Paris 2024 Olympics માં ભાગ લઈ રહેલા ગુજરાતી ખેલાડીઓને, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે શુભકામના પાઠવી, જુઓ વીડિયો
પેરિસ ઓલિમ્પિક 2024 માં ભાગ લઈ રહેલા ગુજરાતના ત્રણ ખેલાડીઓ હરમીત દેસાઈ, માનવ ઠક્કર અને ઈલાવેનીલ વાલારિવાનને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે શુભકામના પાઠવી છે.
પરિસ ઓલિમ્પિકની શરુઆત 25 જુલાઈથી થઈ ચૂકી છે, 26 જુલાઈ એટલે કે, આજે પેરિસ ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમની છે. 27 જુલાઈથી ભારતીય ટીમની કેટલીક ઈવેન્ટ શરુ થશે. પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતની શરૂઆત ઘણી સારી રહી છે. તીરંદાજીમાં બંને ભારતીય ટીમો પુરુષ અને મહિલાએ સીધી ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. તે જ સમયે, એક ટીમનો મેડલ લગભગ પાકો માનવામાં આવે છે.
ત્રણેય ખેલાડીઓ પાસે ચાહકોને મેડલની આશા
પેરિસ ઓલિમ્પિકમાં ભારતના 111 એથલિટની ટીમ 16 રમતમાં રમતી જોવા મળશે. ભારતે પેરિસ ઓલિમ્પિકમાં 117 સભ્યોની ટીમ મોકલી છે. જેમાં એથ્લેટિક્સના 29, શૂટિંગના 21 અને હોકીના 19 ખેલાડીઓનો સમાવેશ થાય છે. આ 69 ખેલાડીઓમાંથી 40 પ્રથમ વખત ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે. પેરિસ ઓલિમ્પિકમાં ગુજરાતના 3 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે.જેમાં હરમીત દેસાઈ, માનવ ઠક્કર અને ઈલા વેનીલા વાલારિવાન રમતા જોવા મળશે. આ ત્રણેય ખેલાડીઓ પાસે ચાહકોને મેડલની આશા છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ખેલાડીઓને પાઠવી શુભેચ્છા
ગુજરાતના બે ટેબલ ટેનિસ ખેલાડી ઓલિમ્પિકમાં ભાગ લેશે.તમને જણાવી દઈએ કે, હરમીત દેસાઈ સુરતનો રહેવાસી છે, તો માનવ ઠક્કર રાજકોટનો રહેવાસી છે.ઇલા વેનીલ વાલારિવાન પણ ઓલિમ્પિકમાં ભાગ લેશે. તો શૂટિંગની ઈવેન્ટમાં તમિલનાડુમાં જન્મેલી અને અમદાવાદમાં પરિવાર સાથે રહેતી ઇલા વેનીલ વાલારિવાન જોવા મળશે, જેને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પેરિસ ઓલિમ્પિક 2024 માં ભાગ લઈ રહેલા ગુજરાતના 3 પ્રતિભા સંપન્ન ખેલાડીઓ હરમીત દેસાઈ, માનવ ઠક્કર અને ઇલા વેનીલ વાલારિવાન સહિત સૌ ભારતીય ખેલાડીઓને સમગ્ર ગુજરાત વતી જ્વલંત સફળતાની શુભેચ્છાઓ પાઠવી છે.
ઓપનિંગ સેરેમની પહેલા તોડફોડ
તમને જણાવી દઈએ કે,પેરિસ ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમનીમાં કલાકો પહેલા જ ફ્રાન્સની રેલ સેવાઓ ખોરવાઈ ગઈ છે. ફ્રાન્સના રાષ્ટ્રીય રેલ ઓપરેટર SNCF એ માહિતી આપી છે કે તેના હાઇ-સ્પીડ રેલ નેટવર્કમાં તોડફોડની ઘણી ઘટનાઓ બની હતી, જેના કારણે ટ્રેન સેવાઓ ખોરવાઈ ગઈ હતી.એનસીએફના ચીફ એક્ઝિક્યુટિવ જીન-પિયરે કહ્યું છે કે અંદાજે 8 લાખ મુસાફરો આનાથી પ્રભાવિત થયા છે.