26 જુલાઈના મહત્વના સમાચાર : અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રીક્ષા ચાલકની હત્યા

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 27, 2024 | 7:45 AM

Gujarat Live Updates : આજ 26 જુલાઈના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

26 જુલાઈના મહત્વના સમાચાર : અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રીક્ષા ચાલકની હત્યા

કારગિલ યુદ્ધ વિજયને આજે 25 વર્ષ પૂર્ણ થયા છે. વડાપ્રધાન મોદી આજે લદ્દાખના દ્રાસની મુલાકાત લેશે. શહીદોને અર્પણ શ્રદ્ધાંજલિ કરશે. ચાંદીપુરા વાયરસના કહેર વચ્ચે NIVની બે ટીમ ગુજરાતની મુલાકાતે છે. ટીમના સભ્યોએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી. અરવલ્લીના ગ્રામીણ વિસ્તારોમાં તપાસ કરી. રાજ્યમાં હજુ 5 દિવસ વરસાદી માહોલ રહેશે. ઉત્તર ગુજરાતમાં ધોધમારની આગાહી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદી માહોલ જામશે. વડોદરામાં વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીને પાર થઇ છે. નિચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. વડોદરામાં આજે પણ શાળાઓ બંધ રહેશે. સુરતમાં ખાડીના પૂરને કારણે  તારાજી સર્જાઇ છે. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. તો સરથાણા, સીમાડા ખાડીમાં પણ પાણીનું સામ્રાજ્ય છે. વરસાદી પરિસ્થિતિને પહોંચી વળવા સરકાર સજ્જ છે. CMએ સ્ટેટ કંટ્રોલ રૂમ જઈ સ્થિતિની સમીક્ષા કરી. પ્રધાનોએ અસરગ્રસ્તોની મુલાકાત લીધી.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 26 Jul 2024 10:53 PM (IST)

    વડોદરામાં ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ભરાયા પાણી

    • લહેરીપુરા દરવાજા થી માંડવી સુધી રોડ પર ભરાયા પાણી
    • પાણી ભરવાના કારણે અનેક વાહનો બંધ થયા
    • લોકોને વાહન ધક્કો મારી લઇ જવાનો આવ્યો વારો
    • રાવપુરા, અલકાપુરી, જેતલપુરમાં પણ રોડ પર ભરાયા પાણી
    • સુભાનપુરા રાજેશ ટાવર રોડ, ગોરવા દશામાં તળાવ રોડ પર પણ ભરાયા પાણી
  • 26 Jul 2024 10:53 PM (IST)

    હિંમતનગરમાં RPF ના બે પોલીસ જવાનો લાંચ માંગી

    • એસીબી ટ્રેપ કરતાં એક કોન્સ્ટેબલ ઝડપાયો, બીજો ફરાર
    • રેલવે સ્ટેશન પ્લેટફોર્મ પર ટ્રાન્સપોર્ટનો સામાન ઉતારવા લાંચ માંગી
    • 20 હજાર રુપિયાની લાંચ માંગતા બાકીના 15 હજાર સ્વીકારતા કોન્સ્ટેબલ ઝડપાયો
    • ચેહર રબારી અને મુસ્તાક ડોડીયા સામે ગુનો નોંધાયો
    • બંને કોન્સ્ટેબલ રેલવે પ્રોટેક્શન ફોર્સ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા
  • 26 Jul 2024 10:32 PM (IST)

    ચોટીલામાં સગી બહેન પર છરીના ઘા કરનાર આરોપી ઝડપાયો

    ભાઇ ભાભીના ખબર અંતર પુછવા આવેલ બહેન પર સગા ભાઇ એ છરીના ઘા મારતા લોહીહાણ હાલતમાં સારવાર માટે ખસેડાઇ હતી. ભાઇ ભાભી ઝગડો કરતા હોઇ બહેન એ વચ્ચે પડી સમજાવટ કરવાનો પ્રયાસ કરતા ભાઇ એ ઉશ્કેરાઇ બહેન પર છરીથી હુમલો કરી થયો હતો ફરાર. પોલીસે તાત્કાલિક આરોપી મુંજાભાઇ કટેશીયા ને ઝડપી પાડી છરી કબ્જે કરી પુછપરછ હાથ ધરી

  • 26 Jul 2024 09:19 PM (IST)

