AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Commonwealth Games 2026: જુડોમાં ભારતનો ડંકો, અસ્મિતા ડેએ ભારતને અપાવ્યો પહેલો ઐતિહાસિક ગોલ્ડ મેડલ

2026 કોમનવેલ્થ ગેમ્સમાં ત્રિપુરાની એથ્લીટ અસ્મિતા ડેએ જુડોની 48 કિગ્રા કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતીને નવો ઈતિહાસ રચ્યો છે. અસ્મિતા જુડોમાં દેશને CWG ગોલ્ડ અપાવનારી પ્રથમ ભારતીય ખેલાડી બની ગઈ છે. ક્યારેક 800 મીટરની રેસર રહેલી અસ્મિતાએ જુડોમાં ગોલ્ડ મેડલ જીતી દેશનું નામ રોશન કર્યું છે.

| Updated on: Jul 31, 2026 | 9:37 PM
Share
કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતના ખાતામાં એક ઐતિહાસિક સફળતા નોંધાઈ છે. ત્રિપુરાની પ્રતિભાશાળી જુડો ખેલાડી અસ્મિતા ડેએ 48 કિગ્રા વજન વર્ગની રમતમાં ભારત માટે પ્રથમ ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો.

1 / 5
અસ્મિતાની ગોલ્ડન સફર અત્યંત રોમાંચક રહી. તેણીએ ક્વાર્ટર ફાઈનલમાં સ્કોટલેન્ડની ઈવા ઈવિંગને અને સેમિફાઈનલમાં સમર શોને પરાજય આપ્યો હતો. ત્યારબાદ ફાઈનલના હાઇ-વોલ્ટેજ મુકાબલામાં કેનેડાની હેઈદી ક્વાચને સડન ડેથ (ગોલ્ડન સ્કોર)માં માત આપીને ગોલ્ડ પર કબજો જમાવ્યો હતો.

2 / 5
ત્રિપુરાના બેલોનિયાની વતની અસ્મિતાની રમતગમતની યાત્રા ખૂબ રસપ્રદ છે. જુડોમાં આવતા પહેલા તે 800 મીટરની દોડની એથ્લીટ હતી. જિલ્લા કક્ષાના ટ્રાયલ્સ દરમિયાન તેને જુડો રમવામાં રસ પડ્યો, ત્યારબાદ તેણે ભોપાલના 'સાઈ' (SAI) સેન્ટરમાં કોચ યશપાલ સોલંકી પાસે કડક તાલીમ લીધી.

3 / 5
અસ્મિતા ડે અગાઉ પણ આંતરરાષ્ટ્રીય સ્તરે ચમકી ચૂકી છે. તેણે 2025માં મોરોક્કો કાસાબ્લાન્કા આફ્રિકન ઓપન અને 2023માં મકાઉ જુનિયર એશિયા કપમાં ગોલ્ડ જીત્યા હતા. આ ઉપરાંત, તેણે ખેલો ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ અને જુનિયર નેશનલ ચેમ્પિયનશિપમાં પણ સફળતા મેળવેલી છે.

4 / 5
અસ્મિતાના આ ગોલ્ડ મેડલ સાથે ભારતીય ખેલાડીઓનું કોમનવેલ્થમાં શાનદાર પ્રદર્શન જારી રહ્યું છે. ભારતે હાલમાં ચાર ગોલ્ડ, દસ સિલ્વર અને ચાર બ્રોન્ઝ સહિત કુલ 18 મેડલ મેળવીને મેડલ ટેલીમાં નવમું સ્થાન પ્રાપ્ત કર્યું છે. (PC:X/Sony Sports Network)

5 / 5

ODI world cup 2027 : 24 વર્ષ જૂનો રેકોર્ડ ધરાશાયી, 2027માં ક્રિકેટ ઈતિહાસનો સૌથી મોટો વર્લ્ડ કપ યોજાશે

Follow Us
સુરતમાં માછીમાર સમાજે તાપી નદીની વચ્ચોવચ્ચ વિઘ્નહર્તાનું કર્યુ સ્થાપન

ગાંધીનગર IIIT કેમ્પસમાં વિદ્યાર્થીઓનો સુરક્ષા મુદ્દે વિરોધ

વડોદરામાં અઢી ઈંચ વરસાદમાં ₹4 કરોડના ખર્ચે રિપેર કરેલો રોડ ધોવાયો

રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર

વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન

બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ

ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO

ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી

Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા

ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">