AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચાઇના થી ચા ની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો નાના લોકો સુધી પહોંચ્યો

અમદાવાદ સાયબર ક્રાઇમમાં થોડા સમય પહેલા દસ લાખ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદના આધારે સાયબર ક્રાઇમ એ તપાસ કરી ત્રણ આરોપીઓની રાજસ્થાનથી ધરપકડ કરી છે. જેની પૂછપરછમાં સમગ્ર હકીકત સામે આવતા ખુદ પોલીસ પણ ચોકી ઉઠી હતી.

ચાઇના થી ચા ની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો નાના લોકો સુધી પહોંચ્યો
સાયબર માયાજાળ
Harin Matravadia
| Edited By: | Updated on: Jul 26, 2024 | 6:43 PM
Share

ચાઈનીઝ સાયબર ગાંઠિયાઓ દ્વારા હવે ભારતને બરબાદ કરવા માટે નવા નવા રસ્તાઓ શોધી લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે. ચાઈનીઝ લોકો હવે સાયબર ફ્રોડમાં ભારતીય નાગરિકોનો ઉપયોગ કરી લાખો કરોડો રૂપિયાની છેતરપિંડી કરી રહ્યા છે. સાયબર ગઠિયાઓનું આ નેટવર્ક હવે ચાની કીટલીઓ સુધી પણ પહોંચી ગયું છે. સામાન્ય વ્યક્તિ પણ ગરીબ લોકો સાથે છેતરપિંડી કરી ચાઈનીઝ સાયબર ગઠિયાઓને સીધી કે આડકતરી રીતે મદદ કરી રહ્યા છે ગંભીર બાબત માની શકાય.

અત્યાર સુધી સાયબર ક્રાઇમમાં અનેક ફરિયાદો તેમજ અનેક અવનવા કિસ્સાઓ સામે આવ્યા છે કે જેમાં અલગ અલગ માધ્યમોથી લોકો સાથે છેતરપિંડી કરી તેમની પાસેથી રૂપિયા પડાવવામાં આવે છે જોકે મોટાભાગના કિસ્સાઓની તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે ચાઈનીઝ લોકો ભારતીય નાગરિકોનો ઉપયોગ કરી લોકો પાસેથી લાખો રૂપિયા પડાવી રહ્યા છે અમદાવાદ સાઇબર ક્રાઇમમાં નોંધાયેલી એક ફરિયાદની તપાસમાં હવે આ નેટવર્ક છે વાળાના લોકો સુધી પહોંચી ગયા હોવાનું પણ સામે આવ્યું છે.

શું હતી મોડસ ઓપરેનડી? જાણો

આ ત્રણેય આરોપીઓ ફરિયાદીને ફોન કરી પોતાની નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના અધિકારી તરીકેની ખોટી ઓળખ આપતા હતા અને ફરિયાદીને કહેતા હતા કે ફેડેક્સ કુરિયરમાં મુંબઈથી ઈરાન મોકલેલા પાર્સલમાં પાંચ કિલો કપડાં, લેપટોપ, પેન ડ્રાઈવ તેમજ ડ્રગ્સ સહિતની વસ્તુઓ છે. જે પાર્સલનું પેમેન્ટ તમારા ડેબિટ કાર્ડ થી કરવામાં આવ્યું છે, જે મામલે તમારી ધરપકડ થઈ શકે છે. એનસીબીના અધિકારી તરીકે ઓળખ આપી ફરિયાદીને તેનું એકાઉન્ટ મની લોંડરિંગ કેસમાં ઉપયોગ થયો છે તેવી વિગતો આપતા હતા.

જે બાદ ફરિયાદીના એકાઉન્ટની માહિતી માંગવામાં આવતી હતી અને ડેબિટ કાર્ડની પણ વિગતો મેળવવામાં આવતી હતી, તો બીજી તરફ ફરિયાદીને સ્કાઈપ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવામાં આવતી હતી અને જેમાં વીડિયો કોલ કરી ફરિયાદી તેમના મોબાઇલ માંથી જે પણ બેંકને લગતી પ્રોસેસ કરે છે તેની માહિતી સાયબર ગઠિયાઓ મેળવી લેતા હતા. જેમાંથી ફરિયાદીના પીન નંબર તેમજ અન્ય જરૂરી માહિતી મેળવી લીધી હતી. જે બાદ ફરિયાદીને જાણ ન થાય તે મુજબ તેમના એકાઉન્ટમાંથી દસ લાખ રૂપિયાની પ્રી એપ્રુવડ લોન મંજૂર કરાવી હતી અને તે ફરિયાદી પાસેથી પોતાના બેન્ક એકાઉન્ટમાં મેળવી દસ લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી.

