Rajkot: ત્રણ વર્ષ બાદ ફનસ્ટ્રીટનો પ્રારંભ, બાળકોથી લઈ વૃદ્ધોમાં ખુશી, જુઓ PHOTOS
રંગીલા રાજકોટ શહેરનું હૃદય ગણાતું રેસ કોર્સ દર વેકેશનમાં બાળકોની ચહેલ પહેલથી નંદનવન બની જાય છે, કોરોનાકાળમાં બંધ થયેલ ફન સ્ટ્રીટ કે જેની ફરી શરૂઆત થઈ છે. જેને લઈ લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે.

રંગીલા રાજકોટ શહેરનું હૃદય ગણાતું રેસ કોર્સ દર વેકેશનમાં દરરોજ બાળકોની ચહેલ પહેલથી નંદનવન બની જાય છે, જેમાં રાજકોટનું ફનસ્ટ્રીટ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

અહીં દર વર્ષે બાળકો થી લઈ વૃદ્ધ સૌ કોઈ શેરી રમતો થી મોકડા મને મોજ માણતા હતા પરંતુ કોરોના કાળ પહેલા જ બંધ થઈ ગયેલી ફનસ્ટ્રીટ કોરોના ની વિદાય અને વેકેશનના આગમન વચ્ચે શરૂ થઈ છે.

કોરોનામાં બંધ થયેલ આ ફન સ્ટ્રીટનું રાજકોટ વાસીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જે આતુરતાનો હાલ અંત આવ્યો છે તેમ કહી શકાય છે.

લાંબા સામયની રાહ જોયા બાદ ફનસ્ટ્રીટ ચાલુ થઈ જતાં લોકોની ભીડ ઉમટી પડી હતી. જેમાં પ્રથમ દિવસેજ અંદાજે 2000 લોકો સહ પરિવાર જોડાયા હતા.

બાળકોથી લઈ વૃદ્ધ સૌ કોઈએ લખોટી, ભમરડા, સાપસીડી, ચેસ, લુડો, ચોકડી, કેરમ, દોરડા, રસા ખેંચ સાથે જ કોથળાદોડ, લીંબુચમચી, બાસ્કેટબોલ, સંગીતખુરશી, રંગપૂરણી, બોલ શૂટિંગ જેવી 40થી વધુ દેશી શેરી રમતો ની મોજ માણી હતી.