શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય
26 July, 2024
લાંબા સમય સુધી ખુરશીમાં બેસી રહેવાથી કરોડરજ્જુમાં દુખાવો થાય છે.
કરોડરજ્જુના દુખાવાની શારીરિક અને માનસિક અસરો થાય છે.
તમને જણાવી દઇએ કે કરોડરજ્જુ અને મગજનું જોડાણ હોય છે છે. આવી સ્થિતિમાં,જો તમને કરોડરજ્જુમાં દુખાવો થાય છે,તો તરત જ ડૉક્ટરની સલાહ લો.
કરોડરજ્જુના દુખાવા માટે તમે દૂધનું સેવન કરી શકો છો. તમને જણાવી દઈએ કે દૂધમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ જોવા મળે છે, જે હાડકાંને મજબૂત કરવા ઉપરાંત દર્દથી રાહત આપે છે.
કરોડરજ્જુના દુખાવા માટે વિટામિન સીનું સેવન કરી શકાય છે.
શરીરમાં વિટામિન સીની ઉણપને કારણે હાડકામાં દુખાવો થવા લાગે છે. આવી સ્થિતિમાં તમે આમળા, દ્રાક્ષ, કેળા, સફરજન અને પાલકનું સેવન કરી શકો છો.
મેથીના દાણા ખાવાથી કરોડરજ્જુનો દુખાવો મટે છે. મેથીના દાણામાં પોટેશિયમ, વિટામિન એ, વિટામિન સી, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા ગુણો મળી આવે છે.
મસ્ટર્ડ ઓઇલ અને લસણનો ઉપયોગ કરોડરજ્જુના દુખાવા માટે કરી શકાય છે. આ બંનેને મિક્સ કરીને પેસ્ટ બનાવો અને પછી તેને અસરગ્રસ્ત જગ્યા પર લગાવો.
કરોડરજ્જુનો દુખાવો મટાડવા માટે પુષ્કળ પાણી પીવો. તમને જણાવી દઈએ કે જ્યારે શરીરમાં યુરિક એસિડની માત્રા વધારે હોય છે ત્યારે પણ કરોડરજ્જુમાં દુખાવો થવા લાગે છે.