ટ્રેલિયાના એબોટ પોર્ટમાં તેમનો એક બંગલો પણ છે, જે એકદમ વૈભવી છે.

Adani bribery case : દુનિયામાં ઉથલપાથલ વચ્ચે ટ્રમ્પ તરફથી અદાણીને મોટી રાહત, અમેરિકામાં ફરી સક્રિય થયું આ ગ્રુપ

અદાણી ગ્રુપે વિવિધ યુએસ ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ માટે $10 બિલિયનનું રોકાણ કરવાનું વચન આપ્યું હતું. જોકે, યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા ગૌતમ અદાણી અને અન્ય સાત સહયોગીઓ પર કથિત લાંચ કેસમાં આરોપ મૂકાયા બાદ તે યોજનાઓ મુલતવી રાખવામાં આવી હતી.

અદાણી ગ્રૂપે FY 2023-24માં ટેક્સ રૂપે ચુકવ્યા 58,104 કરોડ રુપિયા, પારદર્શિતા અહેવાલ જાહેર

અદાણી ગ્રૂપે આ અહેવાલ સ્વૈચ્છિક રીતે જાહેર કર્યો છે, જેનાથી હિસ્સેદારો અને નાણાકીય હિતધારકોમાં વિશ્વાસ વધે. આ ઉદ્દેશ સાથે, ગ્રૂપે એક સ્વતંત્ર વ્યવસાયિક એજન્સીને આ અહેવાલ તૈયાર કરવા માટે નિમણૂક કરી છે.

અદાણી ફાઉન્ડેશન હવે વિદ્યા તરફ વળ્યા, ભારતભરમાં શિક્ષણ મંદિર નિર્માણ કરવા કર્યો સંક્લ્પ

ચેરમેન ગૌતમ અદાણીની सेवा साधना है, सेवा प्रार्थना है और सेवा ही परमात्मा है, ની ફિલસૂફીને અનુરુપ આ ભાગીદારી નૂતન અને ક્ષમતા વિકાસ સમર્થિત શિક્ષણની યોગ્યતા વિકસાવવાની આસપાસ કેન્દ્રિત-શ્રેષ્ઠ કક્ષાની સંશોધન સંસ્થાઓને પણ ઉત્તેજન આપશે.

અદાણી સિમેન્ટ દ્વારા અબડાસા તાલુકામાં 7000 કરોડના ખર્ચે થશે ઔધ્યોગિક વિસ્તરણ

અદાણી ગૃપ આજે વૈશ્વિક ક્ષેત્રે અગ્રેસર બની રહ્યુ છે. તેના પાયામાં કચ્છનું ખુબ મોટું યોગદાન છે. પરિણામે દરેક ક્ષેત્રમાં કચ્છ ઔધોગિક ક્ષેત્રે આગળ વધે એ માટે આ ગ્રૂપ કોઈ કસર છોડવા માંગતુ નથી. એક પછી એક તબક્કાવાર સુખાકારી અને રોજગારીની દિશામાં કચ્છનું જનજીવન ધબકતું થાય એ માટે આ ગ્રૂપ વધુ એક પ્રોજેકટનું વિસ્તરણ કચ્છના આંગણે કરવા જઇ રહ્યું છે.

અમદાવાદ અને મુંબઈમાં 1000 બેડની બે હોસ્પિટલ અને મેડિકલ કોલેજની થશે શરૂઆત, અદાણી ગ્રુપ કરશે 6,000 કરોડ રૂપિયા ખર્ચ

અદાણી ગ્રુપ માયો ક્લિનિક સાથે આરોગ્ય માળખાગત સુવિધાઓ પર 6,000 કરોડ રૂપિયા ખર્ચ કરશે. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ ટ્વીટ કર્યું, અને કહ્યું, "માયો ક્લિનિક સાથે ભાગીદારીમાં અદાણી હેલ્થ સિટી શરૂ કરવાનો ગર્વ છે, જે વિશ્વ કક્ષાના તબીબી સંશોધન, સસ્તું આરોગ્યસંભાળ અને શિક્ષણનું પ્રણેતા છે. 

