આગામી ત્રણ કલાક રાજ્ય માટે અતિ ભારે, 17 જિલ્લા સહિત દમણ-દાદરા નગર હવેલીમાં હવામાન વિભાગે આપ્યુ રેડ એલર્ટ- Video
રાજ્ય માટે આગામી ત્રણ કલાક હજુ ભારે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના 17 જિલ્લા સહિત દમણ અને દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર ખતરો હજુ ટળ્યો નથી. રાજ્ય ના માથે હજુ ભારે વરસાદ નું સંકટ તોળાઈ રહ્યુ છે. હવામાન વિભાગે હજુ ત્રણ કલાક રાજ્ય માટે અતિ ભારે હોવાની આગાહી કરી છે. રાજ્યના 17જિલ્લા, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ છે. મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગરમાં રેડ એલર્ટ છે. અમદાવાદ, ભાવનગર, વડોદરા, ભરૂચ, આણંદ અને ખેડામાં રેડ એલર્ટ છે. નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને બોટાદમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે.
જ્યારે કચ્છ, મોરબી, રાજકોટ, અમરેલી, જુનાગઢ અને ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. જામનગર, દ્વારકા અને પોરબંદરમાં યલો એલર્ટ અપાયુ છે. હવામાન વિભાની ભારે વરસાદની આગાહી વચ્ચે આ લખાય છે ત્યાં સુધીમાં રાજ્યમાં 154 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. ભરૂચના નેત્રંગમાં સૌથી વધુ 10.5 ઈંચ વરસાદથી જળબંબાકાર અને તારાજીના દૃશ્યો સર્જાયા છે. સુરતના ઉમરપાડા અને અંબિકામાં પોણા 10 ઈંચ વરસાદ ખાબ્યો છે. રાજ્યના 15 તાલુકામાં 6 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. 40 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.
Hygiene Tips: ચોમાસા દરમિયાન આ 5 વસ્તુથી ફેલાઈ શકે છે ઈન્ફેક્શન, જાણો તેની સફાઈની યોગ્ય રીત

