Ronak Varma

Ronak Varma

Author - TV9 Gujarati

ronak.varma@tv9.com

છેલ્લા 4 વર્ષથી રાજકિય અને સામાજીક વિષયોને વાચા આપતું પત્રકારત્વ તેઓ કરી રહ્યાં છે. કાયદાકીય બાબતોનું રીપોર્ટીંગ તેમને રસનો વિષય રહ્યો છે. ગુજરાતની વડી અદાલતોમાં હાથ ધરાયેલા તમામ ચર્ચાસ્પદ કેસ જેવાકે રાહુલ ગાંધી બદનક્ષી કેસ, આસારામ દુષકર્મ કેસ સહિત ગુજરાત રમખાણો મુદ્દે સચોટ રીપોર્ટીંગ કર્યું છે. આ ઉપરાંત ખેલ, સાહિત્ય, કુદરતી આપદાઓનું ફિલ્ડ રીપોર્ટીંગ કરવામાં પણ રોનક વર્મા અગ્રેસર રહ્યાં છે.

Read More
Ahmedabad Video : દાણીલીમડાનાં ગોડાઉનમાં લાગી વિકરાળ આગ, 11 ગજરાજ સહિત 18 ફાયર ફાઈટર ઘટના સ્થળે

Ahmedabad Video : દાણીલીમડાનાં ગોડાઉનમાં લાગી વિકરાળ આગ, 11 ગજરાજ સહિત 18 ફાયર ફાઈટર ઘટના સ્થળે

રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. ત્યારે આજે ફરી એક વાર આગ લાગવાની ઘટના બની છે.અમદાવાદના દાણીલીમડામાં કાપડના ગોડાઉનમાં બેકાબૂ આગ લાગી હોવાની ઘટના બની છે. કલાકોની જહેમત બાદ પણ આગ કાબૂમાં આવી નથી.

રાજકોટના TRP ગેમ ઝોનનુ ઉદ્ધાટન કરવા ગયેલા અધિકારીઓ સામે તપાસ કેમ નહીં ? હાઈકોર્ટે કરી લાલ આંખ કરી કહ્યું-15 દિવસમાંં રિપોર્ટ આપો

રાજકોટના TRP ગેમ ઝોનનુ ઉદ્ધાટન કરવા ગયેલા અધિકારીઓ સામે તપાસ કેમ નહીં ? હાઈકોર્ટે કરી લાલ આંખ કરી કહ્યું-15 દિવસમાંં રિપોર્ટ આપો

રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની સુઓમોટો રિટની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે આંખ લાલ કરી છે. ગેમ ઝોનના ઉદ્ધાટનમાં ગયેલા અધિકારીઓ સામે તપાસ કરી અહેવાલ સોંપવા નિર્દેશ કર્યો છે. જે પકડાયેલા છે તે ટાઉન પ્લાનિગના અધિકારીઓ છે મોટી માછલી કેમ નથી, તેવો સવાલ કરતા હાઈકોર્ટે શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરીને કહ્યું છે કે,SIT રિપોર્ટ આપે કે ના આપે તમે 14 દિવસમાં તપાસ કરીને રિપોર્ટ આપો.

રાજકોટમાં સર્જાયેલો અગ્નિકાંડ દુર્ઘટના નથી પરંતુ તંત્રએ સર્જેલો હત્યાકાંડ છે, SITના વચગાળાના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

રાજકોટમાં સર્જાયેલો અગ્નિકાંડ દુર્ઘટના નથી પરંતુ તંત્રએ સર્જેલો હત્યાકાંડ છે, SITના વચગાળાના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

ત્રણ વર્ષથી ગેમ ઝોન ચાલતું હોવા છતાં પણ કોઈ પગલા ન લેવાયા હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે. ટીઆરપી ગેમઝોન રહેણાંક હેતુ માટે બિન ખેતીની જમીન હોવા છતાં ત્યાં શરૂ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગેમઝોનમાં એન્ટ્રી અને એક્ઝિટ માટે માત્ર એક જ રસ્તો હતો અને તે પણ શેડમાં બાંધેલો હતો.

