AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Silver Price: સોના ચાંદીના ભાવમાં મોટો કડાકો, ભાવ ઘટીને થયા આટલા, જાણો

ભારતીય બજારમાં ગુરુવારે સોનાના ભાવમાં ત્રીજા દિવસે પણ ઘટાડો જોવા મળ્યો અને 1,000 રૂપિયા ઘટીને 70,650 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો હતો. ઓલ ઈન્ડિયા બુલિયન એસોસિએશનના જણાવ્યા અનુસાર છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સોનું 71,650 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.

| Updated on: Jul 25, 2024 | 9:55 PM
Share
રાષ્ટ્રીય રાજધાનીમાં ત્રીજા દિવસે પણ ઘટાડો ચાલુ રહ્યો હતો કારણ કે 99.9 ટકા અને 99.5 ટકા શુદ્ધતાનું સોનું અનુક્રમે રૂપિયા 1,000 ઘટીને રૂપિયા 70,650 પ્રતિ 10 ગ્રામ અને રૂ. 70,300 પ્રતિ 10 ગ્રામ થયું હતું.

1 / 5
ચાંદીનો ભાવ પણ રૂપિયા 3,500 ઘટીને રૂ.84,000 પ્રતિ કિલો પર આવી ગયો હતો. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં તે રૂપિયા 87,500 પ્રતિ કિલોના સ્તરે બંધ રહ્યો હતો.

2 / 5
23 જુલાઈથી છેલ્લા ત્રણ ટ્રેડિંગ સેશનમાં કીમતી ધાતુમાં પ્રતિ 10 ગ્રામ રૂપિયા 5,000નો ઘટાડો થયો છે. 23 જુલાઈના રોજ, તે રૂપિયા 3,350 ઘટીને રૂ. 72,300 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો, જે આ વર્ષનો સૌથી મોટો ઘટાડો છે.

3 / 5
સરકારે મંગળવારે સોના અને ચાંદી સહિત અનેક ઉત્પાદનો પર કસ્ટમ ડ્યુટી ઘટાડવાનો નિર્ણય કર્યો છે. સોના અને ચાંદી પરની કસ્ટમ ડ્યુટી 15 ટકાથી ઘટાડીને છ ટકા કરવામાં આવી છે. ટ્રેડર્સે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય બજારોમાં નબળા વલણ વચ્ચે સ્થાનિક જ્વેલર્સ દ્વારા વેચાણ ચાલુ રાખવાથી સોનાના ભાવમાં ઘટાડો થયો છે.

4 / 5
આંતરરાષ્ટ્રીય બજારમાં કોમેક્સ પર સોનાની કિંમત ઔંસ દીઠ 42.20 ડોલર ઘટીને 2,421.80 ડોલર પ્રતિ ઔંસ થઈ હતી. આ સિવાય ન્યૂયોર્કમાં ચાંદી પણ 28.04 ડોલર પ્રતિ ઔંસ પર બંધ થઈ હતી.

5 / 5
g clip-path="url(#clip0_868_265)">