AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાનુની સવાલ : છુટાછેડા કેસમાં નાના બાળકની કસ્ટડી કોને આપવામાં આવે છે અને કેમ? જાણો સંપૂર્ણ વિગત

Child Custody : જ્યારે છૂટાછેડા થાય છે, ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ ઉદ્ભવે છે કે બાળકની કસ્ટડી કોને મળશે? ભારતીય કાયદામાં બાળકોની કસ્ટડી નક્કી કરવા માટે વિવિધ કાનૂની જોગવાઈઓ અને ન્યાયિક નિર્ણયો છે, જે ખાતરી કરે છે કે બાળકના શ્રેષ્ઠ હિતનું ધ્યાન રાખવામાં આવે.

| Updated on: Feb 06, 2025 | 12:24 PM
Share
કસ્ટડીના પ્રકાર : ભારતીય કાયદામાં બાળ કસ્ટડીના ચાર મુખ્ય પ્રકાર છે. 1.શારીરિક કસ્ટડી : આમાં એક માતા અથવા તો પિતાની સાથે બાળકને પોતાની સાથે રાખવાનો અધિકાર આપવામાં આવે છે જ્યારે બીજા માતા કે પિતાને મુલાકાતનો અધિકાર મળી શકે છે. માની લો કે, માતા પાસે બાળક રહેતું હોય તો પિતા ગમે ત્યારે તેને મળી શકે છે. 2.સંયુક્ત કસ્ટડી : આમાં બાળક નિશ્ચિત સમયગાળા માટે બંને પાસે એટલે કે માતા અને પિતા સાથે રહે છે. 3.કાનૂની કસ્ટડી : આમાં બાળક કોની સાથે રહે છે તેની પરવા કર્યા વિના માતાપિતાને બાળકના ભવિષ્ય, શિક્ષણ અને અન્ય નિર્ણયો અંગે કાનૂની અધિકારો હોય છે. 4.ત્રીજા પક્ષની કસ્ટડી : જ્યારે બંને માતા અને પિતા બંનેમાંથી કોઈ પણ બાળક માટે યોગ્ય ન હોય ત્યારે કોર્ટ બાળકને દાદા-દાદી અથવા અન્ય કોઈ વિશ્વાસુ સંબંધીને સોંપી શકે છે.

1 / 7
કાયદા હેઠળ કસ્ટડીની જોગવાઈઓ : હિન્દુ મેરેજ એક્ટ 1955 અને ગાર્જિયન એન્ડ વોર્ડ્સ એક્ટ1890 મુજબ હિન્દુ માતાપિતા માટે મુખ્ય કસ્ટડી કાયદા આ પ્રમાણે છે. 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકનો કસ્ટડી સામાન્ય રીતે માતાને આપવામાં આવે છે. કારણ કે તે બાળક માટે સૌથી યોગ્ય માનવામાં આવે છે. જો બાળક 9-10 વર્ષથી વધુ ઉંમરનું હોય તો કોર્ટ તેના મંતવ્યો પણ સાંભળશે. પિતાને સામાન્ય રીતે ત્યારે જ કસ્ટડી મળે છે જ્યારે એ સાબિત થાય કે માતા બાળકનો ઉછેર કરવામાં સક્ષમ નથી.

2 / 7
મુસ્લિમ કાયદા મુજબ : મુસ્લિમ પર્સનલ લો હેઠળ "હિઝાનત"નો સિદ્ધાંત લાગુ પડે છે. માતાને 7 વર્ષથી ઓછી ઉંમરના છોકરાઓની કસ્ટડી મળે છે. છોકરીઓ લગ્નની ઉંમર સુધી પહોંચે ત્યાં સુધી તેમની સંભાળ માતાને આપવામાં આવે છે, પરંતુ પિતા કાયદેસર વાલી રહે છે. ખ્રિસ્તી અને પારસી કાયદા મુજબ : ફક્ત ગાર્ડિયન્સ એન્ડ વોર્ડ્સ એક્ટ, 1890એ ખ્રિસ્તી અને પારસી સમુદાયો માટે લાગુ પડે છે. કોર્ટ બાળકના શ્રેષ્ઠ હિતને ધ્યાનમાં રાખીને નિર્ણય લે છે.

