AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hygiene Tips: ચોમાસા દરમિયાન આ 5 વસ્તુથી ફેલાઈ શકે છે ઈન્ફેક્શન, જાણો તેની સફાઈની યોગ્ય રીત

વરસાદી સિઝનમાં ગરમીથી તો રાહત મળે છે પરંતુ વાતાવરણમાં રહેલો ભેજ બેક્ટેરિયા, વાયરસ અને ફંગસ માટે પણ અનુકૂળ વાતાવરણ તૈયાર કરે છે. એક્સપર્ટ અનુસાર 70-90% સુધી ભેજનું પ્રમાણ સૂક્ષ્મજીવોની વૃદ્ધિ વધારી દે છે. આ જ કારણે ફુડ પોઈઝનિંગ, સ્કિન ઈન્ફેક્શન, વાયરલ તાવ અને એલર્જીના કેસ વધી જાય છે. જો કે સૌથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે આ જોખમ માત્ર કીચડ કે વરસાદના પાણી ના કારણે નથી થતો પરંતુ ઘરની અંદર જ રહેલી કેટલીક વસ્તુઓથી પણ થાય છે. જેને ક્યારેક આપણે સાફ કરવાનું ભૂલી જઈએ છીએ. તેને હાઈ ટચ સરફેસ પણ કહેવામાં આવે છે. કારણ કે અનેક લોકોના ટચ ત્યાં થાય છે. જો કોઈ ચીજોની નિયમિત સફાઈ નથી થતી તો તે સમગ્ર પરિવાર માટે Germs ફેલાવવા નું માધ્યમ બની શકે છે.

| Updated on: Jul 31, 2026 | 5:04 PM
Share
કિચન સ્પંજ: ખાદ્ય કણો અને ભેજ લાંબા સમય સુધી સ્પન્જની બારીક રચનામાં ફસાયેલા રહે છે. આ જ કારણ છે કે 'ઇ. કોલી' અને 'સાલ્મોનેલા' જેવા બેક્ટેરિયા, તેમજ ફૂગ, તેમાં વિકસી શકે છે.

1 / 11
રોજે રોજ વાસણ સાફ કર્યા બાદ તેને સારી રીતે નીચોવીને ધોવુ જોઈએ.સપ્તાહમાં એકવાર સ્પંજન સારી રીતે ગરમ પાણીથી ધોવુ જોઈએ, જો સ્પંજમાંથી બદબુ આવવા લાગે તો તેને તુરંત જ બદલી દો. 15 થી 20 દિવસ બાદ નવા સ્પંજનો ઉપયોગ કરવો જોઈએ.

2 / 11
 મોબાઈલ કવર : દિવસ દરમિયાન સતત મોબાઈલ આપણા હાથમાં, બેગમાં, પોકેટમાં, ડાઈનિંગ ટેબલ પર અને ઓફિસ ડેસ્ક પર રહે છે. મોનસુન દરમિયાન ભીના હાથે તેનો યુઝ કરવાથી તે જલદી દૂષિત થઈ શકે છે.

3 / 11
 મોબાઈલ કવરને સાફ કરવા માટે 70% Isopropyl Alcohol Wipes નો ઉપયોગ કરો.

4 / 11
ડાયરેકટ ફોન પર સ્પ્રે ન કરો. સિલિકોન કવરને સાબુવાળા પાણીથી સપ્તાહમાં બે વાર સાફ કરો.

5 / 11
દરવાજના હેન્ડલ, સ્વિચ બોર્ડ, રિમોટ: આ ત્રણ વસ્તુઓ ને ઘરના લોકો આખો દિવસ અડતા હોય છે.

6 / 11
 જો કોઈ વ્યક્તિને શરદી, ખાંસી કે વાયરલ ઈન્ફેક્સ હોય તો Germs આસાની થી તેની સપાટી પર આવી જાય

7 / 11
રિમોટને સાફ કરવા માટે તમે ઈયર બર્ડ્સનો ઉપયોગ કરી શકો છો.

8 / 11
ટુથબ્રશ હોલ્ડર અને બાથરૂમ સિંક: સપ્તાહમાં બેવાર બ્રશ હોલ્ડરને પાણીથી સાફ કરવુ જોઈએ.  સિંક રોજ સાફ કરવી જોઈએ.

9 / 11
સતત ભીનો રહેતો બાથરૂમ ફંગસ અને બેક્ટેરિયા માટે આદર્શન વાતાવરણ તૈયાર કરી શકે છે,  બાથરૂમમાં એક્ઝોસ્ટ ફેન કે વેન્ટીલેશન રાખવુ જોઈએ.

10 / 11
 પાણીની બોટલ અને ઢાંકણ:  માત્ર પાણી ભરવુ પૂરતુ નથી, બોતલમાં ઢાંકણ અને સ્ટ્રોવાળા હિસ્સામાં જૈવિક પરત (Biofilm) બનવા લાગે છે. રોજ બોટલને બ્રશથી સાફ કરો, સપ્તાહમાં એકવાર ગરમ પાણીથી ડીપ ક્લિન કરો.

11 / 11

Vastu Tips: વાસ્તુ શાસ્ત્ર અનુસાર ક્યા દિવસે નવુ માટલુ ખરીદવુ અશુભ મનાય છે? ક્યારે ખરીદી શકાય- જાણો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">