અમદાવાદમાં 19મી નેશનલ ઇન્‍ટર ડિસ્ટ્રીક્ટ જુનિયર એથ્લેટિક્સ મીટનો પ્રારંભ

અમૃતકાળમાં યુવાશક્તિને સશક્ત અને સજ્જ કરીને વિકસિત ભારતનો વડાપ્રધાનનો સંકલ્પ સ્પોર્ટ્સ સેક્ટરમાં પણ સાકાર થઈ રહ્યો છે. દેશમાં સંપૂર્ણ સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ વિકસી છે અને ખેલ-કૂદ ક્ષેત્રમાં ઉજ્જવળ કારકિર્દી નિર્માણ માટે રમત-ગમતના કેન્દ્રીય બજેટમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થઈ છે. ગુજરાતમાં વડાપ્રધાને ‘ખેલે તે ખીલે’ના અભિગમથી શરૂ કરાવેલો ખેલ મહાકુંભ સમગ્ર દેશમાં ‘ખેલો ઇન્ડિયા’ના વ્યાપક સ્વરૂપે વિસ્તર્યો છે. ‘ખેલ મહાકુંભ 2.0’ માં 66 લાખ લોકો ભાગ લઈ રહ્યા છે. 44 લાખથી વધુ અન્‍ડર સેવન્‍ટીન વયના છે.

Ronak Varma
| Edited By: | Updated on: Feb 16, 2024 | 11:08 PM
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેવાડાના યુવાનોને ખેલકૂદ ક્ષેત્રે યોગ્ય પ્લેટફોર્મ મળે તે માટે ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવ્યો. દેશના અનેક જિલ્લાઓમાંથી ગુજરાત પધારેલા ખેલાડીઓ સાચા અર્થમાં 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની સંકલ્પનાને સાર્થક કરે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતેથી 19મી નેશનલ ઈન્ટર ડિસ્ટ્રિક્ટ જુનિયર એથ્લેટિક્સ મીટ(NIDJAM)નો પ્રારંભ કરાવ્યો હતો. રમતગમત અને યુવક સેવા રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

1 / 5
19મી નેશનલ ઈન્ટર ડિસ્ટ્રિક્ટ જુનિયર એથ્લેટિક્સ મીટ(NIDJAM)ના પ્રારંભે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે સ્પોર્ટ્સથી લઈને સ્પેસ સુધીનાં ક્ષેત્રોમાં થયેલા વિકાસમાં યુવાઓના કૌશલ્યને નીખરવાનો મોકો મળ્યો છે. દેશના આ અમૃતકાળમાં યુવા શક્તિને સજ્જ અને સશક્ત બનાવીને રાષ્ટ્રના વિકાસનો વડાપ્રધાનનો ધ્યેય સ્પોર્ટ્સ સેકટરમાં પણ સાકાર થઈ રહ્યો છે. ગુજરાતના આંગણે યોજાઈ રહેલી 19મી નેશનલ ઈન્ટર ડિસ્ટ્રિક્ટ જુનિયર એથ્લેટિક્સ મીટ(NIDJAM) તેનું ઉદાહરણ છે.

2 / 5
દેશનાં રાજ્યોના 616 જિલ્લાઓમાંથી આવેલા પાંચ હજારથી વધુ એથ્લિટ્સનું ગુજરાતની ધરતી પર સ્વાગત કરતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વિશ્વનો સૌથી મોટો ગ્રાસ રૂટ ટેલેન્ટ સર્ચ પ્રોગ્રામ ગુજરાતમાં થઈ રહ્યો છે એ ગર્વની વાત છે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રમતવીરોને 'ખેલે તે ખીલે'નું સૂત્ર આપ્યું છે. વડાપ્રધાને દેશમાં સંપૂર્ણ સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ વિકસી છે અને ખેલ-કૂદ ક્ષેત્રમાં ઉજ્જવળ કારકિર્દી નિર્માણ માટે રમત-ગમતના કેન્દ્રીય બજેટમાં ઉત્તરોત્તર વૃદ્ધિ થઈ છે. કેન્દ્ર સરકાર દ્વારા ૨૦૧૪થી લઈને આજ સુધી નવી નવી યોજનાઓના માધ્યમથી રમતગમત ક્ષેત્રે ખેલાડીઓને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. છેલ્લાં દસ વર્ષમાં ભારતના રમતવીરોએ વિવિધ રમતોમાં હાંસલ કરેલી અપ્રતિમ સિદ્ધિઓ તેનું ઉદાહરણ છે.

