તુર્કીમાં ભૂકંપની તબાહીમાં ભૂતપૂર્વ ફૂટબોલર ગુમ, પરિવાર ચિંતિત

TV9 GUJARATI

|

Updated on: Feb 07, 2023 | 1:06 PM

તુર્કીમાં આવેલા તીવ્ર ભૂકંપ બાદ ત્યાંના અનેક શહેરોમાં તબાહીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ભૂકંપમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે

તુર્કીમાં આવેલા ભયાનક ભૂકંપે ઘણા લોકોના પરિવાર છીનવી લીધા.  કેટલાક એવા છે જેમને તેમના નજીકના અને પ્રિયજનો વિશે કોઈ સારા સમાચાર મળી રહ્યા નથી. આ ભૂકંપમાં ચેલ્સીનો ભૂતપૂર્વ ખેલાડી ક્રિશ્ચિયન અત્સુ પણ ગુમ થયો છે.

1 / 5
ઘાનાનો આ સ્ટાર ખેલાડી તુર્કીમાં જ હતો. જ્યારે પહેલો ભૂકંપ આવ્યો ત્યારે તે બિલ્ડિંગના નવમા માળે હતો. તેની ટીમના ઘણા ખેલાડીઓ બચી ગયા હતા. શરૂઆતમાં એવું કહેવામાં આવ્યું હતું કે અત્સુને પણ બચાવી લેવામાં આવ્યો હતો પરંતુ તેના પરિવારના સભ્યો આ દાવાને સ્વીકારવાનો ઈન્કાર કરી રહ્યા છે.

2 / 5
અત્સુના ટીમ મેનેજર મુસ્તફા ઓઝત અને સાથી ખેલાડી કેરીમ એલિસીએ તેમની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું કે અત્સુ ગુમ છે. તેમની પાસે તેમના આ ખેલાડી વિશે કોઈ માહિતી નથી. અત્સુ સિવાય, ટીમના ખેલાડી ટેનર સવુત વિશે કંઈ જાણી શકાયું નથી.

3 / 5
અત્સુ અને તેની પત્ની મેરી ક્લેરને ત્રણ બાળકો છે. તે ગયા વર્ષે જ તુર્કી ક્લબ હેતસપુર સાથે જોડાયો હતો. આ પહેલા આ ખેલાડીએ વર્ષ 2013માં ચેલ્સી સાથે 34 કરોડ રૂપિયામાં કરાર કર્યો હતો પરંતુ તે ક્યારેય તેમના તરફથી રમી શક્યો નહોતો.

4 / 5
તુર્કીમાં સોમવારે એક પછી એક બે ભૂકંપના આંચકા આવ્યા હતા, જેની અસર દેશના ઘણા શહેરોમાં જોવા મળી હતી. સોમવારે રાત સુધીમાં મૃત્યુઆંક 3700 પર પહોંચી ગયો હતો. પહેલો ભૂકંપ સવારે ચાર વાગ્યે આવ્યો જ્યારે મોટાભાગના લોકો ઊંઘી રહ્યા હતા.

5 / 5

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati