અમદાવાદમાં પ્રો કબડ્ડી લીગની 10મી સીઝનમાં આજે ડબલ હેડર મેચ, જુઓ પોઈન્ટ ટેબલ
પ્રો કબડ્ડી લીગ સીઝન 10 2જી ડિસેમ્બરથી શરૂ થઈ ચૂકી છે. આ સીઝનની બીજી મેચ યુપી યોદ્ધા અને યુ મુમ્બા વચ્ચે રમાશે. મેચની વાત કરીએ તો મેચ રાત્રે 9 વાગે શરૂ થશે અને આ મેચમાં બંને ટીમોનો દબદબો જોવા મળશે.આજે ડબલ હેડર મેચનો જંગ જામશે. ત્યારે પોઈન્ટ ટેબલની પણ સ્થિતિ જુઓ કોણ આગળ છે.

પ્રો કબડ્ડી લીગ સીઝન 10 2જી ડિસેમ્બરથી શરૂ થઈ ચૂકી છે. પ્રથમ મેચમાં ગુજરાત જાયન્ટસે તેલુંગુ ટાઈટન્સને હાર આપી હતી. અને આજે બીજી મેચ યુ મુમ્બાએ યુપી યોદ્ધાને હાર આપી હતી. આજે ડબલ હેડર મેચ છે. જેમાં પહેલી મેચ તમિલ થલાઈવા અને દિલ્હી દબંગ વચ્ચે રાત્રે 8 કલાકે રમાશે. જ્યારે બીજી મેચ ગુજરાત જાયન્ટસ અને બેંગ્લુરું બુલ્સ સામે રમાશે.

પ્રો કબડ્ડી લીગ 2023-24નું લાઈવ એક્શન ભારતમાં સ્ટાર સ્પોર્ટસ નેટવર્ક પર સીધું પ્રસારણ કરવામાં આવશે. આ સાથે સ્ટાર નેટવર્ક પર પણ તમે લાઈવ મેચનો આનંદ ઉઠાવી શકો છો. ટૂર્નામેન્ટની તમામ મેચ રાત્રે 8 કલાકથી શરુ થશે.

પ્રો કબડ્ડી લીગ 2023ના પોઈન્ટ ટેબલની વાત કરીએ તો પ્રથમ સ્થાન પર ગુજરાત જાયન્ટસ છે. બીજા સ્થાને યુ મુમ્બા 5 પોઈન્ટ સાથે છે. ત્રીજા સ્થાને યુપી યોદ્ધા અને ચોથા સ્થાને તેંલુગુ ટાઈટન્સ અને પાંચમાં સ્થાને તમિલ થલાઈવા છે.

તમને જણાવી દઈએ કે પ્રો કબડ્ડી 2023માં લીગ સ્ટેજની મેચો અમદાવાદ, બેંગ્લોર, પુણે, ચેન્નાઈ, નોઈડા, મુંબઈ, જયપુર, હૈદરાબાદ, પટના, દિલ્હી, કોલકાતા અને પંચકુલામાં રમાશે. 3 ડિસેમ્બર પ્રો કબડ્ડી લીગ 2023ની મેચ જોઈએ તો, તમિલ થલાઈવાસ વિરુદ્ધ દબંગ દિલ્હી તેમજ ગુજરાત જાયન્ટ્સ વિ બેંગલુરુ બુલ્સની ટક્કર જોવા મળશે.

પ્રો કબડ્ડીની 10મી સીઝન 2 ડિસેમ્બર 2023થી શરુ થઈ છે અને છેલ્લી લીગ મેચ 21 ફેબ્રુઆરી 2024ના રોજ રમાશે. આ સિઝનમાં, લીગ સ્ટેજ 12 અલગ-અલગ શહેરોમાં આયોજિત થવા જઈ રહ્યું છે અને તમામ ટીમો તેમના ઘર આંગણે ચાહકોની સામે રમી શકશે. અમદાવાદમાં કબડ્ડીની ધમાલ 2 ડિસેમ્બરથી 7 ડિસેમ્બર સુધી જોવા મળશે. અને ગુજરાતના લોકો આ મેચનો આનંદ સ્ટેડિયમમાં જઈને પણ લઈ શકે છે.
