પુષ્કરનો મેળો આવી રહ્યો છે, મુલાકાત લેવાની તૈયારી કરો, આટલો જ ખર્ચ થશે!
રાજસ્થાનનો પુષ્કર મેળો સમગ્ર દેશમાં સૌથી પ્રખ્યાત મેળો છે.આ મેળાને સૌથી મોટો ઊંટ ઉત્સવ પણ કહેવામાં આવે છે.દર વર્ષે પુષ્કર મેળો રાજસ્થાનમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. અહિ દેશ વિદેશના લોકો પણ આવતા હોય છે. પુષ્કરનો મેળો 18 નવેમ્બરથી શરુ થઈ રહ્યો છે જે 27 નવેમ્બરના રોજ પૂર્ણ થશે.

રાજસ્થાનનો વિશ્વ પ્રસિદ્ધ પુષ્કર મેળો 18 નવેમ્બરથી શરૂ થઈ રહ્યો છે. આ મેળો લગભગ 10 દિવસ સુધી ચાલશે. માત્ર ભારતના લોકો જ નહીં પણ વિદેશી પર્યટકો પણ અહીં ફરવા આવે છે. ચાલો જાણીએ કે તમારે પુષ્કર મેળામાં જવા માટે કેટલા પૈસા ખર્ચવા પડશે.

શિયાળાની ઋતુ આવી ચુકી છે. આ ઋતુમાં રાજસ્થાન ફરવા માટે લોકો પ્લાન બનાવતા હોય છે. તો જો તમે પણ વીકએન્ડમાં રાજસ્થાન ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો પુષ્કરમાં ફરવા જરુર જાઓ. તમને જણાવી દઈએ કે, પુષ્કરનો મેળો 18 નવેમ્બરથી શરુ થઈ રહ્યો છે. જેની તૈયારીઓ પણ શરુ થઈ ચૂકી છે. પુષ્કર મેળો અંદેજ 10 દિવસ સુધી એટલે કે, 27 નવેમ્બર સુધી ચાલે છે.

અહિ રાજસ્થાની થીમ પર શિલ્પગ્રામ પણ બનાવવામાં આવ્યું છે. આ વખતે પુષ્કર મેળો વધુ ખાસ બનશે. તો ચાલો જાણીએ કે, પુષ્કર મેળો ફરવા માટે તમારે કેટલા રુપિયાનો ખર્ચ કરવો પડશે તેમજ તમે અહિ કઈ રીતે જશો.

રાજસ્થાનના અજમેરથી પુષ્કરનું અંતર 11 કિલોમીટર છે. જ્યાં દર વર્ષે પુષ્કર મેળાનું આયોજન કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, આ મેળાનો ઈતિહાસ અંદાજે 100 વર્ષ જુનો છે. દર વર્ષેની જેમ આ વખતે પણ આસપાસના ગ્રામીણ ધાર્મિક, લોક સંગીત અને નૃત્ય કરીને હિંદુ સંસ્કૃતિનો જશ્ન મનાવવામાં આવે છે.

જો તમે દિલ્હીથી પુષ્કર મેળા માટે જાઓ છો તો ટ્રેનથી અંદાજે 5 હજાર રુપિયા સુધીનો ખર્ચ આ મેળામાં લાગશે. આમાં ટિકિટ અને ફરવાનો ખર્ચ પણ સામેલ છે. પુષ્કરમાં રોકાવવા માટે ઓછા પૈસામાં લોજ કે પછી હોટલ મળી જાય છે. તેમજ તમને અહિથી રાજસ્થાનના કેટલાક શહેરો જેવા કે જયપુર, જોધપુર જવા માટેની પણ બસ મળી જાય છે.
