“કોલેજનું સીલ ખોલો અથવા ઈચ્છામૃત્યુની પરવાનગી આપો”: વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી નોંધાવ્યો વિરોધ- Video

અમદાવાદના રાયપુરમાં આવેલી વિવેકાનંદ કોલેજને છેલ્લા બે મહિનાથી સીલ કરવામાં આવી છે. AMC એ BU પરમિશનના અભાવે બે મહિનાથી કોલેજને સીલ માર્યુ છે. જેના કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે. ત્યારે કોલેજનું સીલ ખોલવાની માગ સાથે વિદ્યાર્થીઓએ કોલેજ બહાર પકોડા વેચી તેમનો વિરોધ વ્યક્ત કર્યો હતો.

Follow Us:
Narendra Rathod
| Edited By: | Updated on: Jul 26, 2024 | 6:16 PM

રાજકોટના અગ્નિકાંડ બાદ રાજ્યમાં તમામ શાળા-કોલેજો, હોટેલ, રેસ્ટોરન્ટ્સ, મોલ, મલ્ટીપ્લેક્સિસ સામે ફાયર સેફ્ટીને લઈને કાર્યવાહી હાથ ધરાઈ છે. જેમા ફાયર સેફ્ટી કે બીયુ પરમિશન ન ધરાવતા એકમોને સીલ કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી અતંર્ગત અમદાવાદની રાયપુરમાં આવેલી વિવેકાનંદ કોલેજને સત્ર શરૂ થાય એ પહેલા જૂન મહિનાથી સીલ કરાઈ છે અને હાલ શૈક્ષણિક સત્ર શરૂ થયાના બે મહિના થવા છતા કોલેજનું સીલ ખોલવામાં આવ્યુ નથી. ત્યારે કોલેજના વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે. કોલેજનું સીલ ખોલવા અંગે અનેક રજૂઆત કરવા છતા AMC દ્વારા સીલ ખોલવામાં આવ્યુ નથી. ત્યારે વિદ્યાર્થીઓએ આજે કોલેજ બહાર ભજીયા તળી વિરોધ નોંધાવ્યો હતો. વિદ્યાર્થીઓનું કહેવુ છે કે છેલ્લા બે મહિનાથી તેમનો અભ્યાસ બગડી રહ્યો છે. વિદ્યાર્થીઓનુ કહેવુ છે કે અમે ભણીશુ નહીં તો એક્ઝામ્સમાં ફેલ થઈશુ તો અમારે પકોડા વેચવાનો જ વારો આવશે. જે અમે અત્યારથી જ શરૂ કરી દીધુ છે.

કોલેજનો કાયદેસર ભાગ ખોલી આપી અભ્યાસની મંજૂરી આપવાની માગ

આ અગાઉ પણ આ કોલેજના અધ્યાપકો દ્વારા વિદ્યાર્થીઓને રોડ પર બેસીને ભણાવવામાં આવતા હતા. વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે અને કદાચ તંત્રની આંખ ખૂલે અને વિદ્યાર્થીઓના હિતમાં કોલેજનું સીલ ખોલે તે માટે વિદ્યાર્થીઓને બહાર રોડ પર અધ્યાપકો અભ્યાસ કરાવતા જોવા મળ્યા હતા.જો કે કાયમી રોડ પર અભ્યાસ કરાવવો શક્ય પણ નથી. કોલેજના જ એક સ્ટાફ મેમ્બરના જણાવ્યા મુજબ વિવેકાનંદ કોલેજમાં બે માળની બીયુ પરમિશન છે, પરંતુ ત્રીજા માળે જે બાંધકામ કરવામાં આવ્યુ છે તેની બીયુ પરમિશન નથી. તેમા પણ બીયુ પરમિશન અંગેની એપ્લિકેશન દોઢ વર્ષ અગાઉ આપવામાં આવી હોવાં છતાં પણ તંત્ર દ્વારા કોઇપણ પ્રકારની કાર્યવાહી આજ દિન સુધી કરાઈ નથી. હાલ તેમની માગ છે કે કોલેજનો જેટલો ભાગ કાયદેસર છે તે ભાગ ખોલવામાં આવે તો વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે.

તંત્રની બેધારી નીતિ સામે વિદ્યાર્થીઓએ પકોડા તળી ઈચ્છામૃત્યુની કરી માગ

વિદ્યાર્થીઓની રજૂઆત છે કે તાજેતરમાં UPSCની પરીક્ષા માટે કોલેજનું સીલ ખોલવામાં આવ્યુ હતુ, જો UPSCની પરીક્ષા માટે પાંચ દિવસ કોલેજ ખોલી શકાતી હોય તો તેમના માટે કેમ નહીં. વિદ્યાર્થીઓ આક્રોશ સાથે જણાવી રહ્યા છે કે કોલેજનું સીલ ખોલો અથવા ઈચ્છામૃત્યુની પરવાનગી આપો. હાલ મહાનગરપાલિકા દ્વારા  હંગામી ધોરણે, શરતોને આધીન પ્રીપ્રાઈમરી સ્કૂલ્સ, હોટેલ અને રેસ્ટોરન્ટ્સ સહિત અન્ય એકમોને મંજૂરી આપી છે તો માત્ર આ વિવેકાનંદ કોલેજને કેમ મંજૂરી આપવામાં નથી આવી રહી તેવા વેધક સવાલ વિદ્યાર્થીઓ દ્વારા તંત્ર સામે કરાયા છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">