સુરત, તાપી અને શામળાજી નેશનલ હાઈવે 56 પર ભરાયા પાણી, વિસડાલિયા નજીક હાઈવે કરાયો બંધ- Video
દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદથી નેશનલ હાઈવે 56 (સુરત, તાપી, શામળાજી) પર વિસડાલિયા નજીક પાણી ભરાયા છે, જેના પગલે સલામતી માટે હાઈવે બંધ કરાયો છે. માંડવીના ગોળધા અને આંબલી ડેમ છલકાઈ ગયા છે, નદીઓમાં ઘોડાપૂર આવ્યુ છે.
દક્ષિણ ગુજરાતમાં વરસી રહેલા ધોધમાર વરસાદને પગલે અનેક જગ્યાએ જળભરાવની સ્થિતિ સર્જાઈ છે. અનેક નેશનલ હાઈવે પર વરસાદી પાણી ભરાયા છે. માંડવીના વિસડાલીયા નજીક હાઈવે પર પાણી ફરી વળ્યા છે. સલામતીના ભાગરૂપે વિસડાલિયા નજીક હાઈવે બંધ કરાયો છે. હાઈવે બંધ થતા મોટા પ્રમાણમાં વાહનચાલકો અટવાયા છે. માંડવીમં ધોધમાર વરસાદને પહલે અનેક ડેમ ઓવરફ્લો થયા છે. સ્થાનિક નદીઓમાં પણ ઘોડાપૂરની સ્થિતિ છે.
ભારે વરસાદની સ્થિતિને જોતા અનેક વિસ્તારોમાંથી સાવચેતી અને તકેદારીના ભાગરૂપે લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યુ છે. અમરોલીના ન્યુ કાસાનગર કોસાડ આવાસમાં લોકોનું સ્થળાંતર કરાયુ છે. કોર્પોરેટર અને SMC ની ટીમ પણ લોકોને સલામત સ્થળે ખસી જવા માટે સમજાવી રહી છે.
ગોળધા ડેમ ઓવરફ્લો થતા લોકોમાં ખેડૂતોમાં ખુશીની લહેર
માંડવીના ગોળધા અને આંબલી ડેમ ઓવરફ્લો થયા છે. બીજીતરફ વરેહ નદી, મોહન નદી પણ બેકાંઠે વહી રહી છે. ગોળધા ડેમ છલકાતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. આસપાસના વિસ્તારોમાં ગોળધા ડેમ સિંચાઈનું પાણી પુરુ પાડે છે. ડેમ માંથી હાલ 16 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. 20 જેટલા નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. હાલ આમલી ડેમ અને ગોળધા બંને ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. ધારાસભ્ય કુંવરજી હળપતિએ અસરગ્રસ્ત ગામોની મુલાકાત લઈ લોકોને સાવચેત રહેવા તાકીદ કરી હતી.
આગામી ત્રણ કલાક રાજ્ય માટે અતિ ભારે, 17 જિલ્લા સહિત દમણ-દાદરા નગર હવેલીમાં હવામાન વિભાગે આપ્યુ રેડ એલર્ટ- Video
સુરત, તાપી અને શામળાજી નેશનલ હાઈવે 56 પર ભરાયા પાણી- Video
ગુજરાતમાં TAT હાયર સેકન્ડરી મુખ્ય પરીક્ષા હવે 9 ઓગસ્ટે યોજાશે
હવામાન વિભાગે જારી કર્યુ નાવકાસ્ટ, રાજ્ય માટે આગામી ત્રણ કલાક અતિભારે
ગીર સોમનાથમાં વરસાદી આફત વચ્ચે ઘરમાં ઘુસ્યો 8 ફુટનો મગર- Video

