ભારત અને પાકિસ્તાન વચ્ચે ઓફરેશન સિંદૂરથી યુદ્ધ જેવી સ્થિતિ સર્જાયા બાદ એકાએક થયેલા યુદ્ધવિરામ બાદ, સરહદ ઉપર હાલમાં શાંતિ પ્રવર્તી રહી છે. 'ઓપરેશન સિંદૂર' અને યુદ્ધવિરામ પછી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ, ગઈકાલ સોમવારે રાત્રે રાષ્ટ્રને સંબોધનમાં સશસ્ત્ર દળોની પ્રશંસા કરી અને પાકિસ્તાનને ચેતવણી પણ આપી.
1 / 8
આ પછી, પીએમ મોદી આજે મંગળવારે એકાએક પંજાબના આદમપુર એરબેઝ ગયા, જેના વિશે પાકિસ્તાન મીડિયામાં એવો ખોટો દાવો કરી રહ્યું છે કે પાકિસ્તાનના હુમલામાં આદમપુર એરબેઝ નષ્ટ કરી દેવામાં આવ્યું છે.
2 / 8
વડાપ્રધાન મોદી મંગળવારે સવારે 6.15 વાગ્યે અચાનક દિલ્હીના પાલમ એરબેઝ થઈને આદમપુર એરબેઝ પહોંચ્યા. આ દરમિયાન વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એપી સિંહ પણ તેમની સાથે હતા. પીએમ મોદીએ ભારતીય વાયુસેનાના જવાનો સાથે પણ વાતચીત કરી જેઓ પાકિસ્તાન સાથેના તાજેતરના સંઘર્ષ દરમિયાન કાર્યવાહીમાં સામેલ હતા. તેમણે સૈનિકોને પણ સંબોધન કર્યું. તેઓ લગભગ એક કલાક ત્યાં રહ્યા.
3 / 8
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ મુલાકાતનો ફોટો શેર કર્યો અને લખ્યું, "આજે સવારે હું ભારતીય વાયુસેના આદમપુર એરબેઝ ગયો. હું આપણા બહાદુર વાયુ યોદ્ધાઓ અને સૈનિકોને મળ્યો. હિંમત, દૃઢ નિશ્ચય અને નિર્ભયતાના પ્રતીક એવા લોકો સાથે રહેવું એક અલગ અનુભવ હતો. ભારત હંમેશા સશસ્ત્ર દળોનો આભારી રહેશે જે આપણા દેશ માટે કરે છે."
4 / 8
પીએમ મોદી આદમપુરમાં આપણા બહાદુર સૈનિકોને મળી રહ્યા હતા, ત્યારે એરબેઝ પાસે ભારતની સુરક્ષા પ્રણાલી S-400 દેખાતું હતું.
5 / 8
વડાપ્રધાન મોદીની અન્ય એક તસવીરમાં પીએમ મોદીની પાછળ એક મિગ 21 વિમાન પણ દેખાતું હતું.
6 / 8
પાકિસ્તાને, ઓપરેશન સિંદૂર દરમિયાન એક એવો કુપ્રચાર કર્યો કે, તેમણે ભારતના આદમપુર એરબેઝનો ખાત્મો બોલાવ્યો છે. એટલું જ નહીં, આપણી સુરક્ષા પ્રણાલી એસ 400ને નષ્ટ કરી નાખી હતી. એ ઉપરાંત એવુ પણ જૂઠ્ઠાણુ ચલાવ્યું કે આપણા સૈન્ય વિમાનોને ફૂંકી માર્યા. પરંતુ વડાપ્રધાન મોદીએ આદમપુર એરબેઝની મુલાકાત લઈને પાકિસ્તાનના તમામ જૂઠ્ઠાણાઓનો પર્દાફાશ કરવાની સાથે પુરાવા રૂપે તસવીર પણ સોશિયલ મીડિયામાં શેર કરી છે.
7 / 8
8 / 8
‘જય હિન્દ જય ભારત’
“ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. એરસ્ટ્રાઈક અંગેના વધારે સમાચાર માટે અમારા ટોપિકને ક્લિક કરો.