રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે

26 July, 2024

નવી રજૂ કરવામાં આવેલી વંદે ભારત ટ્રેનો નારંગી રંગની હશે. આનું ઉત્પાદન ઈન્ટિગ્રેટેડ કોચ ફેક્ટરી (ICF) દ્વારા કરવામાં આવ્યું છે.

આ પાંચ વંદે ભારત ટ્રેનો, જે ઈન્ટીગ્રેટેડ કોચ ફેક્ટરીથી દોડશે, દરેકમાં 16 કોચ હશે.

ઈન્ટિગ્રેટેડ કોચ ફેક્ટરી (ICF)ના એક અધિકારીના જણાવ્યા અનુસાર, 20 અને 24 કોચવાળી વંદે ભારત ટ્રેન પણ ટૂંક સમયમાં બનાવવામાં આવશે.

તેના રૂટ વિશે વાત કરીએ તો હજુ સુધી તે નક્કી કરવામાં આવ્યું નથી. રેલવે બોર્ડ આ અંગે ટૂંક સમયમાં નિર્ણય લેશે.

દેશના મોટાભાગના રાજ્યોમાં લગભગ 80 વંદે ભારત ટ્રેનો દોડી રહી છે. ધીમે ધીમે તેમની સંખ્યા વધી રહી છે.

વંદે ભારત ટ્રેનોની સ્પીડ 180 કિમી પ્રતિ કલાક છે, પરંતુ તેને 150 થી 160 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડાવવામાં આવી રહી છે.