પંજાબ
પંજાબ દેશના 28 રાજ્યોમાંથી એક રાજ્ય છે. પંજાબનું પાટનગર ચંદીગઢ છે. હાલમાં પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે અને ભગવંત માન રાજ્યના મુખ્યમંત્રી છે. પંજાબના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત છે.
રાજ્યમાં કુલ 117 વિધાનસભા બેઠકો છે. પંજાબમાં લોકસભાની કુલ 13 બેઠકો છે જ્યારે રાજ્યસભાની 7 બેઠકો છે. પંજાબ 50 હજાર 362 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે.
2011ની વસ્તી ગણતરી મુજબ રાજ્યની વસ્તી 2 કરોડ 78 લાખ છે. પંજાબનું સૌથી મોટું શહેર લુધિયાણા છે. રાજ્યમાં કુલ 23 જિલ્લા છે.