ગુજરાતીઓ ગરમીમાં પણ ફરવાનું ન ચૂક્યા, અમદાવાદ SVPI એરપોર્ટ પરથી બે મહિનામાં 20 લાખ મુસાફરોએ કરી યાત્રા

ગુજરાતીઓ ગરમીમાં પણ ફરવાનું ન ચૂક્યા, અમદાવાદ SVPI એરપોર્ટ પરથી બે મહિનામાં 20 લાખ મુસાફરોએ કરી યાત્રા

સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA) પર પેસેન્જર ટ્રાફિકમાં નવા બન્ચમાર્ક સ્થાપિત કરી રહ્યું છે. નાણાકીય વર્ષ (FY24) ના પ્રથમ બે મહિનામાં 20 લાખ મુસાફરોને યાત્રા સુવિધા પૂરી પાડી માઈલસ્ટોનને વટાવ્યો છે. પેસેન્જર ટ્રાફિકમાં વધારો થવાનું એક કારણ ઉનાળુ વેકેશનની સિઝન પણ છે.

AMCના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફાયર સેફટીનો અભાવ, રિયાલિટી ચેકમાં થયો ખુલાસો

AMCના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફાયર સેફટીનો અભાવ, રિયાલિટી ચેકમાં થયો ખુલાસો

અમદાવાદ શહેરમાં સરકારી નીતિ નિયમોનું પાલન કરાવવાની જેમની જવાબદારી છે, તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જ ફાયર સુવિધાનો અભાવ જોવા મળ્યો છે. ટીવી9 દ્વારા હાથ ધરાયેલા રિયાલિટી ચેક દરમિયાન નીતિ નિયમોની ખામી સામે આવી છે.

Breaking News : રાજકોટ અગ્નિકાંડ મામલે હાઈકોર્ટે સરકારની કાઢી ઝાટકણી,કહ્યુ- ‘જે મર્યા છે તે હત્યાથી ઓછું નથી’,  જુઓ-VIDEO

Breaking News : રાજકોટ અગ્નિકાંડ મામલે હાઈકોર્ટે સરકારની કાઢી ઝાટકણી,કહ્યુ- ‘જે મર્યા છે તે હત્યાથી ઓછું નથી’, જુઓ-VIDEO

અગ્નિકાંડ મામલે ગુજરાત હાઇકોર્ટ લાલઘૂમ છે. ત્યારે આ મામલે હાઈકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી છે. ગેમ ઝોનમાં થેલ અગ્નિકાંડમાં 28 લોકોના મોત થયા છે ત્યારે આ મામલે હાઈકોર્ટે કહ્યું કે તે હત્યાથી ઓછું નથી, હાઈકોર્ટે કહ્યું કે નિયમોનું પાલન કરવામાં વિભાગ નિષ્ફળ નીવડ્યું છે.

ગુજરાત હાઈકોર્ટે કહ્યું- રાજકોટનો અગ્નિકાંડ માનવસર્જિત ડિઝાસ્ટર, તમામ ગેમ ઝોનને લગતા દસ્તાવેજો અને નિયમાવલી લઈને હાજર થવા આદેશ

ગુજરાત હાઈકોર્ટે કહ્યું- રાજકોટનો અગ્નિકાંડ માનવસર્જિત ડિઝાસ્ટર, તમામ ગેમ ઝોનને લગતા દસ્તાવેજો અને નિયમાવલી લઈને હાજર થવા આદેશ

ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ અને ફાયર Pilનાં કોર્ટ મિત્ર અમિત પંચાલે કોર્ટમાં રજૂઆત કરી હતી. રાજકોટના ગેમ ઝોનમાં આગ લાગી, અનેકના મોત થયા, સ્થિતિ એવી સર્જાઈ કે, કોઈના મૃતદેહ પણ ઓળખી શકાય તેવી હાલતમાં નહોતા. અગાઉ ગુજરાત હાઈકોર્ટે ફાયર NOC મામલે હુકમ કર્યા છે. પરંતુ તેનું પાલન નથી કરવામાં આવી રહ્યું.

