AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tips & Tricks: જો તમારો ફોન પાણીમાં પડી જાય કે ફોનમાં પાણી ભરાય જાય તો ભૂલથી પણ ન કરતા આ કામ

હાલ વરસાદી સિઝન ચાલી રહી છે તો ફોનમાં ગમે ત્યારે પાણી પડવાની કે ફોન પાણીમાં પડી જવાની સમસ્યા રહેતી હોય છે. આવા સમયે લોકો લોકમુખે સાંભળેલી કે દેશી જુગાડ લગાવી ન કરવાની ભૂલ કરી બેસતા હોય છે અંતે ફોન ગુમાવવાનો વારો આવે છે તો જાણી લો ફોનમાં ભરાઈ જાય તો શું ન કરવુ જોઈએ.

| Updated on: Jul 10, 2026 | 5:47 PM
Share
વોટર ડેમેજ: વરસાદી સિઝનમાં ફોનમાં પાણી ભરાય જાય તો લોકો દેશી ઉપાય દ્વારા પાણી કાઢવાની કોશિશ કરે છે. પરંતુ આ દેશી હેક્સ ફોનને વધુ ડેમેજ કરી શકે છે.

1 / 8
 દેશી નુસ્ખા: ફોનમાં પાણી ભરાઈ જાય તો તેને દેશી નુસ્ખા દ્વારા ઠીક કરવાને બદલે તે વધુ ખરાબ થઈ શકે છે.

2 / 8
ચોખામાં ફોન રાખવો: સ્માર્ટ ફોનને વોટર ડેમેજ થતા રોકવા માટે ચોખામાં ફોન ન રાખવો જોઈએ. તેનાથી પાણી બરાબર સુકાતુ નથી અને ચોખાના નાના-નાના કણ અંદર ફસાઈ જવાની પણ ભીતિ રહે છે.

3 / 8
હેર ડ્રાયર વાળી ટિપ્સ: વોટર ડેમેજ થયેલા ફોનન પર હેર ડ્રાયર નો ઉપયોગ કરવો ઘણો ખતરનાક સાબિત થઈ શકે છે.  ડ્રાયરની હવા પાણીને ફોનની અંદરની તરફ ધકેલી શકે છે. જ્યારે ગરમ હવાથી સ્ક્રીન ખરાબ થઈ શકે છે.

4 / 8
ફોન ચાલુ કરવો :ઘણીવાર લોકો ઉતાવળમાં ભીના થયેલા ફોનને ચાલુ કરવાની કોશિશ કરે છે. તેનાથી ફોનની અંદર શોર્ટ સર્કિટ થઈ શકે છે અને ફોન સંપૂર્ણ રીતે ખરાબ થઈ શકે છે.

5 / 8
ચાર્જ કરવો: જો ફોનમાં પાણી ચાલ્યુ જાય તો તેને તુરંત ચાર્જ કરવો એ સૌથી મોટી ભૂલ હોઈ શકે છે. આવુ કરવાથી ફોનમાં શોર્ટ સર્કિટ થઈ શકે છે અને કેટલાક કેસમાં ફોન બ્લાસ્ટ પણ થઈ શકે છે.

6 / 8
 તડકામાં રાખવો: ઘણીવાર લોકો વિચારે છે કે તડકામાં ફોન રાખવાથી તેની અંદરનું પાણી સૂકાી જશે. પરંતુ આવુ કરવાથી અંદરથી ઉત્પન્ન થતી વરાળ સ્ક્રીનને બ્લર કરી શકે ચે. સાથે જ ફોનની અંદરના પાર્ટ્સ પણ ખરાબ થઈ શકે છે.

7 / 8
કેવી રીતે બચાવવો : જો ફોનમાં પાણી ભરાઈ જાય તો સૌથી પહેલા તેને સ્વિચ ઓફ કરી દો, ત્યારબાદ ફોનને પંખા નીચે સૂકાવા માટે મુકી દો. તમે સિલિકા જેલ પેકેટનો પણ ઉપયોગ કરી શકો છો.

8 / 8

ટેક્સટાઇલ સેક્ટરમાં તેજીનું તોફાન, યુકે સાથેની ઐતિહાસિક ડીલ થી ભારતીય કાપડ ઉદ્યોગની ચાંદી જ ચાંદી

Follow Us
g clip-path="url(#clip0_868_265)">