માયાનગરી મુંબઈ બાદ હવે દિલવાલોની દિલ્હી પણ થઈ જળમગ્ન, કનોટ પ્લેસ, મોતબાગ સહિતના અનેક વિસ્તારોમાં જળબંબાકાર- જુઓ Video

મહારાષ્ટ્ર અને ગુજરાતને બરાબર ઘમરોળ્યા બાદ હવે મેઘરાજાએ રાજધાની દિલ્હીને ઘમરોળી છે અને અનરાધાર વરસાદને કારણે રાજધાની પાણી પાણી થઈ ગઈ છે. બીજી તરફ પૂણેમાં પણ આફત સ્વરૂપે ધોધમાર વરસાદ વરસતા પૂરની સ્થિતિ સર્જાઈ છે.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2024 | 6:39 PM

ગઇ કાલે માયાનગરી મુંબઇ અને આજે રાજધાની દિલ્લીના હાલ બેહાલ થયા છે. મુશળધાર વરસેલા વરસાદમાં સમગ્ર દિલ્હી જળમગ્ન બની છે. મુશળધાર વરસાદે રાજધાનીના હાલ બેહાલ કરી નાંખ્યા છે. દિલ્લીમાં વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો અને જોતજોતામાં દિલ્લીના અનેક વિસ્તારો જળમગ્ન બની ગયા. દિલ્લીના કોનોટ પ્લેસ,મોતીબાગ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયો. જેના કારણે મુખ્ય રસ્તાઓ જાણે કે બેટમાં ફેરવાઇ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. રિંગ રોડ પર પાણીનો એવો પ્રહાર જોવા મળ્યો કે જાણે કે રિંગ રોડ પર કોઇ નહેર વહેતી હોય.

દિલ્લીના શાંતિપથ પર પણ મોટા પાયે પાણી ભરાયા. વરસાદને કારણે સવારે નોકરી-ધંધા પર જતા લોકો તેમજ શાળા-કોલેજમાં જતા વિદ્યાર્થીઓને ભારે હાલાકી વેઠવી પડી. હવામાન વિભાગે દિલ્લીમાં વરસાદને લઇને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.જો કે જે રીતે ધોધમાર વરસાદ પડી રહ્યો છે તે જોતા હજુ પણ વરસાદની તીવ્રતા વધી શકે છે. દિલ્લીમાં જે વિસ્તારોમાં પાણી ભરાયા છે તે વિસ્તારોમાં ન જવા તંત્રએ લોકોને અપીલ કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ભારે વરસાદને કારણે મુખ્ય માર્ગો તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પર હજુ પણ પાણીનો ભરાવો થઇ શકે છે. જેને લઇને કેટલાક અંડરપાસ બંધ રહી શકે છે. ભારે વરસાદને કારણે વિઝિબિલિટીમાં પણ ઘટાડો થઇ શકે છે.

બીજી તરફ અનરાધાર વરસાદને કારણે પૂણે શહેર પાણી પાણી થઇ ગયું છે. પૂણેમાં 24 કલાકમાં જ 114 મિમિ એટલે કે અંદાજે 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. જે છેલ્લા 66 વર્ષમાં એક દિવસમાં પડેલો ત્રીજો સૌથી વધુ વરસાદ હતો. અગાઉ 1958માં 24 કલાકમાં 5.5 ઇંચ અને 1967માં 5.25 ઇંચ વરસાદ નોંધાયો હતો. પૂણેમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદને કારણે લોકો પાણીનો ભરાવો, ભૂસ્ખલન અને પૂર જેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. પૂણેના અનેક વિસ્તારો અને સોસાયટી જળમગ્ન બની. સ્થિતિ એટલી કથળી ગઇ છે કે તંત્રએ લોકોને ખૂબ જ જરૂરી કામ હોય ત્યારે જ બહાર નીકળવા તાકીદ કરી છે. પૂણે ઉપરાંત પિંપરી ચિંચવાડ અને જિલ્લાના પશ્ચિમ વિસ્તારોમાં શાળાઓમાં રજા પણ જાહેર કરાઇ છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

મહારાષ્ટ્રના પૂણે ઉપરાંત અનેક જિલ્લાઓમાં પણ ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. મહારાષ્ટ્રમાં મુંબઈ, થાણે, રાયગઢ, પાલઘર, રત્નાગિરી, સિંધુદુર્ગ, સાતારા અને સાંગલી સહિત કુલ 18 સ્થળોએ NDRF અને SDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં ફાયર બ્રિગેડ અને ટાસ્ક ફોર્સ પણ તૈનાત કરવામાં આવી છે.

 દેશના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">