ગુજરાત પર તોળાઈ રહ્યું છે વાવાઝોડાનું સંકટ ! આ જિલ્લાઓમાં ભારે પવન સાથે માવઠાની આગાહી, જુઓ Video

ગુજરાત પર તોળાઈ રહ્યું છે વાવાઝોડાનું સંકટ ! આ જિલ્લાઓમાં ભારે પવન સાથે માવઠાની આગાહી, જુઓ Video

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 4 દિવસ હીટવેવની આગાહી કરી છે. ત્યાં હવામાન વિભાગની વધુ એક આગાહી અનુસાર ગુજરાત પર વધુ એક સંકટ તોળાઈ રહ્યું છે. બંગાળની ખાડીમાં વાવાઝોડાના એંધાણ છે. જેની અસર ગુજરાત પર થઈ શકે છે.

વટવામાં પ્રદૂષણ માફિયા સામે GPCBની લાલ આંખ, કેમિકલ વેસ્ટના નિકાલ માટે બારોબાર પાઈપલાઈન ખોદી નાખતા ફટકાર્યો 25 લાખનો દંડ- Video

વટવામાં પ્રદૂષણ માફિયા સામે GPCBની લાલ આંખ, કેમિકલ વેસ્ટના નિકાલ માટે બારોબાર પાઈપલાઈન ખોદી નાખતા ફટકાર્યો 25 લાખનો દંડ- Video

અમદાવાદમાં વટવા GIDC વિસ્તારમાં પ્રદૂષણ માફિયા બેફામ બન્યા છે. કેમિકલ વેસ્ટના નિકાલ માટે બારોબાર દોઢ કિલોમીટરની કોઈની પણ પરવાનગી કે મંજૂરી મેળવ્યા વિના દોઢ કિલોમીટરની પાઈપલાઈન ખોદી નાખતા GPCBએ 25 લાખનો દંડ ફટકાર્યો છે.

અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્શિયલ બિલ્ડિંગમાં લાગી આગ, લિફ્ટમાં ફસાયેલા 25 લોકોનું કરાયુ રેસક્યુ – Video

અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્શિયલ બિલ્ડિંગમાં લાગી આગ, લિફ્ટમાં ફસાયેલા 25 લોકોનું કરાયુ રેસક્યુ – Video

અમદાવાદમાં પ્રહલાદનગર વિસ્તારમાં આવેલી કોમર્શિયલ બિલ્ડિંગમાં અચાનક આગ લાગી હતી. ફાયર બ્રિગેડ દ્વારા 65 લોકોનુ રેસક્યુ કરવામાં આવ્યુ છે. જો કે હજુ 25 લોકો લિફ્ટમાં ફસાયા હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે.

Gujarat Rain Forecast : ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી, આગામી 7 દિવસ આ જિલ્લાઓમાં પડશે વરસાદ

Gujarat Rain Forecast : ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી, આગામી 7 દિવસ આ જિલ્લાઓમાં પડશે વરસાદ

હવામાન વિભાગે વરસાદને લઈને મોટી આગાહી કરી છે. આજથી આગામી સાત દિવસ સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આવતીકાલથી વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી કરી છે.

GSEB Result: ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર, અહીં જાણો સંપૂર્ણ વિગત, જુઓ વીડિયો

GSEB Result: ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર, અહીં જાણો સંપૂર્ણ વિગત, જુઓ વીડિયો

ધોરણ-12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના પરિણામની જાહેરાત થશે. સવારે 9 કલાકે શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર પરિણામ મૂકાશે. ગુજસેટનું પરિણામ પણ આવતીકાલે આવશે. મહત્વનું છે કે વિદ્યાર્થીઓ વોટ્સએપ પર પરિણામ મેળવી શકશે.

g clip-path="url(#clip0_868_265)">