    વરસાદમાં બચાવ કામગીરી સામે શક્તિસિંહ ગોહિલે ઉઠાવ્યા પ્રશ્ન

    • સોશિયલ મિડિયા X પર CMO ગુજરાતને ટેગ કરી રાહત કામગીરી કરવા માંગ કરી
    • સરકાર તરફથી બચાવ, રાહત, અને પુનઃ વસનની કામગીરી યોગ્ય નહીં:શક્તિસિંહ
    • સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મુશ્કેલી સમયે સરકારે યોગ્ય રાહત કે સહાય ના પહોચાડી
    • શહેરોમાં ભાજપના ભ્રષ્ટાચારના કારણે પાણી ભરાયા:શક્તિસિંહ
    • વરસાદી પાણીના નિકાલના કામોમાં પૈસા ખવાઈ જાય છે:શક્તિસિંહ
    • સરકાર પોતાની ફરજ બજાવે અને બચાવ, રાહત અને પુનઃવસનની કામગીરી તાત્કાલિક કરે:શક્તિસિંહ
    • કોંગ્રેસના કાર્યકર્તાઓ જ્યાં શક્ય બને ત્યાં લોકોને મદદ કરે: શક્તિસિંહ
  • 26 Jul 2024 07:38 PM (IST)

    NEET-UG ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર, હવે 61ને બદલે 17 ટોપર્સ

    NEET-UG 2024 ની અંતિમ મેરિટ યાદી બહાર પાડવામાં આવી છે. હવે નવી યાદીમાં 17 ટોપર્સ છે, અગાઉ 61 ટોપર્સ હતા. બેથી અઢી હજાર સુધીના રેન્કમાં ફેરફાર થયો છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ગુરુવારે NEET-UG પરીક્ષાનું સુધારેલું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.

  • 26 Jul 2024 06:48 PM (IST)

    અંબાજીમાં ગબ્બર રોપ-વે ચાર દિવસ માટે બંધ રહેશે

    બનાસકાંઠાના અંબાજીમાં ગબ્બર ખાતે આવેલ રોપ-વે ચાર દિવસ માટે બંધ રહેશે.  30 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી રોપ વેની સેવાઓ બંધ રહેશે. ગબ્બર રોપવેને મેન્ટેનન્સની કામગીરી માટે બંધ રાખવામાં આવશે. આ ચાર દિવસ ભાવિક ભક્તો, ગબ્બરના પગથિયા ચઢીને પગપાળા ગબ્બર ઉપર જઈ શકશે. ત્રીજી ઓગસ્ટથી રોપ વેની સેવાઓ ફરીવાર રાબેતા મુજબ શરૂ કરી દેવાશે.

  • 26 Jul 2024 06:30 PM (IST)

    અમરેલી જિલ્લાના ધારી ગીરના જળજીવડી ગામે દીપડાએ મહિલા-યુવક પર કર્યો હુમલો

    અમરેલી જિલ્લાના ધારી ગીરના જળજીવડી ગામે દીપડાએ મહિલા-યુવક પર હુમલો કર્યો છે. દિવસ દરમ્યાન દીપડાએ ગામમાં આવી હુમલો કર્યો હતો. દિપડાએ યુવક પર હુમલો કર્યો હતો. જેને બચાવવા જતા મહિલા ઉપર પણ દિપડાએ હુમલો કરીને ઈજા પહોચાડી હતી. બન્ને ઈજાગ્રસ્તોને અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

  • 26 Jul 2024 05:49 PM (IST)

    બરાક ઓબામાએ રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી માટે કમલા હેરિસને આપ્યું સમર્થન

    અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને તેમની પત્ની મિશેલ ઓબામાએ ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે કમલા હેરિસને સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે તે દેશના મહાન રાષ્ટ્રપતિ સાબિત થશે. બરાક ઓબામાએ કમલા હેરિસને કહ્યું કે, નવેમ્બરમાં યોજાનારી ચૂંટણીમાં તમને જીત અપાવવા માટે અમે શક્ય તમામ પ્રયાસો કરીશું.

