8 વર્ષ ડેટ કર્યા બાદ રાષ્ટ્રપતિ Volodymyr Zelenskyએ જેલેન્સ્કા સાથે કર્યા હતા લગ્ન, જાણો બંનેની રસપ્રદ Love Story
Volodymyr Zelenskyy Love Story : છેલ્લા 1 વર્ષથી યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધની સ્થિતિ છે. આ યુદ્ધમાં અનેક પરિવારો વેરવિખેર થઈ ગયા છે. યુદ્ધની આ સ્થિતિમાં રશિયાના રાષ્ટ્રપતિ દુનિયા સામે એક વિલન બની ગયા છે, જ્યારે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી હીરો તરીકે ઉભરી આવ્યા છે. આ યુદ્ધની સ્થિતિમાં તેમની પત્ની તેમની તાકાત બની હતી. ચાલો જાણીએ બંનેની રસપ્રદ પ્રેમ કહાણી વિશે.

યુક્રેનમાં યુદ્ધની સંકટ ભરેલી સ્થિતિમાં રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાચા અને મજબૂત નેતા તરીકે ઉભરી આવ્યા છે. તેમની પત્ની યુદ્ધની સ્થિતિમાં તેમની પડખે ઉભા રહીને છેલ્લા 1 વર્ષથી મદદ કરી રહી છે.

યુદ્ધના સમયમાં તેમની પત્ની ઓલેના યુક્રેનના લોકોને સંભાળી રહી હતી. તે ટેલીગ્રામના માધ્યમથી યુદ્ધગ્રસ્ત ક્ષેત્રોના લોકોને પણ મદદ કરી રહી હતી.

ઓલેના એક આર્કટેસ્ટ અને સ્ક્રીનરાઈટર છે. ઝેલેન્સકીએ જ્યારે ક્વારતાલ 95 સ્ટૂડિયોની શરુઆત કરી ત્યારે જેલેન્સકા ઓલેનાને સ્ક્રિપ્ટરાઈટર તરીકે નોકરી આપી. ત્યારથી જ તેમની વચ્ચે પ્રેમ વધ્યો અને બંનેએ સપ્ટેમ્બર 2003માં લગ્ન કર્યા. તેમણે 8 વર્ષ એકબીજાને ડેટ કર્યા હતા.

બંનેએ સાથે મળીને સર્વેટ ઓફ ધ પીપલ નામનો શો કર્યો હતો. જેમાં ઝેલેન્સ્કીએ ટીચરનો રોલ કર્યો હતો. ઝેલેન્સ્કાએ આ શોની સ્ક્રીપ્ટ લખવામાં મદદ કરી હતી.

આ કયૂટ કપલને 2 બાળકો છે. અલેકસાંદ્રા અને કિરિલ તેમના સંતાન છે. તેમની દીકરી અલેક્સાંદ્રા એક અભિનેત્રી પણ છે.