Record Date: બોનસ શેર આપી રહી છે મુકેશ અંબાણીની કંપની, રેકોર્ડ ડેટ થઈ જાહેર

સ્ટોક એક્સચેન્જમાં ફાઇલિંગમાં, કંપનીએ 1:1 બોનસ શેરના ઇશ્યૂ માટે પાત્ર શેરધારકોને નિર્ધારિત કરવા માટે ઓક્ટોબર મહિનાની આ તારીખને રેકોર્ડ તારીખ તરીકે નક્કી કરી છે. શેરની વાત કરીએ તો બુધવારે તે રૂ. 2708 પર હતો. શેર એક દિવસ અગાઉની સરખામણીએ 0.75% વધીને બંધ થયો હતો.

| Updated on: Oct 16, 2024 | 11:45 PM
મુકેશ અંબાણીની કંપની- રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL) એ બોનસ શેર માટે રેકોર્ડ ડેટ જાહેર કરી છે. સ્ટોક એક્સચેન્જમાં ફાઇલિંગમાં, કંપનીએ 1:1 બોનસ શેરના ઇશ્યૂ માટે પાત્ર શેરધારકોને નિર્ધારિત કરવા માટે સોમવાર, ઓક્ટોબર 28, 2024ને રેકોર્ડ તારીખ તરીકે નક્કી કરી છે.

1 / 9
કંપનીએ એમ પણ કહ્યું કે તેને તેની અધિકૃત શેર મૂડી વધારવા માટે શેરધારકોની મંજૂરી મળી છે. બોનસ ઇશ્યુના ઠરાવની તરફેણમાં મતોની કુલ ટકાવારી 99.92% હતી, જ્યારે તેની વિરુદ્ધમાં માત્ર 0.07% મત હતા.

2 / 9
મુકેશ અંબાણીની આગેવાની હેઠળની કંપનીએ તેની 28મી વાર્ષિક સામાન્ય સભા (AGM)માં 1:1 રેશિયોમાં બોનસ શેર આપવાની જાહેરાત કરી હતી. અંબાણીએ એજીએમમાં ​​કહ્યું હતું કે જ્યારે રિલાયન્સ વધે છે ત્યારે શેરધારકોને સારા રિવોર્ડ મળે છે.

3 / 9
 સાત વર્ષમાં આ પ્રથમ વખત છે જ્યારે કંપની બોનસ શેર આપશે. રિલાયન્સે અગાઉ સપ્ટેમ્બર 2017માં બોનસ શેર જાહેર કર્યા હતા. રિલાયન્સે અગાઉ 2009માં 1:1 બોનસ શેર જાહેર કર્યા હતા, 2017માં 1:1 બોનસ શેર જાહેરી કર્યા હતા.

4 / 9
ચાલુ નાણાકીય વર્ષના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો નફો પાંચ ટકા ઘટીને રૂ. 16,563 કરોડ થયો છે. એક વર્ષ અગાઉ સમાન ક્વાર્ટરમાં તે રૂ. 17,394 કરોડ હતો. કંપનીનો EBITDA બે ટકા ઘટીને રૂ. 43,934 કરોડ થયો છે.

5 / 9
ફાઇનાન્સ કોસ્ટમાં પાંચ ટકાનો વધારો થતાં રૂ. 6,017 કરોડ થવાને કારણે કંપનીની કામગીરીને પણ અસર થઈ છે, જેનું મુખ્ય કારણ વધુ દેવું છે. મુખ્યત્વે ઓઇલ રિફાઇનરી અને પેટ્રોકેમિકલ બિઝનેસના નબળા પ્રદર્શનને કારણે કંપનીના નફામાં ઘટાડો થયો છે.

6 / 9
રિલાયન્સના શેરની વાત કરીએ તો બુધવારે તે રૂ. 2708 પર હતો. શેર એક દિવસ અગાઉની સરખામણીએ 0.75% વધીને બંધ થયો હતો.

7 / 9
ટ્રેડિંગ દરમિયાન શેરનો ભાવ રૂ. 2728.55 પર પહોંચ્યો હતો. 8 જુલાઈ 2024ના રોજ શેરની કિંમત રૂ. 3,217.90 પર પહોંચી હતી. આ શેરની 52 સપ્તાહની ઊંચી સપાટી છે.

8 / 9
નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

9 / 9
Follow Us:
અમદાવાદની શાંતિ એશિયાટિક સ્કૂલ ખાતે 'જુનિયર પ્રભાત'ની શરૂઆત

આ જગ્યાએ આવેલા છે ભૂતિયા જંગલો, જ્યાં જોવા મળે છે વૃક્ષોના મૃતદેહ !

ગૌ માતાને રાષ્ટ્ર માતા જાહેર કરવાની માંગ સાથે યોજાયું વિરાટ સંમેલન

કંડલાની ઈમામી એગ્રોટેક કંપનીમાં મોટી દુર્ઘટના, 5 શ્રમિકના મોત

સુરતમાંથી ઝડપાયું 100 કરોડથી વધુનુ હવાલા કૌંભાડ

સુરેન્દ્રનગરના મોજીદળ ગામે સરકારી શાળામાં તાળાબંધી !

બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં જામશે ત્રિપાંખિયો જંગ

સરકારી કર્મચારીને ઓક્ટોબર માસનો પગાર-પેન્શન એડવાન્સ ચુકવાશે

ભારતની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેનનો Video આવ્યો સામે

કાલાવડ પંથકમાં વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ

g clip-path="url(#clip0_868_265)">