Shravan : જળ, દૂધ કે પંચામૃત…., શિવલિંગ પર સૌથી પહેલા શું અર્પણ કરવું !
હિંદુ ધર્મમાં પવિત્ર શ્રાવણ મહિનામાં ભક્તો શિવલિંગનો અભિષેક કરીને ભગવાન શિવજીને પ્રસન્ન કરે છે. પરંતુ ઘણા લોકોના મનમાં પ્રશ્ન થાય છે કે શિવલિંગ પર સૌથી પહેલા જળ ચઢાવવું જોઈએ, દૂધ ચઢાવવું જોઈએ કે પછી પંચામૃત અર્પણ કરવું જોઈએ.

શિવપુરાણ અને શાસ્ત્રો અનુસાર, પૂજાની યોગ્ય પદ્ધતિ જણાવવામાં આવી છે. જો યોગ્ય નિયમો સાથે અભિષેક કરવામાં આવે તો પૂજાનું સંપૂર્ણ ફળ મળે છે. (Image Source | iStock)

શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે શિવલિંગ પર પાણી અને પંચામૃત અર્પણ કરવાની એક વિશેષ રીત છે. જેના દ્વારા મહાદેવજી પોતાના ભક્તોથી પ્રસન્ન થાય છે અને તેમની દરેક ઈચ્છા પૂર્ણ કરે છે. (Image Source | iStock)

શિવપુરાણ અને પરંપરા અનુસાર, સૌ પ્રથમ શિવલિંગને શુદ્ધ જળ અથવા ગંગાજળથી શુદ્ધ કરવું જોઈએ. જેમ આપણે સ્નાન કરતાં પહેલાં શુદ્ધ પાણીનો ઉપયોગ કરીએ છે, તેવી જ રીતે મહાદેવજીને પણ પહેલા પાણીથી સ્નાન કરાવવામાં આવે છે. (Image Source | iStock)

જ્યારે શુદ્ધ જળથી શિવલિંગનું સ્નાન પૂર્ણ થાય છે, ત્યારે જ દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડના બનેલા પંચામૃતનો અભિષેક કરવો જોઈએ. પંચામૃત આ પાંચ પવિત્ર વસ્તુઓને ભેળવીને તૈયાર કરવામાં આવે છે. જે શિવજીને પ્રિય છે. (Image Source | iStock)

પંચામૃતથી સ્નાન કર્યા પછી ફરી એકવાર શિવલિંગને શુદ્ધ જળથી સ્નાન કરાવવું જોઈએ. ફરીથી જળ અર્પણ કરવાથી શિવલિંગ સંપૂર્ણપણે સ્વચ્છ અને શુદ્ધ થાય છે. (Image Source | iStock)

માન્યતા મુજબ, જ્યારે પંચામૃત સંપૂર્ણપણે ધોવાઇ જાય છે અને શિવલિંગ સાફ થાય છે, ત્યારે અંતે બીલીપત્ર અને ચંદન અર્પણ કરવામાં આવે છે. ચંદનની પેસ્ટ લગાવીને અને બીલીપત્ર અર્પણ કરીને પૂજા પૂર્ણ માનવામાં આવે છે. (Image Source | iStock)

નોંધ : અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર વાસ્તુ, જ્યોતિષ અને રિપોર્ટ્સ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી. (Image Source | iStock)
આ પણ વાંચો, Shravan : શ્રાવણમાં શિવજી પર જળ અર્પણ કરતી વખતે ભૂલથી પણ ન કરો આ 5 ભૂલ, જાણો નિયમો!
