Baklava Recipe : તાન્યા મિત્તલની ફેવરેટ મીઠાઈ બકલાવા ઘરે બનાવો, જાણો સંપૂર્ણ રેસિપી
દિવાળીને હવે ગણતરીના દિવસો જ બાકી છે.જ્યાં આપણે અનેક પ્રકારની સ્વાદિષ્ટ મીઠાઈઓ ઘરે બનાવી શકીએ છે.તો આજે આપણે બકલાવા ઘરે કેવી રીતે સરળતાથી બનાવી શકાય તે જોઈશું.

બકલાવાને તુર્કીની સૌથી જૂની પરંપરાગત મીઠી વાનગીઓમાંની એક માનવામાં આવે છે, જે શાહી દરબારોમાં પીરસવામાં આવે છે. તે ગ્રીસ અને લેબનોનમાં પણ એક લોકપ્રિય વાનગી છે, અને ત્યાં પણ તેને પરંપરાગત વાનગી માનવામાં આવે છે. હકીકતમાં, 2013 માં, બકલાવાને યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ કરવામાં આવ્યું હતું. તમે પણ તેનો આનંદ માણી શકો છો, તો ચાલો રેસીપી પર એક નજર કરીએ.

બકલાવા બનાવવા માટે પેસ્ટ્રી શીટ્સ, અખરોટ અથવા પિસ્તા, ખાંડ, પાણી, લીંબુનો રસ, એલચી પાઉડર, મધ સહિતની સામગ્રીની જરુર પડશે.

બકલાવા બનાવવા માટે, સૌપ્રથમ ઓવનને 180 ડિગ્રી સેલ્સિયસ પર ગરમ કરો. જ્યારે તે ગરમ થાય છે, ત્યારે ચાસણી તૈયાર કરો. આ માટે, એક સોસપેનમાં પાણી, ખાંડ, લીંબુનો રસ અને મધ ભેળવીને મધ્યમ તાપ પર જાડી ચાસણી બને ત્યાં સુધી ગરમ કરો. ઘટ્ટ થઈ જાય પછી, એલચી પાવડર ઉમેરો અને કાઢી લો.

હવે પેસ્ટ્રી શીટ્સનો ઉપયોગ કરવાનો સમય છે. બેકિંગ ટ્રે પર ફાયલો શીટ મૂકો અને તેને બટરથી ગ્રેસ કરી લો. એ જ રીતે 6-7 શીટ્સ ગોઠવો. આ શીટ્સ લગાવતી વખતે, પુષ્કળ બટર લગાવો, પછી જ તે ક્રિસ્પી બનશે.

હવે તેના પર અખરોટ અને પિસ્તા પાથરી લો. બધી શીટ્સ સેટ કર્યા પછી, તેને ચોરસમાં કાપી લો.

હવે છેલ્લે, આ ટ્રેને પ્રીહિટેડ ઓવનમાં મૂકો અને ઓછામાં ઓછા 20 મિનિટ માટે બેક કરો. જ્યારે તે ક્રિસ્પી અને બેક થઈ જાય, ત્યારે તેને બહાર કાઢો અને ગરમ હોય ત્યારે તેના પર ચાસણી રેડો. હવે તેને ઠંડુ થવા દો. ચાસણી શોષાઈ ગયા પછી, બાકલાવા ખાવા માટે તૈયાર છે.
Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.
