ODI world cup 2027 : 24 વર્ષ જૂનો રેકોર્ડ ધરાશાયી, 2027માં ક્રિકેટ ઈતિહાસનો સૌથી મોટો વર્લ્ડ કપ યોજાશે
વર્ષ 2027માં દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયાની સંયુક્ત યજમાનીમાં યોજાનારા ODI વર્લ્ડ કપ માટે ICC એ મોટી જાહેરાત કરી છે. આ વખતે ટુર્નામેન્ટમાં કુલ 57 મેચો રમાશે, જે ક્રિકેટના ઈતિહાસમાં એક નવો રેકોર્ડ બનશે. આ અગાઉ 2023ના વર્લ્ડ કપમાં સૌથી વધુ 54 મેચો રમાઈ હતી.

2027ના વનડે વર્લ્ડ કપની તૈયારીઓ અત્યારથી જ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા મેચોના સ્થળો અને નવું ફોર્મેટ જાહેર કરી દેવામાં આવ્યું છે. દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયામાં યોજાનારી આ ટુર્નામેન્ટ રમાનારી કુલ મેચોની સંખ્યાની દ્રષ્ટિએ અત્યાર સુધીનો સૌથી મોટો અને યાદગાર વર્લ્ડ કપ સાબિત થશે.

અગાઉ એવું માનવામાં આવતું હતું કે 2027નો વર્લ્ડ કપ 2003ના ફોર્મેટ મુજબ 54 મેચોનો જ રહેશે, પરંતુ ICCએ ફેરફાર કરીને તેને 57 મેચોનો કર્યો છે. સરખામણી કરીએ તો, 2023માં ભારતમાં યોજાયેલા વર્લ્ડ કપમાં માત્ર 48 મેચો જ રમાઈ હતી, જ્યારે 2003માં દક્ષિણ આફ્રિકામાં 54 મેચો યોજાઈ હતી, જેનો રેકોર્ડ આ વખતે તૂટશે.

ICCએ મોટો ફેરફાર કરતા આ વખતે ટુર્નામેન્ટની શરૂઆતમાં જ એક નવી સુપર સિરીઝ રાખી છે. મુખ્ય ગ્રુપ સ્ટેજ પહેલા ત્રણ ટીમો વચ્ચે આ સુપર સિરીઝમાં 3 મેચો યોજાશે, જેમાં પ્રથમ ક્રમે આવનારી ટીમ આગળ વધશે જ્યારે બાકીની બે ટીમો બહાર થઈ જશે. આ પછી મુખ્ય સ્પર્ધા શરૂ થશે.

સુપર સિરીઝ બાદ ગ્રુપ સ્ટેજમાં 12 ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવશે, જ્યાં કુલ 30 મેચો રમાશે. આ પછી સુપર 7 તબક્કામાં 21 રોમાંચક મેચો યોજાશે. અંતમાં બે સેમિફાઈનલ અને ફાઈનલ મેચ મળીને કુલ 57 મેચો રમાશે, જે દર્શકોને ભરપૂર મનોરંજન પૂરું પાડશે.

આ વર્લ્ડ કપમાં નામિબિયાને પણ યજમાનીનો હક મળ્યો છે, જોકે ત્યાં માત્ર એક જ મેચ રમાશે. ICCનું પૂર્ણ સભ્ય ન હોવાને કારણે નામિબિયાની ટીમને સીધો પ્રવેશ મળ્યો નથી. ઓક્ટોબર અને નવેમ્બર દરમિયાન યોજાનારો આ રોમાંચક વર્લ્ડ કપ ક્રિકેટના ઈતિહાસના પાના પર એક રેકોર્ડ નોંધાવશે. (PC:PTI/X/ICC)
Commonwealth Games 2026: ભારત પાસે વધુ 5 ગોલ્ડ મેડલ જીતવાની શાનદાર તક, આ ખેલાડીઓ ફાઈનલમાં પહોંચ્યા
