વરસાદી સિઝનમા AC શરૂ કરાય કે ના કરાય? જાણી લો સાચો જવાબ
વરસાદી સિઝનમાં લોકોના મનમાં મૂંઝવણ હોય છે કે AC ચલાવવુ જોઈએ કે નહીં. આવો જાણીએ આ સવાલનો જવાબ

હાલ ચોમાસુ ચાલી રહ્યુ છે અને દેશના અનેક રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે તાપમાનમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.

વરસાદી સિઝનમાં લોકોના મનમાં મૂંઝવણ હોય છે કે AC ચલાવવુ જોઈએ કે નહીં. આવો જાણીએ આ સવાલનો જવાબ

વરસાદી સિઝનમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી જાય છે. જેના કારણે લોકોને ગરમી અને પરસેવો પણ થાય છે. આવી સ્થિતિમાં AC ચલાવવુ જોઈએ.

AC ના આઉટડોર યુનિટને દરેક ઋતુનો સામનો કરી શકે તે રીતે જ તૈયાર કરવામાં આવે છે. જેના કારણે તમે AC ને કોઈપણ ઋતુમાં ચાલુ કરી શકો છે.

વરસાદી સિઝનમાં AC માં ડ્રાય મોડ નો ઉપયોગ કરવો જોઈએ. તેના કારણે સારુ કુલિંગ મળે છે અને વીજળી બિલ પણ ઓછુ આવે છે.


વીજળીની ગટગટાડી વચ્ચે: જ્યારે આકાશમાં વીજળીના ચમકારા થઈ રહ્યા હોય અને આંધી- તોફાન જેવી સ્થિતિ હોય તો AC બંધ રાખવુ જોઈએ. પાવર ફ્લ્ક્યુએશન કે વીજળી પડવાથી સર્કિટ બોર્ડ સળગી શકે છે અને AC ખરાબ થઈ શકે છે.

જો AC નું આઉટડોર યુનિટ જમીન પર રાખ્યુ હોય તો વરસાદને કારણે તેની આસપાસ પાણી જમા થઈ જાય છે. આવી પરિસ્થિતિમાં AC ન ચલાવવુ જોઈએ.

AC યુનિટમાં લાગેલ વાયર ક્યાંયથી કપાયેલ હોય અને તેના પર લગાવેલી ટેપ નીકળી ગઈ હોય તેવી સ્થિતિમાં AC નો ઉપયોગ ન કરવો જોઈએ.
Tips & Tricks: જો તમારો ફોન પાણીમાં પડી જાય કે ફોનમાં પાણી ભરાય જાય તો ભૂલથી પણ ન કરતા આ કામ