  • 26 Jul 2024 03:51 PM (IST)

    માહિતી આયોગમાં મુખ્ય માહિતી કમિશ્નર, ત્રણ માહિતી કમિશનરોની નિમણૂક

    રાજ્ય સરકારે માહિતી આયોગમાં મુખ્ય માહિતી કમિશ્નર અને અન્ય ત્રણ માહિતી કમિશનરોની નિમણૂકના નોટીફિકેશન બહાર પાડ્યા છે. રાજ્યના મુખ્ય માહિતી કમિશ્નર તરીકે ડો. સુભાષ સોનીની નિયુક્તિ કરવામાં આવી છે. જ્યારે માહિતી કમિશનરો તરીકે નિખિલ ભટ્ટ, મનોજ પટેલ અને સુબ્રમણ્યમ આર ઐયરની નિયુક્તિ કરવામાં આવી છે.

  • 26 Jul 2024 03:37 PM (IST)

    નવસારીના 40 ટકા વિસ્તારોમાં ફરી વળ્યાં પૂરના પાણી

    નવસારી શહેરના 40 ટકા જેટલા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. પૂરની સ્થિતિને પગલે એસડીઆરએફની એક ટીમ નવસારીમાં તહેનાત કરવામાં આવી છે. આ ઉપરાંત વલસાડ ખાતેથી NDRFની ટીમને પણ નવસારીમાં ખસેડવામાં આવી છે.

  • 26 Jul 2024 02:56 PM (IST)

    નવસારીઃ અધિકારી અને નેતા વચ્ચે શાબ્દિક ટપાટપી

    નવસારીઃ અધિકારી અને નેતા વચ્ચે શાબ્દિક ટપાટપી થઇ છે. આશ્રિતોને ફૂડ પેકેટના વિતરણને લઇને તૂતૂ-મેમે સર્જાઇ છે. નેતા પોતાના વિસ્તાર માટે વધુ ફૂડ પેકેટ માંગવા જતા બબાલ થઇ છે. ફૂડ વિતરણ કરતા પાલિકા કર્મચારીને ધમકાવા જતા મામલો ઉગ્ર બન્યો છે.

  • 26 Jul 2024 02:18 PM (IST)

    આજે રાજ્યના ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ

    હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. સુરત, નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. દમણ અને દાદરાનગર હવેલીમાં પણ રેડ એલર્ટ છે. દક્ષિણ ગુજરાતના કેટલાય વિસ્તારમાં વરસી અતિભારે વરસાદ શકે છે. કેટલાક વિસ્તારમાં 8 ઈંચ જેટલો વરસાદ ખાબકી શકે છે. ગુજરાતમાં વરસાદની બે સિસ્ટમ સક્રિય છે. પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ ડાંગ તાપી અમરેલી ભાવનગર ગીર સોમનાથ અતિભારે વરસાદની આગાહી છે. બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા, અમદાવાદ, આણંદ, મહીસાગર, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, બોટાદ, દીવમાં ભારે વરસાદની આગાહી છે. માછીમારો દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

  • 26 Jul 2024 02:15 PM (IST)

    સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીની મુશ્કેલીમાં વધારો

    સસ્પેન્ડે મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીની મુશ્કેલીમાં વધારો થયો છે. કોશિંગ પિટિશન પર ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી ન થઈ. 6 ઓગસ્ટે હાઇકોર્ટમાં વિગતવાર સુનાવણી હાથ ધરાશે. નીતા ચૌધરીએ હાઇકોર્ટમાં રાહત માંગતી અરજી કરી છે. નીતા ચૌધરી પર બુટલેગર સાથે મિલીભગતનો આરોપ છે. નીતા ચૌધરી પર પોલીસ પર ગાડી ચડાવવાનો ગુનો નોંધાયો છે.

  • 26 Jul 2024 01:53 PM (IST)

    રાજ્ય આરોગ્ય સેવાઓ માટે એકસાથે 1110 જેટલા તબીબો ઉપલબ્ધ થયા

    રાજ્ય આરોગ્ય સેવાઓ માટે એકસાથે 1110 જેટલા તબીબો ઉપલબ્ધ થયા છે. આ 1110 બોન્ડેડ તબીબો ગ્રામ્ય અને શહેરી આરોગ્ય સેવાઓમાં બેકબોન સાબિત થશે. રાજ્યના પ્રાથમિક અને સામુહિક આરોગ્ય કેન્દ્ર, સબ ડિસ્ટ્રીક્ટ અને ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ તેમજ ESIC હોસ્પિટલમાં બોન્ડેડ તબીબોને મુકવામાં આવ્યા. રાજ્યની 31 ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં 132, 51 સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં 119 , 222 સામુહિક આરોગ્ય કેન્દ્રમાં 310 , 495 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 430 અને રાજ્યની 57 ESIC હોસ્પિટલમાં 119 મળીને રાજ્યની 856 હોસ્પિટલમાં કુલ 1110 તબીબો ઉપલબ્ધ થયા છે. તબીબી અધિકારી વર્ગ-2 ની કુલ 1272 જગ્યાઓ પૈકી 1110 તબીબોને આજે નિમણૂંક આપવામા આવી છે. બાકી રહેતી જગ્યાઓ પણ સત્વરે ભરવામાં આવશે.

