AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટેબલ ટેનિસના ટેબલ જેટલી ઉંચાઈ ન હતી ત્યારે માનવે રેકેટ હાથમાં લીધું, હવે પેરિસ ઓલિમ્પિકમાં ભારતનું નામ રોશન કરશે

આજે આપણે એક એવા ટેબલ ટેનિસ ખેલાડી વિશે વાત કરીશું. જેની પાસે પેરિસ ઓલિમ્પિકમાં ભારતને મેડલ અપાવવાની સૌ કોઈની આશા છે. તો આજે માનવ ઠક્કરના પરિવાર તેમજ તેના ટેબલ ટેનિસ કરિયર વિશે વાત કરીએ.

| Updated on: Jul 26, 2024 | 9:13 AM
Share
માનવ ઠક્કર, જેમણે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે મેડલો જીત્યા છે, વિકાસ ઠક્કર અને આયુર્વેદિક ડૉક્ટર કલ્પના ઠક્કરનો પુત્ર છે. તે માત્ર છ વર્ષનો હતો ત્યારે તાલીમ લેવાનું શરૂ કર્યું હતુ.

1 / 14
પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લેનાર માનવનું આખું નામ માનવ વિકાસ ઠક્કર છે, તેના પિતાનું નામ વિકાસ અને માતાનું નામ કલ્પના છે. તો આજે આપણે માનવ ઠક્કરના પરિવાર વિશે વાત કરીશું.

2 / 14
ગુજરાતનો યુવા ટેબલ ટેનિસ ખેલાડી માનવ ઠક્કર પાસે પેરિસ ઓલિમ્પિકમાં ચાહકો મેડલની આશા રાખી રહ્યા છે. તો ચાલો જાણીએ માનવના કરિયર અને પરિવાર વિશે.

3 / 14
માનવ ઠક્કર એક ભારતીય ટેબલ-ટેનિસ ખેલાડી છે, જેને OGQ (Olympic Gold Quest)દ્વારા સમર્થન મળ્યું છે. તે 2018 એશિયન ગેમ્સમાં ભારત માટે ભારતીય ટીમનો ભાગ હતો.

4 / 14
માનવ ઠક્કરના સોશિયલ મીડિયા પર તેના બાળપણના ફોટો છે. જેનાથી જોઈ શકાય કે, માનવે નાનપણથી જ હાથમાં રેકેટ પકડી લીધું હતુ. આજે આ મહેનત તેને પેરિસ ઓલિમ્પિક સુધી પહોંચાડ્યો છે.

5 / 14
 માનવ ઠક્કરનો જન્મ ગુજરાતના રાજકોટમાં થયો હતો. મે 2020 સુધીમાં, ઠક્કર ITTF વર્લ્ડ અંડર-21 પુરૂષ સિંગલ્સ રેન્કિંગમાં નંબર 1 સ્થાન ધરાવે છે.

6 / 14
જ્યારે ગુજરાતના માનવ ઠક્કરે 2005માં પહેલીવાર ટેબલ ટેનિસનું રેકેટ ઉપાડ્યું ત્યારે તે માંડ 6 વર્ષનો હતો. અને તેની ઊંચાઈ ટેબલ જેટલી પણ ન હતી. તેમ છતાં, તેણે સુરતની સુફૈઝ એકેડેમીમાં પ્રવેશ મેળવ્યો હતો,

7 / 14
ગુજરાતના ટેબલ ટેનિસ ખેલાડી હરમીત દેસાઈ અને માનવ ઠક્કર ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે, ત્યારે તેના ચાહકો ખુબ જ ખુશ છે.તમને જણાવી દઈએ કે, માનવ નાની ઉંમરે જ સ્ટેટ ચેમ્પિયન બન્યો હતો.

8 / 14
ગુજરાતના યુવા ટેબલ ટેનિસ ખેલાડી માનવ ઠક્કર ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશન (આઇટીટીએફ)માં ટોપ રેન્ક મેળવી ચૂક્યો છે. આ સિદ્ધિ મેળવનાર માનવ ઠક્કર પ્રથમ ભારતીય બન્યો હતો.

9 / 14
માનવ ઠક્કર કહી ચૂક્યા છે, કે, કોરોના લોકડાઉનનો પણ તેને મહત્વનો ફાયદો ઉઠાવ્યો છે. આ દરમિયાન પણ તે ટેબલ ટેનિસનો પ્રેક્ટિસ કરતો રહેતો હતો.

10 / 14
ગુજરાતના સુરત શહેરના માનવ ઠક્કરે 2017ની સર્બિયન જૂનિયર કેડેટ ઓપનમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જેમાં તેણે ઉત્કૃષ્ઠ દેખાવ કરીને ફાઇનલ સુધીની સફર કરી હતી.

11 / 14
તેણે છેલ્લા કેટલાક સમયથી ટેબલ ટેનિસની રમતમાં વિવિધ સ્તરે મેડલ્સ જીત્યા છે. તેની નજર હવે પેરિસ ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરીને મેડલ્સ જીતવા પર છે.

12 / 14
માનવ ઠક્કરની સફળતા પાછળ તેના માતા-પિતાનો પણ ખુબ જ મહત્વનો ફાળો રહ્યો છે. જેમણે માનવ ઠક્કરને ટેબલ ટેનિસ રમવા માટે ખુબ જ સપોર્ટ કર્યો હતો.

13 / 14
આજે દિકરો પેરિસ ઓલિમ્પિકમાં રમવા માટે પહોંચ્યો છે, ત્યારે તેના પરિવારજનો ચાહકો અને માતા પિતા ખુબ જ ખુશ છે. સૌ કોઈ આશા કરી રહ્યા છે કે, માનવ ઓલિમ્પિકના પોડિયમમાં ઉભી રહી ભારતનો ધ્વજ લેહરાવી અને  દેશ સહિત ગુજરાતનું નામ રોશન કરે.

14 / 14
g clip-path="url(#clip0_868_265)">