AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ભારતના હુમલાથી પાકિસ્તાનનું શેરમાર્કેટ ક્રેશ ! પાકિસ્તાની રોકાણકારોને આવ્યો રડવાનો વારો

22 એપ્રિલે કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં સેનાએ આ કાર્યવાહી કરી છે. ઓપરેશન સિંદૂર પછી, પાકિસ્તાનનો KSE-100 ઇન્ડેક્સ લગભગ 5 ટકા ઘટી ગયો છે.

| Updated on: May 07, 2025 | 12:51 PM
Share
Pakistan Stock Market: ભારતના હવાઈ હુમલાથી પાકિસ્તાનના શેરબજાર પર પણ હડકંપ મચી ગયો છે. પાકિસ્તાનનું બેન્ચમાર્ક કરાચી સ્ટોક એક્સચેન્જ ક્રેશ થયું છે. ભારતે મંગળવારે મોડી રાત્રે પાકિસ્તાન અને પીઓકેમાં 'ઓપરેશન સિંદૂર' હાથ ધર્યું હતુ. આમાં 9 આતંકવાદી ઠેકાણા તોડી પાડવામાં આવ્યા છે.

1 / 7
22 એપ્રિલે કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં સેનાએ આ કાર્યવાહી કરી છે. ઓપરેશન સિંદૂર પછી, પાકિસ્તાનનો KSE-100 ઇન્ડેક્સ લગભગ 5 ટકા ઘટી ગયો છે. કરાચી સ્ટોક એક્સચેન્જ-100 ઇન્ડેક્સ 4.62 ટકા અથવા 6,272 પોઇન્ટ ઘટીને 1,07,296 પર આવી ગયો છે. 23 એપ્રિલ 2025 થી આ ઇન્ડેક્સ 9,930 પોઇન્ટ ઘટીને 1,07,296 પર આવી ગયો છે.

2 / 7
બીજી બાજુ, ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. બુધવારે સવારે 11:30 વાગ્યે, બીએસઈ સેન્સેક્સ 0.13 ટકા અથવા 015 પોઈન્ટના વધારા સાથે 80,746 પર ટ્રેડ કરી રહ્યો હતો. બીજી તરફ, એનએસઈ નિફ્ટી 0.19 ટકા અથવા 46.30 પોઈન્ટના વધારા સાથે 24,425 પર ટ્રેડ કરી રહ્યો હતો. રોકાણકારો ભારતના હવાઈ હુમલાથી ખુશ દેખાય છે અને બજાર પર કોઈ અસર પડી નથી.

3 / 7
પહેલગામમાં થયેલા બર્બર આતંકવાદી હુમલા પછી અત્યાર સુધીમાં KSE-100 ઇન્ડેક્સ 9,930 પોઇન્ટ ઘટ્યો છે. બીજી તરફ, આ સમયગાળા દરમિયાન ભારતના સેન્સેક્સ ઇન્ડેક્સમાં લગભગ 1.5 ટકાનો વધારો થયો છે.

4 / 7
અગાઉ એપ્રિલ મહિના દરમિયાન, KSE-100 ઇન્ડેક્સ 6% થી વધુ ઘટ્યો હતો, જે ઓગસ્ટ 2023 પછી એક મહિનામાં સૌથી મોટો ઘટાડો હતો. આ વર્ષે કરાચી સ્ટોક ઇન્ડેક્સ અત્યાર સુધીમાં 1.1% નીચે આવ્યો છે, જ્યારે ગયા વર્ષ 2024માં તેમાં 86% નો વધારો જોવા મળ્યો હતો. છેલ્લા 22 વર્ષમાં પાકિસ્તાનના શેરબજારમાં આ સૌથી મોટો ઉછાળો હતો, જેના કારણે વૈશ્વિક રોકાણકારોનો રસ વધ્યો હતો, પણ હવે મોટા ઘટાડા બાદ પાકિસ્તાની રોકાણકારોને રડવાનો વારો આવી ગયો છે.

5 / 7
બજાર વિશ્લેષકો કહે છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવને કારણે વિદેશી અને સ્થાનિક રોકાણકારોમાં ભારે બેચેની અને ગભરાટ ફેલાઈ રહ્યો છે. બ્લેકરોક અને ઇટન વાન્સ જેવી ઘણી મોટી વૈશ્વિક સંપત્તિ વ્યવસ્થાપન કંપનીઓએ તાજેતરના મહિનાઓમાં પાકિસ્તાનના શેરબજારમાં તેમના રોકાણમાં વધારો કર્યો હતો, પરંતુ વર્તમાન પરિસ્થિતિએ આ વિશ્વાસને ડગમગાવી દીધો છે.

6 / 7
બીજી બાજુ, ભારતના શેરબજારોએ બુધવારે સંબંધિત સ્થિરતા દર્શાવી હતી. વિશ્લેષકો માને છે કે ભારતની બદલાની કાર્યવાહી મર્યાદિત અને બિન-ઉશ્કેરણીજનક હતી, જેના કારણે સ્થાનિક બજારો પર કોઈ મોટી અસર થઈ ન હતી.

7 / 7

7 મે 2025 ના રોજ ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. એરસ્ટ્રાઈક વિશે વધારે માહિતી માટે આ પેજને ફોલો કરતા રહો. અહીં ક્લિક કરો.

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી

અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા

સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video

સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા

સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ

અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી

ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video

જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !

રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો

સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ

g clip-path="url(#clip0_868_265)">