AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રોકાણકારો માટે મોટી તક… એનાલિસ્ટ્સે આપ્યું ‘BUY’ રેટિંગ, આ શેર સીધો ₹2,842 સુધી જશે

ભારતીય શેરબજારમાં સપાટ શરૂઆત વચ્ચે એક અગ્રણી ઓટોમોબાઈલ સ્ટોકમાં જોરદાર તોફાની તેજી જોવા મળી છે. દિગ્ગજ બ્રોકરેજ ફર્મ્સે અને મોટાભાગમના એનાલિસ્ટ્સે ‘BUY’ રેટિંગ આપતા આ સ્ટોક પર ₹2,842 સુધીનો મોટો ટાર્ગેટ સેટ કર્યો છે.

| Updated on: Jul 31, 2026 | 8:24 PM
Share
31 જુલાઈએ ભારતીય શેરબજાર સપાટ સ્તરે ખૂલ્યું હતું. આમ છતાંય હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાના શેરમાં તેજી જોવા મળી. તેના શેરમાં લગભગ 10 ટકાની તેજી જોવા મળી હતી. આ તેજી વચ્ચે કેટલીક બ્રોકરેજ ફર્મે હ્યુન્ડાઈ મોટર પર 'બાય' (BUY) ની રેટિંગ આપી છે અને ટાર્ગેટ પ્રાઈઝ પણ આપ્યો છે. આ બ્રોકરેજ ફર્મોમાં મોતીલાલ ઓસવાલનું નામ પણ છે.

1 / 7
હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાના શેર અગાઉના બંધ ભાવ ₹2,018.20 ની સરખામણીએ આજે ₹2,099.00 ના સ્તર પર ખૂલ્યા અને ₹2,208.00 ના ઉચ્ચતમ સ્તર સુધી ગયા. ટૂંકમાં, તેના શેર લગભગ 9.41% સુધી ઉછળ્યા. બપોરે એક વાગ્યે હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાના શેર 8.57% ની તેજી સાથે ₹2,191.20 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યા હતા. જો કે, અંતે શેર ₹2,180.70 ના લેવલે બંધ થયા હતા.

2 / 7
Hyundai Motor India Ltd ના ત્રિમાસિક પરિણામોમાં ઘટાડો હોવા છતાં તેના શેરમાં તેજી જોવા મળી. સ્ટોકમાં તેજીનું કારણ મેનેજમેન્ટ દ્વારા ગ્રોથ આઉટલૂકને પુનરાવર્તિત કરવું અને બ્રોકરેજ ફર્મોનું સકારાત્મક વલણ જાળવી રાખવું હતું. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં કંપનીએ સ્ટેન્ડઅલોન નફામાં (ટેક્સ પછી) 33.89% નો ઘટાડો નોંધાવ્યો છે, જેથી તે ઘટીને ₹883 કરોડ થઈ ગયો છે. અગાઉના નાણાકીય વર્ષના સમાન ગાળામાં કંપનીએ ₹1,335.75 કરોડનો સ્ટેન્ડઅલોન નેટ પ્રોફિટ નોંધાવ્યો હતો.

3 / 7
બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલે હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાના શેરોને BUY ની રેટિંગ આપી છે. બ્રોકરેજ ફર્મે પોતાની 'બાય' રેટિંગ જાળવી રાખી છે. તેમણે જણાવ્યું કે, હ્યુન્ડાઈનો જૂન ત્રિમાસિક ગાળાનો નફો તેમના અંદાજ કરતાં વધુ રહ્યો, જેનું કારણ વધુ 'અન્ય આવક' (Other Income) અને ઓછું ડેપ્રિશિયેશન (ઘસારો) હતું.

4 / 7
મોતીલાલ ઓસવાલે હ્યુન્ડાઈના શેર માટે ટાર્ગેટ પ્રાઈઝ પણ આપ્યો છે. ફર્મે હ્યુન્ડાઈના શેર પર ₹2,334 નો ટાર્ગેટ આપ્યો છે. મોતીલાલ ઉપરાંત નુવામા ઈન્સ્ટીટ્યુશનલ ઈક્વિટીઝે હ્યુન્ડાઈ પર પોતાની બાય રેટિંગ જાળવી રાખીને તેનો ટાર્ગેટ ₹2,400 થી વધારીને ₹2,500 કરી દીધો છે.

5 / 7
આ સ્ટોકના 1 વર્ષના પ્રાઈસ ફોરકાસ્ટની વાત કરીએ તો, હાલ તેની વર્તમાન કિંમત (Current Price) ₹2,180.70 છે. એનાલિસ્ટ્સ દ્વારા આપવામાં આવેલો સરેરાશ ટાર્ગેટ ભાવ (Average Target) ₹2,248.7 છે, જે વર્તમાન સ્તરથી લગભગ 3.12% નો વધારો દર્શાવે છે. આગામી 1 વર્ષ માટેનો મહત્તમ અંદાજ (Max Estimate) ₹2,842.0 (+30.33%) રાખવામાં આવ્યો છે, જ્યારે ન્યૂનતમ અંદાજ (Min Estimate) ₹1,645.0 (-24.57%) દર્શાવવામાં આવ્યો છે.

6 / 7
ડેટા અનુસાર, છેલ્લા 3 મહિનામાં કુલ 29 એનાલિસ્ટ્સે આ સ્ટોક પર પોતાનું રેટિંગ આપ્યું છે, જેમાં ઓવરઓલ કન્સન્સસ રેટિંગ 'Buy' દર્શાવવામાં આવ્યું છે. આ 29 એનાલિસ્ટ્સમાંથી 23 એનાલિસ્ટ્સે 'Strong Buy' ની સલાહ આપી છે, જ્યારે 1 એનાલિસ્ટ 'Buy', 2 એનાલિસ્ટ 'Hold', 1 એનાલિસ્ટ 'Sell' અને 2 એનાલિસ્ટ 'Strong Sell' નું સ્ટેન્ડ ધરાવે છે.

7 / 7
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોના-ચાંદીમાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

શું ‘સોનું’ ₹1 લાખ સુધી પટકાશે ? નિષ્ણાતોએ કર્યો ‘મોટો ખુલાસો’, સમજો બજારનું ‘અસલી ગણિત’

Follow Us
સાગબારાના ખેડૂતોના જમીન હકના મુદ્દે રક્ષાબંધન બાદ મંત્રીઓ ચર્ચા કરશે

તહેવારો પહેલાં મોંઘવારીનો માર: ખાંડ-ડુંગળીના ભાવ બમણા, મીઠાઈ પણ મોંઘી

ક્રૂડ ઓઇલમાં તેજીથી સુરતનો કાપડ ઉદ્યોગ મુશ્કેલીમાં, SGCCIએ માંગી રાહત

Trending Video: હિન્દુસ્તાની ભાઈએ સુમો પહેલવાન સાથે લીધો પંગો

દેશી દારૂના વેચાણના વાયરલ વીડિયો બાદ મહિલાની અટકાયત

રાજકોટમાં યોજાતા લોકમેળાને લઇને મોટા સમાચાર

વાયરલ થયો આ એક વીડિયો અને રાજકોટ પોલીસ થઈ દોડતી

બુટલેગર પાસે હપ્તો માગનાર અમદાવાદ પોલીસકર્મી સસ્પેન્ડ - જુઓ Video

દોઢ વર્ષના બાળકની અન્નળીમાં પીન ફસાય , જુઓ Video

સુરતમાં હચમચાવતી ઘટના! 13 વર્ષના કિશોરની ગરદનમાંથી આરપાર થયો સળિયો

g clip-path="url(#clip0_868_265)">