AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટ્રેનમાં ‘અડધી સીટ’ પણ ‘ભાડું’ પૂરેપૂરું કેમ ? RAC ટિકિટને લઈને રેલવેએ કરી ‘મોટી સ્પષ્ટતા’

ટ્રેનમાં મુસાફરી કરતી વખતે ઘણા લોકોને RAC ટિકિટ મળતી હોય છે, જેમાં અડધી બર્થ પર જ સફર કરવી પડે છે. આવામાં મુસાફરોના મનમાં અવારનવાર સવાલ થાય છે કે જો સુવિધા અડધી મળે છે તો ભાડું આખું કેમ લેવાય છે?

| Updated on: Aug 02, 2026 | 8:34 PM
Share
ટ્રેનમાં ટિકિટ બુક કરાવતી વખતે ઘણા મુસાફરોને RAC ટિકિટ મળે છે. આવા સમયે તેમને આખી બર્થ નહીં પરંતુ અડધી સીટ પર જ મુસાફરી કરવી પડે છે. આવામાં લોકોના મનમાં અવારનવાર સવાલ ઊઠે છે કે, જ્યારે સુવિધા અડધી મળી રહી છે તો ભાડું પૂરેપૂરું કેમ લેવામાં આવે છે?

1 / 6
રેલવેના જણાવ્યા અનુસાર, RAC વ્યવસ્થા મુસાફરોની સુવિધા માટે બનાવવામાં આવી છે. આનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે, જો કોઈ મુસાફરની કન્ફર્મ ટિકિટ કેન્સલ થાય અથવા તે મુસાફરી માટે ન પહોંચે, તો ખાલી થયેલી બર્થ RAC મુસાફરોને મળી શકે.

2 / 6
લોકસભામાં પણ એક સવાલના જવાબમાં રેલવે મંત્રીએ RAC ની વ્યવસ્થા વિશે વિગતવાર જણાવ્યું હતું. RAC નો અર્થ Reservation Against Cancellation છે. આ વ્યવસ્થામાં મુસાફરને મુસાફરી કરવાની મંજૂરી તો મળી જાય છે પરંતુ શરૂઆતમાં આખી બર્થ નથી મળતી. સામાન્ય રીતે બે RAC મુસાફરોને એક બર્થ પર બેસવાની જગ્યા આપવામાં આવે છે.

3 / 6
જો મુસાફરી શરૂ થતાં પહેલાં અથવા સફર દરમિયાન કોઈ કન્ફર્મ ટિકિટવાળા મુસાફરની બર્થ ખાલી થાય છે, તો RAC મુસાફરને આખી બર્થ ફાળવી દેવામાં આવે છે. રેલવેનું કહેવું છે કે, RAC ટિકિટ ધારકને સ્લીપર અથવા AC કોચમાં, જેની તેમની પાસે ટિકિટ છે, તેમાં મુસાફરી કરવાનો પૂરો અધિકાર મળે છે.

4 / 6
તેમને ટ્રેનમાં વૈધ આરક્ષિત ટિકિટ સાથે મુસાફરી કરવાની મંજૂરી હોય છે અને મુસાફરી દરમિયાન તેમની સીટ કન્ફર્મ થવાની પણ શક્યતા રહે છે. આ જ કારણે RAC ટિકિટ પર પૂરેપૂરું ભાડું લેવામાં આવે છે. જો કોઈ મુસાફર RAC ટિકિટ પર મુસાફરી કરવા ન માંગતો હોય, તો તે ટિકિટ રદ (કેન્સલ) કરી શકે છે. આવા કિસ્સાઓમાં રેલવેના નિયમો અનુસાર તેમને રિફંડ પણ આપવામાં આવે છે.

5 / 6
ભારતીય રેલવેએ જણાવ્યું કે, તે ટ્રેનોમાં મુસાફરોની માગ પર સતત નજર રાખે છે. એવામાં જ્યાં જરૂર હોય ત્યાં વધારાના કોચ જોડવામાં આવે છે અને સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવે છે, જેથી વધુમાં વધુ મુસાફરોને સીટ મળી શકે.

6 / 6

Indian Railways : શું ચાલુ ટ્રેને ગમે ત્યારે ચેન ખેંચી શકાય ? જાણો રેલવેના નિયમો અને દંડની જોગવાઈ

Follow Us
નર્મદાના સાગબારામાં જંગલ જમીન વિવાદ વકર્યો, 2 જીએ ઉગ્ર આંદોલનની ચીમકી

જુનાગઢ ગિરનાર સીડી પર અચાનક રજીસ્ટ્રેશન બંધ થતાં તંત્ર સામે ઉઠ્યા સવાલ

475 કરોડના ગોલ્ડ સ્મગલિંગ નેટવર્કનો પર્દાફાશ: 11 ની ધરપકડ

વડોદરામાં ટીપી- 13માં અશાંતધારા કાયદો લાગુ કરવાની માગ બની પ્રબળ

રૂપિયાના જોરે ચૂંટણી બિનહરીફ થતી હોવાનો MLA પબુભા માણેકે કર્યો દાવો

સંગિની માર્કેટમાં આગ, એક ફાયર જવાન ઇજાગ્રસ્ત

પાણીમાં ગરોળી અને રોટલીમાં કાનખજૂરો પીરસી વિદ્યાર્થીનીઓના જીવ સાથે રમત

મનપા ચૂંટણી: ભાજપ પર દબાણના આક્ષેપ સાથે કોંગ્રેસ EC માં

અમદાવાદમાં નકલી ઘી વેચાણ સામે મનપાની તવાઈ, એક જ દુકાનના 5 સેમ્પલ ફેલ

નબળા ચોમાસા વચ્ચે ગુજરાતના અનેક જળાશયોમાં પાણીની અછત

g clip-path="url(#clip0_868_265)">