3 / 7
સુપ્રીમ કોર્ટના લેન્ડમાર્ક જજમેન્ટ્સ : ગૌરવ નાગપાલ વિરુદ્ધ સુમેધા નાગપાલના કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, માતાપિતાની ઇચ્છા કરતાં બાળકનું કલ્યાણ વધુ મહત્વનું છે. કોર્ટે એ પણ સ્વીકાર્યું કે નાના બાળકનો ઉછેર કરવા માટે માતા વધુ યોગ્ય છે, પરંતુ જો માતા અયોગ્ય સાબિત થાય તો પિતાને કસ્ટડી આપી શકાય છે. રોશન લાલ વિરુદ્ધ જજબીર કૌર : આ કેસમાં પિતાએ કસ્ટડીનો દાવો કર્યો હતો પરંતુ સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કસ્ટડી તે માતાપિતાને આપવી જોઈએ જેની સાથે બાળક વધુ સુરક્ષિત અનુભવે છે.

4 / 7
તેહરુનિસા વિરુદ્ધ ભારતની સુપ્રીમ કોર્ટએ કહ્યું હતું કે, આ કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જ્યારે માતા-પિતા અલગ થઈ રહ્યા હોય છે ત્યારે બાળકનું ભવિષ્ય તેમના પરસ્પર મતભેદો કરતાં વધુ મહત્વપૂર્ણ હોય છે. આ કિસ્સામાં સંયુક્ત કસ્ટડીનો વિકલ્પ અપનાવવા સૂચનાઓ આપવામાં આવી હતી. રાજેશ્રી વિરુદ્ધ કર્ણાટક રાજ્યમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે, બાળકની માનસિક, ભાવનાત્મક અને શારીરિક સુખાકારી પ્રાથમિકતા હોવી જોઈએ.

5 / 7
કોર્ટ કયા પરિબળોને આધારે કસ્ટડીનો નિર્ણય લે છે? : કસ્ટડીનો નિર્ણય લેતી વખતે કેટલાક મુદ્દાઓ ધ્યાનમાં રાખે છે. બાળકની ઉંમર અને માનસિક સ્થિતિ, માતાપિતાની આર્થિક સ્થિતિ અને લાઈફસ્ટાઈલ, માતાપિતાનું ચારિત્ર્ય અને ગુનાહિત રેકોર્ડ, બાળકોનું શિક્ષણ અને ભવિષ્યની સંભાવનાઓ, બાળકને કયા માતાપિતા સાથે ભાવનાત્મક લગાવ વધુ હોય છે?, શું માતાપિતા બાળકને સ્વસ્થ વાતાવરણ પૂરું પાડી શકે છે? આ મુદાઓને કોર્ટ ધ્યાનમાં લેશે.

6 / 7
નિષ્કર્ષ : ભારતીય કાયદા અનુસાર બાળકના શ્રેષ્ઠ હિતને પ્રાથમિકતા આપવામાં આવે છે. 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકનો કસ્ટડી સામાન્ય રીતે માતાને આપવામાં આવે છે. પિતાને ફક્ત ત્યારે જ પ્રાથમિકતા મળે છે જો તે સાબિત કરી શકે કે માતા બાળકનો ઉછેર કરવામાં સક્ષમ નથી. સુપ્રીમ કોર્ટના નિર્ણયો દર્શાવે છે કે દરેક કેસ અલગ હોય છે અને કોર્ટ બધા પાસાઓ પર વિચાર કર્યા પછી જ પોતાનો ચુકાદો આપે છે.તાજેતરના સમયમાં સંયુક્ત કસ્ટડીને પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, જેથી બાળક બંને માતાપિતાના પ્રેમ અને સંભાળથી વંચિત ન રહે.

7 / 7

ભારતની સુપ્રીમ કોર્ટ 28 જાન્યુઆરી 1950 ના રોજ અસ્તિત્વમાં આવી હતી. ભારતના સુપ્રીમ કોર્ટની સ્થાપના ભારત અને પ્રિવેપ્સ કાઉન્સિલની ફેડરલ કોર્ટને મર્જ કરીને કરવામાં આવી હતી. ત્યારે સુપ્રીમ કોર્ટને લગતા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

g clip-path="url(#clip0_868_265)">