AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સોનું ખરીદનારા અચાનક કેમ અદ્રશ્ય થઈ ગયા ? ગ્રાહકોના આ એક નિર્ણયથી અબજોનો ખેલ ઊંધો પડ્યો!

જાણો શા માટે ભારતમાં સોનાના ખરીદદારો અચાનક ગાયબ થઈ ગયા! એપ્રિલ-જૂન 2026 દરમિયાન ભારતમાં સોનાની માંગમાં 6%નો તીવ્ર ઘટાડો નોંધાયો છે. આસમાને પહોંચેલી કિંમતો અને વધેલી ડ્યુટી વચ્ચે પણ ભારતીયોએ આટલા લાખ કરોડ રૂપિયા ક્યાં ખર્ચી નાખ્યા? જાણો

| Updated on: Jul 30, 2026 | 6:28 PM
Share
એપ્રિલથી જૂન 2026ના ત્રિમાસિક ગાળા દરમિયાન ભારતીય સોનાના બજારમાં એક અણધારી અને ચોંકાવનારી મંદી જોવા મળી છે. સામાન્ય રીતે જે સમયગાળામાં બજારમાં ખરીદીની રોનક જોવા મળતી હોય છે, તે જ સમયે વાર્ષિક ધોરણે સોનાની કુલ માંગમાં 6%નો તીવ્ર ઘટાડો નોંધાયો છે. આ આંકડાઓએ માત્ર વેપારીઓને જ નહીં પરંતુ આખા દેશના અર્થશાસ્ત્રીઓને પણ વિચારતા કરી મૂક્યા છે.

1 / 10
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC) દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના રિપોર્ટ અનુસાર, આ ત્રિમાસિક ગાળામાં દેશમાં સોનાની કુલ માંગ ઘટીને માત્ર 131.4 ટન પર આવી અટકી છે. જો આપણે ગત વર્ષના સમાન સમયગાળા સાથે આની સરખામણી કરીએ, તો ગયા વર્ષે આ જ સમયમાં ભારતીયોએ 139.7 ટન સોનાની ખરીદી કરી હતી. આ મોટો તફાવત બતાવે છે કે ગ્રાહકોના વલણમાં મોટો ફેરફાર આવ્યો છે.

2 / 10
બજાર વિશ્લેષકોના મતે ગ્રાહકોનું સોનાથી દૂરી બનાવવાનું સૌથી મોટું કારણ સોનાના આસમાને પહોંચેલા ભાવ છે. તે સિવાય સરકાર દ્વારા આયાત શુલ્ક (Custom Duty)માં કરાયેલા વધારાને કારણે સોનાનો આખરી ભાવ વધુ મોંઘો થઈ ગયો હતો. આ સાથે જ આ સમયગાળા દરમિયાન તહેવારો કે મોટા સામાજિક પ્રસંગો ન હોવાથી "ઓફ-સીઝન"ના કારણે પણ લોકોએ નવી ખરીદી ટાળવાનું જ મુનાસિબ માન્યું હતું.

3 / 10
જ્વેલરી ક્ષેત્રને આ ભાવવધારાનો સૌથી મોટો માર સહન કરવો પડ્યો છે. એપ્રિલથી જૂન દરમિયાન સોનાના દાગીનાની માંગમાં સીધો 15%નો મોટો કડાકો બોલાઈ ગયો છે, જેને કારણે કુલ દાગીનાનું વેચાણ ઘટીને માત્ર 75.1 ટન જ રહી ગયું હતું. શોરૂમ્સમાં ગ્રાહકોની પાંખી હાજરી અને દાગીનાની અટકેલી વેચવાલીએ જ્વેલર્સની ચિંતામાં મોટો વધારો કર્યો છે.

4 / 10
સોનાનું ભૌતિક વજન (ટનેજ) ઘટવા છતાં ખર્ચાયેલા રૂપિયાનો આંકડો ઓલ-ટાઈમ હાઈ પર પહોંચી ગયો છે! કિંમતો રેકોર્ડ સ્તરે હોવાને કારણે આ સમયગાળામાં ભારતીયોએ કુલ 1.98 લાખ કરોડ રૂપિયાનું સોનું ખરીદ્યું છે. આ રકમ ગયા વર્ષના સમાન ગાળા કરતાં લગભગ 50% વધુ છે, જે દર્શાવે છે કે કિંમતો એટલી ઊંચી હતી કે ઓછી ખરીદીમાં પણ ખિસ્સા ખાલી થઈ ગયા.