બિકાનેરના ત્રણ આરોપીઓની ધરપકડ

ફેડેક્સ કુરિયરમાં મુંબઈ થી ઈરાન મોકલેલા પાર્સલમાં ડ્રગ્સ હોવાનું કહી અને એનસીબી ડિપાર્ટમેન્ટના અધિકારી તરીકે ખોટી ઓળખ આપી દસ લાખ જેટલી રકમની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ અમદાવાદ સાયબર ક્રાઇમમાં નોંધાઈ હતી. જેના આધારે સાયબર ક્રાઇમની ટીમ દ્વારા રાજસ્થાનના બિકાનેરના ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. સાઇબર ક્રાઇમ ઇન્દ્રજીત પવાર, રાહુલ ગેહલોત અને કૈલાશ કુકણા નામના આરોપીઓની ધરપકડ કરી છે. ત્રણેય આરોપીઓ અગાઉના ગુનામાં જેલમાં હોવાથી સાહેબ દ્વારા ટ્રાન્સફર વોરંટ થી તેમની ધરપકડ કરી અમદાવાદ લાવવામાં આવ્યા હતા.

ચા ની કીટલી થી ચલાવતા હતા નેટવર્ક

ત્રણેય એરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું કે મુખ્ય આરોપી ઇન્દ્રજીત પવાર રાજસ્થાનના બિકાનેરમાં ચા ની કીટલી ચલાવે છે. તેના ત્યાં જે ગરીબ લોકો ચા પીવા આવતા હોય તેમને પાંચથી આઠ હજાર રૂપિયા આપી તેમની પાસેથી નવું બેન્ક એકાઉન્ટ ખોલાવતો. તેનો ઉપયોગ સાયબર ફ્રોડ માટે તે કરે છે. આરોપી ઇન્દ્રજીત પવાર અલગ અલગ લોકોને કમિશનની લાલચ આપી તેમનાં બેન્ક એકાઉન્ટની ખરીદી કરી તે એકાઉન્ટ હોલ્ડરની સહીઓ વાળી ચેકબુક, પાસબુક, એટીએમ કાર્ડ આ ઉપરાંત સીમકાર્ડ પણ મેળવી લેતો હતો. જે તમામ વસ્તુઓ તે બીજા આરોપી રાહુલ ગેહલોતને આપતો હતો.

રાહુલ ગેહલોત એક એપ્લિકેશનના માધ્યમથી જેક અને બેર્ટ નામના ચાઈનીઝ વ્યક્તિઓના સંપર્કમાં હતો. જે તમામ વિગતો ચાઈનીઝ વ્યક્તિઓને આપતો હતો. આ તમામ એકાઉન્ટમાં ચાઈનીઝ વ્યક્તિઓ ફેડેક્સ કુરિયરમાં ડ્રગ હોવાનું કહી એનડીપીએસ નો કેસ કરવાનો ડર બતાવી તેમજ શેર માર્કેટમાં વધુ લાભ કમાવી આપવાની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી કરતા હતા. તે છેતરપિંડીના નાણાં આરોપી ઇન્દ્રજીત પવાર દ્વારા મેળવવામાં આવેલા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેતા હતા. જે બાદ તે એકાઉન્ટમાંથી એકાઉન્ટ હોલ્ડરોની સહી કરેલા ચેક બેન્કમાં લઈ જઈ આરોપી કૈલાશ કુકણા બેંકમાંથી નાણા ઉપાડી લેતો હતો.

ત્રણેય આરોપીઓ જેલમાં જ હતા

અમદાવાદ સાયબર ક્રાઈમ દ્વારા પકડેલા ત્રણેય આરોપીઓ વિરુદ્ધ અગાઉ ફરીદાબાદ સાઇબર ક્રાઇમ તેમજ સ્પેશિયલ સેલ, દિલ્હી ખાતે સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાઈ ચૂકી છે, જે મામલે હાલ ત્રણેય આરોપીઓ જેલમાં સજા ભોગી રહ્યા છે. ફરીદાબાદ પોલીસ દ્વારા ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી.

તેમની પાસેથી 95 જેટલા જીઓ કંપનીના સીમકાર્ડ, 65 જેટલી અલગ અલગ બેંકોની ચેકબુક, 61 જેટલા અલગ અલગ બેંકના એટીએમ કાર્ડ સહિત નવ લાખથી વધુ રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો. જોકે હવે અમદાવાદ સાયબર ક્રાઈમ દ્વારા ત્રણેય આરોપીઓની વધુ પૂછપરછ કરી અન્ય કોઈ વ્યક્તિ સાથે છેતરપિંડી કરી છે કે કેમ અથવા તો આ સાયબર ગેગમાં વધુ કોઈ સભ્ય સામેલ છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: ચાંદીપુરાને લઈ અરવલ્લી અને સાબરકાંઠાની મુલાકાતે પહોંચી કેન્દ્રીય ટીમ, નિષ્ણાંતો દ્વારા રુબરુ નિરીક્ષણ કરાયું, જુઓ વીડિયો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">