3 / 5
વધુમાં વાત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, આપણા યુવાનો રમતગમત ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવી શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા સ્પોર્ટ્સ ક્ષેત્રના બજેટમાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવ્યો છે.  ગુજરાતમાં વર્ષ 2022માં સ્પોર્ટ્સ ક્ષેત્રનું બજેટ માત્ર 2.5 કરોડ રૂપિયા હતું, જે  આ વર્ષના બજેટમાં 376 કરોડ રૂપિયાએ પહોંચ્યું છે. રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ વર્ષ ૨૦૧૦માં રાજ્યમાં રમતગમતને પ્રોત્સાહન આપવા અને ખેલાડીઓની પ્રતિભાને બહાર લાવવાના ઉદ્દેશ સાથે 'ખેલ મહાકુંભ'નો પ્રારંભ કરાવેલો. વડાપ્રધાન બન્યા બાદ ખેલ મહાકુંભના સ્વરૂપને વિસ્તારીને રાષ્ટ્રીય સ્તરે 'ખેલો ઇન્ડિયા' સ્પર્ધાની શરૂઆત તેમણે કરાવી છે. આ વર્ષે ખેલ મહાકુંભ 2.0 માં રેકોર્ડ બ્રેક 66 લાખથી વધુ રજીસ્ટ્રેશન થયા છે. એમાં પણ 44 લાખથી વધુ ખેલાડીઓ તો 17 વર્ષથી નાની વયના છે.

4 / 5
દેશનો પહેલો સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ કોન્ક્લેવ જેવો અદભુત કાર્યક્રમ પણ ગુજરાતમાં હમણાં જ સંપન્ન થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં વર્ષ 2036માં ઓલિમ્પિક રમતોની યજમાની કરવા માટે પણ ભારત તૈયારી કરી રહ્યું છે, એમ તેમણે ઉમેર્યું હતું. 2036ની ઓલિમ્પિક રમતોની ગુજરાતની તૈયારી વિશે વાત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ઓલિમ્પિક સ્તરનું સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવાની સાથોસાથ ગુજરાત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના એથ્લિટ્સ પણ તૈયાર કરી રહ્યું છે. પેરાએથ્લિટ્સને આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ પૂરી પાડવા માટે ગુજરાતમાં દેશનું પહેલું મલ્ટી સ્પોર્ટ્સ પેરા હાઈ પર્ફોર્મન્સ સેન્ટર બનવા જઈ રહ્યું છે, એમ તેમણે ઉમેર્યું હતું. આવી ભવ્ય સ્પોર્ટસ ઇવેન્ટ 2047માં દેશને વિકસિત ભારત, ઉન્નત ભારત બનાવવામાં મહત્ત્વનો ફાળો આપશે, એવો આશાવાદ તેમણે  વ્યક્ત કર્યો હતો.

5 / 5

Latest News Updates

Follow Us:
આખરે કોંગ્રેસમા ઉકેલાયુ કોકડુ, લોકસભાની 4 બેઠકો પર ઉમેદવાર કર્યા જાહેર

વિરોધ વચ્ચે પાળિયાદ ધામના સંતોએ રૂપાલાના ઘરે જઈ કરી મુલાકાત- Video

સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને ફળશે પાટીદાર પ્રેમ? 4 બેઠકો પર પાટીદારને ટિકિટ

સેવાભાવી સંસ્થાએ પાંજરાપોળની ગાયોને પીવડાવ્યો 300 કિલો કેરીનો રસ Video

કુમાર છાત્રાલય પાસેથી દારુની બોટલ અને સિગારેટ મળી

પરશોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિયો યોજશે મહાસંમેલન

ભર ઉનાળે પંચમહાલના અનેક ગામો પીવાના પાણીથી વંચિત

NAMO OP ગેમર્સે PM મોદીને આપ્યું શોર્ટ નામ,જાણો શું છે તેમા OPનો અર્થ

સીપુ ડેમમાં પાણીનું સ્તર થયું ઓછુ થતા સિંચાઇ માટે ખેડૂતોને હાલાકી

PM મોદીએ હસ્તાક્ષરને કરવાને લઈને ગેમર્સ સહિત દેશવાસીઓને આપી સલાહ

g clip-path="url(#clip0_868_265)">