Monalisa Photo: કેટલાક કહી રહ્યા છે મંજુલિકા તો કોઈએ કહ્યું ચંદ્રમુખી, મોનાલિસાની તસવીરો થઈ વાયરલ
Monalisa Photos: ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાએ (Monalisa) ફરી એકવાર ફેન્સનું દિલ જીતું લીધું છે, તેની કેટલીક લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. મોનાલિસા પોતાની સ્ટાઈલથી ફેન્સને ક્રેઝી બનાવે છે. હાલમાં જ એક્ટ્રેસે એવા લુકમાં એક ફોટો શેર કર્યો છે કે તમે પણ વાહ કહેશો. ટલાક તેના લુકની મંજુલિકા સાથે સરખામણી કરી રહ્યા છે તો કેટલાક તેને ચંદ્રમુખી કહી રહ્યા છે.

મોનાલિસાની ફેશન સેન્સ એટલી શાનદાર છે કે કોઈપણ આઉટફિટ તેના પર સરસ લાગે છે. એક્ટ્રેસના નવા લુકમાં પણ આ જ જોવા મળી રહ્યું છે. હાલમાં જ મોનાલિસાએ સોશિયલ મીડિયા પર તેની કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે. (Image: Monalisa Instagram)

મોનાલિસાએ તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે જેમાં તે સાડીમાં જોવા મળી રહી છે. તેણીએ આ સાડી પરંપરાગત સ્ટાઈલમાં પહેરી છે. યલો સાડી અને મરૂન કલર મેચિંગ બોર્ડર બ્લાઉઝમાં મોનાલિસા સુંદર લાગી રહી છે. (Image: Monalisa Instagram)

ફેન્સ આ તસવીરો જોઈને દિવાના થઈ ગયા છે. મોનાલિસાએ હેવી મેક-અપ કર્યો છે અને તેણે વાળમાં ગજરા પણ લગાવ્યા છે. કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું છે કે મોનાલિસા જી, ખૂબ જ અનોખી અને ખૂબ જ સુંદર. (Image: Monalisa Instagram)

કેટલાક તેના લુકની મંજુલિકા સાથે સરખામણી કરી રહ્યા છે તો કેટલાક તેને ચંદ્રમુખી કહી રહ્યા છે. આ સિવાય ફેન્સ મોનાલિસાના આ ફોટા પર હાર્ટ અને ફાયર ઈમોજીસ શેર કરી રહ્યા છે. (Image: Monalisa Instagram)

મોનાલિસાની સ્ટાઈલ એટલી અનોખી છે કે ફેન્સ તેને વેસ્ટર્ન લુકમાં પણ પસંદ કરે છે તેવી જ રીતે તેને ટ્રેડિશનલ લુકમાં પણ પસંદ કરે છે. ઈન્સ્ટાગ્રામ પર તેના લગભગ 5.5 મિલિયન ફોલોઅર્સ છે. (Image: Monalisa Instagram)