AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Video: જંતર-મંતર પર ‘લાઈટ, કેમેરા, એક્શન’, આ વિરોધ પ્રદર્શન કે પછી કોઈ ફિલ્મનું શૂટિંગ?

આજના સોશિયલ મીડિયાના યુગમાં દરરોજ કંઈક એવું વાયરલ થતું હોય છે, જે આપણને હસાવવાની સાથે સાથે વિચારવા પર પણ મજબૂર કરી દે છે. તાજેતરમાં દિલ્હીના જંતર-મંતર પરથી એક એવો જ વિડીયો સામે આવ્યો છે. આ વિડીયો જોઈને લોકો કહી રહ્યા છે કે, હવે આંદોલન પણ માત્ર 'ડ્રામા' બનીને રહી ગયા છે.

Trending Video: જંતર-મંતર પર 'લાઈટ, કેમેરા, એક્શન', આ વિરોધ પ્રદર્શન કે પછી કોઈ ફિલ્મનું શૂટિંગ?
Image Credit source: AI Generated
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2026 | 7:17 PM
Share

વિડીયોમાં એક છોકરી કેમેરા અને માઇક સામે આવીને પોતાના માતા-પિતાની માફી માંગતા માંગતા ખૂબ જ ઈમોશનલ એક્ટિંગ કરે છે અને અચાનક જમીન પર ‘બેહોશ’ થઈને પડી જાય છે. ખરી મજા તો ત્યારે આવે છે, જ્યારે છોકરી નીચે પડે છે અને તરત જ બાજુમાં ઊભેલો એક બીજો યુવક કેમેરા સામે આવીને પોતાની તરફ ધ્યાન ખેંચવાનો પ્રયાસ કરવા લાગે છે.

આ જોઈને વિડીયો બનાવનાર યુવક પણ પોતાનું હસવું રોકી શકતો નથી અને કહી ઊઠે છે કે, એક પડી ગઈ તો બીજો તરત જ પોતાનો વિડીયો બનાવડાવવા ઊભો થઈ ગયો. આ વાયરલ વિડીયોથી એક વાત તો સાફ થઈ જાય છે કે, આજકાલ ઘણા લોકો પોતાના સાચા મુદ્દાઓ કે માંગણીઓ રજૂ કરવાના બદલે કેમેરા સામે માત્ર પબ્લિસિટી મેળવવા માટે ‘એક્ટિંગ’ કરી રહ્યા છે.

એવામાં જે લોકો ખરેખર ઈમાનદારીથી પોતાના હક માટે અવાજ ઉઠાવવા માગે છે, તેમના આંદોલનને પણ આવા “ભાડે લાવેલા એક્ટર્સ” અને ફેમસ થવાની ઘેલછા ધરાવતા લોકોના કારણે ભારે નુકસાન પહોંચે છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થવા અને રીલ્સ બનાવવા માટે લોકો કઈ હદ સુધી જઈ શકે છે, આ વિડીયો તેનું એક ઉત્તમ ઉદાહરણ છે. આવા ડ્રામા જોઈને લોકોને હસવું તો આવે જ છે પણ સાથે સાથે એ સવાલ પણ ઊભો થાય છે કે, શું હવે વિરોધ પ્રદર્શન પણ માત્ર એક ફિલ્મ શૂટિંગ બનીને રહી ગયું છે?

(Disclaimer: આ એક વાયરલ વિડીયો છે. તેમાં દેખાતી ઘટનાની સત્યતા કેટલી છે, તેની ‘TV9 Gujarati’ પુષ્ટિ કે સત્તાવાર સચોટતાનો દાવો કરતું નથી. આ લેખ માત્ર સોશિયલ મીડિયા ટ્રેન્ડ અને ઉપલબ્ધ વાયરલ કન્ટેન્ટના આધારે જ તૈયાર કરવામાં આવ્યો છે.)

Breaking News: કેન્દ્રીય કેબિનેટની ‘મોટી જાહેરાત’, PM કિસાન યોજનાથી લઈને ખેલો ઈન્ડિયા સુધી… કરોડોનું બજેટ મંજૂર

Follow Us
g clip-path="url(#clip0_868_265)">