Jeet Adani wedding : જીત અને દિવાએ કર્યો પંજાબી ભાંગડા પર ડાન્સ, જુઓ મજેદાર Video

ગૌતમ અદાણીના નાના પુત્ર જીત અદાણીના લગ્ન ખૂબ જ સાદગીથી થયા હતા. લગ્ન પહેલા ભવ્ય પ્રી-વેડિંગ સેલિબ્રેશન યોજાયું હતું જેમાં પ્રખ્યાત ગાયક દલેર મહેંદીએ તેમના પુત્ર ગુરદીપ મહેંદી સાથે પરફોર્મ કર્યું હતું. ગુરદીપ મહેંદીએ ધમાકેદાર પર્ફોર્મન્સ આપ્યું હતું.

Jeet Adani Wedding Video : જીત અદાણી અને દિવા શાહના લગ્ન પર ગૌતમ અદાણીએ કરી મોટી જાહેરાત

ગૌતમ અદાણીના પુત્ર જીત અદાણીએ દિવા શાહ સાથે પરંપરાગત અને સાદગીપૂર્ણ સમારંભમાં લગ્ન કર્યા. આ શુભ પ્રસંગ અમદાવાદના અદાણી શાંતિગ્રામ ટાઉનશીપ ખાતે યોજાયો હતો જેમાં ફક્ત પરિવાર અને નજીકના સંબંધીઓ હાજર રહ્યા હતા.

ગૌતમ અદાણીના પુત્ર જીત અદાણીના દિવા શાહ સાથે થયા લગ્ન, તસવીરો આવી સામે

ગૌતમ અદાણીના પુત્ર જીત અદાણીએ દિવા શાહ સાથે પરંપરાગત અને સાદગીપૂર્ણ સમારંભમાં લગ્ન કર્યા. આ શુભ પ્રસંગ અમદાવાદના અદાણી શાંતિગ્રામ ટાઉનશીપ ખાતે યોજાયો હતો જેમાં ફક્ત પરિવાર અને નજીકના સંબંધીઓ હાજર રહ્યા હતા.

ગૌતમ અદાણીની પર્સનલ લાઈફ તેમજ તેના પરિવારમાં કોણ કોણ છે જાણો

ગૌતમ અદાણી હવે માત્ર ભારતમાં જ નહીં પણ એશિયાના સૌથી અમીર વ્યક્તિ છે.અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીના નાના પુત્ર જીત અદાણીના લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. જીતના લગ્ન દિવા જૈમિન શાહ સાથે થશે. તો આજે આપણે ગૌતમ અદાણીના પરિવાર વિશે વાત કરીએ.

Adaniનું નામ જોડાતા જ આ કંપનીનો શેર બન્યો રોકેટ ! સતત બીજા દિવસે લાગી અપર સર્કિટ

લાંબા સમયથી વૃદ્ધિ માટે ઝંખતા આ શેરને ગૌતમ અદાણી સહિત અન્ય દિગ્ગજોનો ટેકો મળ્યો છે. ત્યારે આજે ગુરુવારે પણ આ શેરમાં 5%નું અપરસર્કિટ લાગ્યું છે.

રૂપિયા 2940 કરોડે પહોંચ્યો અદાણીની આ કંપનીનો નફો…શેર ખરીદવા રોકાણકારોની પડાપડી

અદાણી ગ્રુપની એક કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો આજે એટલે કે 29 જાન્યુઆરીએ રજૂ કર્યા છે. ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામોમાં કંપનીનો ચોખ્ખો નફો 7.4 ટકા વધીને 2940 કરોડ રૂપિયા થયો છે. એક વર્ષ પહેલા આ જ ક્વાર્ટરનો નફો 2738 કરોડ રૂપિયા હતો.

g clip-path="url(#clip0_868_265)">