  • 26 Jul 2024 11:16 AM (IST)

    નવસારીઃ પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવી

    નવસારીઃ પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવી છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સપાટીમાં વધારો થયો છે. શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે. હિદાયતનગર વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘુસ્યા છે. લોકો અન્ય સુરક્ષિત જગ્યાએ જવા મજબૂર બન્યા છે.

  • 26 Jul 2024 10:33 AM (IST)

    પીએમ મોદીએ કારગીલમાં શિંકુન લા ટનલનો શિલાન્યાસ કર્યો

    વડાપ્રધાન મોદીએ કારગીલમાં શિંકુન લા ટનલનો શિલાન્યાસ કર્યો. આ પ્રોજેક્ટ લેહને સર્વ-હવામાન કનેક્ટિવિટી પ્રદાન કરશે અને જ્યારે પૂર્ણ થશે, ત્યારે તે વિશ્વની સૌથી ઊંચી ટનલ હશે.

  • 26 Jul 2024 10:32 AM (IST)

    પીએમ મોદીએ દ્રાસમાં કારગિલ યુદ્ધ સ્મારક પર શહીદોને શ્રદ્ધાંજલિ આપી

    25મા કારગિલ વિજય દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દ્રાસમાં કારગિલ યુદ્ધ સ્મારક ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ આપી.

  • 26 Jul 2024 10:28 AM (IST)

    મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને દિલ્હીનું તેડું

    મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને દિલ્હીનું તેડું આવ્યુ છે. તેઓ આજે રાત્રે દિલ્હી જવા રવાના થશે. આવતીકાલે દિલ્હી ખાતે નીતિ અયોગની બેઠક છે. PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બેઠક યોજાશે. ચૂંટણી પરિણામો બાદ પ્રથમ નીતિ આયોગની બેઠક મળશે. તમામ રાજ્યના સીએમને બેઠકમાં હાજર રહેવા સૂચના છે. દેશની સામાન્ય જનતા સાથે જોડાયેલા મુદ્દા પર નીતિ આયોગમાં ચર્ચા થાય છે. બેઠક બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલ વડાપ્રધાન મોદી અને અમિત શાહ સાથે ચર્ચા કરી શકે છે. ગુજરાતના મુદ્દાઓને લઈને ચર્ચા કરી શકે છે.

  • 26 Jul 2024 10:05 AM (IST)

    વડોદરા: વિશ્વામિત્રીમાં પૂર બાદ શહેરમાં મગરના આંટાફેરા

    વડોદરા: વિશ્વામિત્રીમાં પૂર બાદ શહેરમાં મગરના આંટાફેરા જોવા મળી રહ્યા છે. પૂરના પાણી સાથે મગર માનવ વસાહતમાં પહોંચ્યા. બીલ ગામે મગર નદીના પાણીમાંથી બહાર આવી ગયો હતો. શ્રીહરિ રેસીડેન્સીના ગેટ પાસે મગરના આંટાફેરા જોવા મળ્યા, મગર રસ્તા પર દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે. મગરને સલામત સ્થળે ખસેડવામાં આવ્યો છે.

  • 26 Jul 2024 09:32 AM (IST)

    ભરૂચઃ દહેજ રોડ પર ખાનગી કંપનીની શિફ્ટ બસ પલટી

    ભરૂચઃ દહેજ રોડ પર ખાનગી કંપનીની શિફ્ટ બસ પલટી ગઇ છે. કંપનીના કર્મચારીઓને બારીમાંથી બહાર કાઢવામાં આવ્યા. બિસ્માર રસ્તાના કારણે અકસ્માત સર્જાયાનું અનુમાન છે. બસ ચાલકે વાહન પરથી કાબુ ગુમાવતા બસ પલટી ગઈ હતી.

