પહેલા દીપક ચહર, પછી શ્રેયસ અને હવે શુભમન ગિલની બહેનનું OTT ડેબ્યૂ, ‘ધ ટ્રેટર્સ 2’માં આવનારી શહેનીલ ગિલ કોણ છે?
Shahneel Gill: એમેઝોન પ્રાઈમ વીડિયોનો રિયાલિટી શો ધ ટ્રેટર્સ 2 ટુંક સમયમાં આવશે. 13 ઓગસ્ટથી આ શોની શરુઆત થવાની છે. જેમાં આ વખતે ભારતીય ક્રિકેટર શુભમન ગિલની બહેન શહેનીલ ગિલ પણ આવી રહી છે. તો ચાલો જાણીએ કોણ છે શહેનીલ ગિલ

હાલમાં ઓટીટી પર અનેક રિયાલિટી શો આવી રહ્યા છે. જેમાં ચાહકોનો સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. હવે રિયાલિટી શો "ધ ટ્રેટર્સ 2" ફરી આવવા માટે તૈયાર છે. નવી સીઝનમાં આ વખતે 21 કન્ફોર્મ સ્પર્ધકોનું લિસ્ટ સામે આવ્યું છે.

હાલમાં ઓટીટી પર અનેક રિયાલિટી શો આવી રહ્યા છે. જેમાં ચાહકોનો સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. હવે રિયાલિટી શો "ધ ટ્રેટર્સ 2" ફરી આવવા માટે તૈયાર છે. નવી સીઝનમાં આ વખતે 21 કન્ફોર્મ સ્પર્ધકોનું લિસ્ટ સામે આવ્યું છે.

થોડા સમય પહેલા ઈન્ડિયન ક્રિકેટર્સની બહેન ટીવી અને ઓટીટી ડેબ્યુ કરતી જોવા મળી રહી છે. થોડા સમય પહેલા દીપક ચાહરની બહેન બિગ બોસ 19માં પહોંચી હતી. ટુંક સમયમાંજ બહાર થઈ હતી.

ત્યારબાદ લોકઅપ 2માં શ્રેયસ અય્યરની બહેન શ્રેષ્ઠા અય્યર આવી હતી. તે પણ થોડા સમયમાં બહાર થઈ હતી. હવે શુભમન ગિલની બહેન ધ ટ્રેટર્સ 2માં આવી રહી છે.

શુભમન ગિલની બહેન શહનીલ ગિલની વાત કરીએ તો તે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. ભાઈની સાથે શાનદાર બોન્ડ જોવા મળે છે. તે ફેશનના મામલે કોઈનાથી ઓછી નથી. સોશિયલ મીડિયા પર ફોટો શેર કરતી રહે છે.

શહનીલ ગિલે પંજાબ યુનિવર્સિટીમાંથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. ત્યારબાદ આગળના અભ્યાસ માટે કેનેડા ગઈ હતી.

તે બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં ડિપ્લોમાં કરી ચૂકી છે. આ સાથે તે સ્ટેડિયમમાં ભાઈને સપોર્ટ કરતી પણ જોવા મળે છે. તેના કારણે ચર્ચામાં રહે છે.

એમેઝોન પ્રાઈમ વીડિયોના શો ધ ટ્રેટર્સ 2 ઓગસ્ટની શરુઆતમાં જોવાનું રહેશે કે, સ્પર્ધકો કેવી ધમાલ બોલાવે છે. શોમાંથી શહનીલ ગિલનો ફર્સ્ટ લુક પણ સામે આવી ચૂક્યો છે. શહનીલ ગિલ ફૂડ ડિલીવરી કંપનીમાં પણ કામ કરી ચૂકી છે.દીપક ચહરની બહેન ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલ 2026ની ફાઈનલ, ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલનો પરિવાર જુઓ અહી ક્લિક કરો