5 / 10
એક્સપર્ટ્સનું માનવું છે કે વર્ષનો આ બીજો ત્રિમાસિક ગાળો (એપ્રિલ-જૂન) સામાન્ય રીતે મોટા લગ્નગાળા કે ધાર્મિક તહેવારોથી મુક્ત હોય છે. ભારતીય સમાજમાં સોનાની ખરીદી મોટા ભાગે શુભ મુહૂર્તો અને લગ્નસરા સાથે જોડાયેલી હોય છે. આથી, મોંઘવારીના આ સમયમાં કોઈ ખાસ પ્રસંગ ન હોવાથી લોકોએ પોતાની ઈચ્છિત ખરીદીને આગળના મહિનાઓ માટે મુલતવી રાખી હતી.

6 / 10
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશવાસીઓને બિનજરૂરી સોનાની આયાત અને ખરીદી ઘટાડવા માટે કરવામાં આવેલી અપીલની પણ ગ્રાહકો પર માનસિક અસર પડી છે. લોકો હવે ખોટા ખર્ચાઓ ટાળીને માત્ર અત્યંત જરૂરી હોય ત્યારે જ સોનાની ખરીદી તરફ આગળ વધી રહ્યા છે.

7 / 10
એક તરફ જ્યાં દાગીનાની માંગ તળિયે પહોંચી છે, ત્યાં બીજી તરફ રોકાણના સાધન તરીકે સોનાનો દબદબો યથાવત છે. સોનાના બાર (બિસ્કિટ) અને સિક્કાઓની માંગમાં 9%નો ઉછાળો નોંધાયો છે. આ ઉપરાંત ગ્રાહકો હવે પેપર ગોલ્ડ એટલે કે Gold ETF તરફ વધુ આકર્ષાઈ રહ્યા છે, જે એ પુરવાર કરે છે કે વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે લોકો આજે પણ સોનાને સૌથી સુરક્ષિત રોકાણ માને છે.

8 / 10
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે પોતાના ભવિષ્યના અંદાજમાં જણાવ્યું છે કે સમગ્ર વર્ષ 2026 દરમિયાન ભારતમાં સોનાની કુલ માંગ 650 ટનથી 750 ટનની વચ્ચે રહેવાની શક્યતા છે. જોકે આ આંકડો પૂરો થશે કે નહીં તેનો આધાર આગામી મહિનાઓમાં આંતરરાષ્ટ્રીય બજારની સ્થિતિ અને દેશના આર્થિક વાતાવરણ પર નિર્ભર રહેશે.

9 / 10
બજાર વિશ્લેષકો આશાવાદી છે કે જો આવનારા દિવસોમાં સોનાના ભાવમાં થોડી પણ નરમતા આવે અને સરકાર તરફથી આયાત શુલ્કમાં રાહત મળે, તો પરિસ્થિતિ ઝડપથી બદલાઈ શકે છે. આગળના ત્રિમાસિક ગાળામાં આવતા દિવાળી, ધનતેરસ જેવા મોટા તહેવારો અને શિયાળાની લગ્નસરાની સીઝન દરમિયાન સોનાની માંગ ફરી એકવાર ધમાકેદાર વાપસી કરે તેવી પૂરેપૂરી શક્યતા છે.

10 / 10

મોદી સરકારની મોટી મંજૂરી : 10 અને 20 રૂપિયાની પ્લાસ્ટિક નોટ લાવવા સરકારની લીલી ઝંડી, જાણો જૂની નોટોનું શું થશે!

Follow Us
વરસાદની આગાહીને લઈ અધિકારીઓની રજા રદ્દ, હેડક્વાર્ટર નહીં છોડવાનો આદેશ

તોરણમાળની ઝિપલાઇનમાં અટવાયો પ્રવાસી, કર્મચારીઓએ બચાવ્યો જીવ ! Video

અંબાલાલ પટેલની આગાહી, 48 કલાકમાં મેઘરાજાની જોવા મળશે ધમાકેદાર બેટિંગ

માંજલપુર પેટાચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો બાખડ્યા

ગિરનારની સીડીઓ પર દેખાયા સિંહ!યાત્રાળુઓ માટે વન વિભાગે જાહેર કરી સૂચના

જાપાનમાં ભૂકંપ પહેલાં બિલાડીની અજીબ હરકત કેમેરામાં થઈ કેદ ! Video

રાજકોટમાં સનસનાટી! આંગડિયા પેઢીમાં બંદૂકની અણીએ ₹19 લાખની લૂંટ! Video

અમદાવાદમાં વહેલી સવારે અનુભવાયો ભૂકંપનો આંચકો

આજનું રાશિફળ 30 જુલાઈ: જૂના વિવાદોનો સચોટ ઉકેલ અને ધાર્મિક ઉપાયો

ગુરુપૂર્ણિમાના દિવસે આખું ગુજરાત બન્યું ભક્તિમય

g clip-path="url(#clip0_868_265)">