સુલતાન કરી દે ચડાઈ..કોણ છે આ ઈરાની પ્લેયર જે કરશે ગુજરાત જાયન્ટ્સની કપ્તાની ? જાણો કેટલી મેચનું નેતૃત્વ કરી જીત મેળવી
પ્રો કબડ્ડી લીગ (PKL) ની 10મી સીઝન આજથી એટલે કે 2 ડિસેમ્બર 2023થી શરૂ થવા જઈ રહી છે. અમદાવાદમાં ટ્રાન્સસ્ટેડિયા સ્ટેડિયમ દ્વારા એરેનાથી શરૂ કરીને દેશભરના 12 શહેરોમાં આ સિઝનનું આયોજન કરવામાં આવશે. ટુર્નામેન્ટની પ્રથમ મેચ ગુજરાત જાયન્ટ્સ વિ તેલુગુ ટાઇટન્સ વચ્ચે થશે, જે રાત્રે 8 વાગ્યાથી રમાશે. બંને ટીમો જીત સાથે ટૂર્નામેન્ટની શરૂઆત કરવા પર નજર રાખશે.


ફઝલ અત્રાચલીએક વ્યાવસાયિક ઈરાની કબડ્ડી ખેલાડી છે. તે ઈરાનના ગોર્ગન શહેરનો રહેવાસી છે. ગોર્ગન એ ગોલેસ્તાન પ્રાંતની રાજધાની છે અને અગાઉ એસ્ટર-અબાદ તરીકે જાણીતી હતી. ફઝલ અત્રાચલીનું કબડ્ડીનો સુલતાન કહેવામાં આવે છે. તે કબડ્ડીની રમતમાં લેફ્ટ સાઈડ ડિફેન્ડર છે. તે ઈરાનની રાષ્ટ્રીય કબડ્ડી ટીમનો પણ સભ્ય છે.

ફઝલ અત્રાચલીનો જન્મ 29 માર્ચ 1992ના રોજ ઈરાનના ગોર્ગન શહેરમાં થયો હતો. તેણે પોતાના વતનમાં 11 વર્ષની ઉંમરે કબડ્ડી રમવાની શરૂઆત કરી હતી. બાજુના વ્યવસાય તરીકે, ફઝલ અત્રાચલી તેના ફ્રી સમયમાં કુસ્તી રમે છે જે અંગે તે જણાવે છે કે તે તેનો શોખ છે. 2015 માં જ્યારે તે પ્રો કબડ્ડી લીગ સીઝન 2 માં જોડાયો ત્યારે તેને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મળી. તેમને ગોલામરેઝા મઝંદરાનીએ તાલીમ આપી હતી.

ફઝલ અત્રાચલીના PKL આંકડા ફઝલ અત્રાચલીએ 2015માં પ્રો કબડ્ડી લીગ સિઝન 2માં આગમન કર્યું. 2015માં, PKL સિઝન 2 રમાઈ હતી. તે PKL સિઝન 2થી આ લીગનો ભાગ છે. ફઝલ અત્યાર સુધી 8 સીઝન કુલ રમી ચૂક્યો છે જેમાં કુલ 146 મેચો સાથે સરેરાશ રેઈડ સ્ટ્રાઈક રેટ: 11.00% એવરેજ ટેકલ સ્ટ્રાઈક રેટ: 63.12% કુલ પોઈન્ટ્સ કમાયા છે

ફઝલ અતરચલીએ 11 વર્ષની ઉંમરે કુસ્તી શરૂ કરી હતી. હાઈસ્કૂલમાં, ફઝલ અતરચલીને ફૂટબોલમાં ઊંડો રસ હતો, પરંતુ પછીથી તે કબડ્ડી તરફ આગળ વધ્યો. ફઝલ અત્રાચલીની કારકિર્દી ત્યારે શરૂ થઈ જ્યારે તે ઈરાનની રાષ્ટ્રીય કબડ્ડી ટીમમાં જોડાયો અને 2010 એશિયન ગેમ્સમાં તેનું પ્રતિનિધિત્વ કર્યું. ફઝલ અત્રાચલીએ 2015 માં પ્રો કબડ્ડી લીગ સીઝન 2 માં યુ મુમ્બા માટે ડેબ્યુ કર્યું હતું. તેણે PKL સિઝન 3માં U Mumba ટીમનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું. PKL સિઝન 4 માં, તે પટના પાઇરેટ્સમાં ગયો. પ્રો કબડ્ડી લીગની 5મી સિઝનમાં તેને ગુજરાત જાયન્ટ્સે ખરીદ્યો હતો. પ્રો કબડ્ડી સિઝન 6 (2018) માં, તે ટીમ યુ મુમ્બામાં પાછો ગયો અને સતત ત્રણ વર્ષ (2018, 2019, 2021 સુધી તેમની સાથે રહ્યો. જે બાદ સિઝન 2022માં ફઝલ અત્રાચલી પુનેર પલ્ટન ટીમનો સભ્ય હતો ત્યારે હવે 2023ની 10મી સિઝનમાં ફઝલ અત્રાચલીને