  • 26 Jul 2024 08:32 AM (IST)

    રાજ્યમાં હજુ 5 દિવસ રહેશે વરસાદી માહોલ

    રાજ્યમાં હજુ 5 દિવસ રહેશે વરસાદી માહોલ છે. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ પડી શકે છે. આગામી 5 દિવસ માછીમારોએ દરિયો ન ખેડવાની સુચના આપી છે.

  • 26 Jul 2024 08:31 AM (IST)

    તાપી: વ્યારા તાલુકામાંથી પસાર થતી ઝાંઝરી નદી બે કાંઠે

    તાપી: વ્યારા તાલુકામાંથી પસાર થતી ઝાંઝરી નદી બે કાંઠે થઇ છે. વ્યારામાંથી પસાર થતાં સ્ટેટ હાઇવે પર ઝાંઝરીના પાણી ફરી વળ્યા છે. ટિચકિયા ગામે સ્ટેટ હાઈવે પરના પુલ સુધી પાણી પહોંચ્યા છે. પુલ પરથી પસાર થવામાં વાહન ચાલકોને મુશ્કેલી થઇ રહી છે. આંબાપાણી થઈ ડાંગ તરફ જવાનો રસ્તો બંધ કરાયો છે.

  • 26 Jul 2024 07:28 AM (IST)

    બનાસકાંઠા: સુઝુકી કંપની અને બનાસ ડેરીના નવા પ્રોજક્ટની શરૂઆત

    બનાસકાંઠા: સુઝુકી કંપની અને બનાસ ડેરીના નવા પ્રોજક્ટની શરૂઆત થઇ છે. ગોબર ગેસના નવા પાંચ બાયો CNG પ્લાન્ટની ગુજરાતમાં શરૂઆત થશે. બનાસ ડેરી, સુઝુકી અને NDDB કંપની સાથે મળી પ્લાન્ટ શરૂ કરશે. 250 કરોડના ખર્ચે નવીન બાયો CNG પ્લાન્ટ તૈયાર કરાશે. આવતીકાલે દિયોદરના સણાદર ખાતેથી પ્લાન્ટની શરૂઆત કરાશે. પાંચ વર્ષથી ગોબરમાંથી બનાસ ડેરી ગેસ બનાવે છે.

  • 26 Jul 2024 07:27 AM (IST)

    કારગિલ વિજય દિવસના 25 વર્ષ પૂર્ણ, PM મોદી દ્રાસ જશે

    ભારતીય યુદ્ધોની તવારિખમાં શિરમોર સમાન એવા કારગિલ યુદ્ધને આજે 25 વર્ષ પૂર્ણ થયા છે.ત્યારે વડાપ્રધાન મોદી આજે લદ્દાખના દ્રાસની મુલાકાત લેશે.PM મોદી દ્રાસમાં કારગિલ વોર મેમોરિયલ પર સેનાના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. સાથે વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં દ્રાસ જિલ્લામાં કારગિલ વિજયની 25 વર્ષ નિમિત્તે કારગિલ વિજયની રજત જયંતી પર ભવ્ય ઉજવણી થશે. વડાપ્રધાન મોદી સવારે 9:20 વાગ્યે કારગિલ યુદ્ધ સ્મારકની મુલાકાત લેશે. જ્યાં તેઓ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. વડાપ્રધાન મોદી શિંકુન લા ટનલ પ્રોજેક્ટનો પણ શિલાન્યાસ કરશે.

  • 26 Jul 2024 07:26 AM (IST)

    બનાસકાંઠાના અંબાજીમાં અસામાજીક તત્વો બેફામ

    બનાસકાંઠાના અંબાજીમાં અસામાજીક તત્વો બેફામ થયા છે. હિન્દુ હિત રક્ષા સમિતિના પ્રમુખ લોકેશ જૈને કાયદાના ધજાગરા ઉડાવ્યા છે. જાહેર રસ્તા પર જન્મ દિવસની ઉજવણી કરી. તલવાર વડે કેક કટિંગ કરી જાહેરમાં ઉજવણી કરી. ઉજવણીમાં બુટલેગર પણ હાજર હતા. અંબાજી પોલીસે બર્થડે ઉજવનાર લોકેશ જૈન સામે ગુનો નોંધ્યો છે.

Published On - Jul 26,2024 7:25 AM

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">