સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો

26 July, 2024

એક કંપનીના શેરમાં છેલ્લા એક મહિનામાં જોરદાર ગ્રોથ જોવા મળી રહ્યો છે, જે શુક્રવારે પણ 5 ટકા વધ્યો હતો.

તેના શેરમાં સતત 11મા સત્રમાં મજબૂત વધારો જોવા મળી રહ્યો છે. આજે તે 5 ટકા વધીને 97.08 રૂપિયા થઈ ગયો છે.

છેલ્લા એક મહિનામાં આ શેરમાં લગભગ 120 ટકાનો વધારો નોંધાયો છે. આ એક સરકારી કંપની છે.

હવે સ્ટોક એક્સચેન્જ BSE-NSEએ આ સરકારી કંપની પાસેથી એક સમાચાર અહેવાલ પર જવાબ માંગ્યો છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ (MTNL) ટેલિકોમ્યુનિકેશન કંપની રોકડની તંગીથી પીડાઈ રહી છે.

સરકાર આ કંપનીને $5.1 બિલિયનનું બોન્ડ બિલ ચૂકવશે. જો કે હજુ સુધી કંપની તરફથી કોઈ જવાબ મળ્યો નથી.

અગાઉ, દિલ્હી સ્થિત ટેલિકોમ કંપનીએ એક અલગ રિપોર્ટ પર સ્પષ્ટતા આપી હતી.

જેમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે સરકાર એમટીએનએલની કામગીરી BSNLને સોંપવાના વિકલ્પ પર વિચાર કરી રહી છે.

તેના પર કંપનીએ કહ્યું કે આવું કંઈ કરવામાં આવી રહ્યું નથી. કંપની પાસે આવી કોઈ નક્કર માહિતી નથી.

અહીં આપવામાં આવેલી માહિત ફક્ત આપની જાણકારી માટે છે. TV9 ગુજરાતી કોઈ પણ રોકાણ માટે પ્રોત્સાહન આપત નથી.