IRCTC Tour Pacakage : વેકેશનમાં ફરવા જવા બનાવો પ્લાન, ઉનાળામાં લેહ-લદ્દાખમાં ફરવાની બેસ્ટ ત્તક આપી રહ્યું છે IRCTC
IRCTC Tour Pacakage: IRCTCએ લેહ અને લદ્દાખની સફર માટે સસ્તુ પેકેજ લાવ્યું છે. જેમાં, તમે ખૂબ જ ઓછા ખર્ચે ફ્લાઇટ દ્વારા લેહ અને લદ્દાખની મુલાકાત લઈ શકો છો. ચાલો આ ટૂર પેકેજ સંબંધિત તમામ માહિતી વિશે જાણીએ.


લેહ લદ્દાખ પ્રવાસીઓનું ડ્રીમ ડેસ્ટિનેશન છે. જો તમે લાંબા સમયથી લદ્દાખની પહાડીઓની મુલાકાત લેવાનું પ્લાનિંગ કરી રહ્યા છો અને હજુ સુધી તેની મુલાકાત લઈ શક્યા નથી, તો તમારા માટે આ યોગ્ય તક છે. IRCTC તમારા માટે એક શાનદાર પેકેજ લઈને આવ્યું છે.

બરફીલા પહાડોમાં આવેલું લેહ-લદ્દાખ એક અદભુત સ્થળ છે.જો તમે ઉનાળામાંબરફીલા મેદાનોની મજા માણવા માંગો છો, તો તમે લેહ-લદ્દાખની ટુર પ્લાન કરી શકો છો. લેહ-લદ્દાખની મુલાકાત લેવા માંગતા લોકો માટે IRCTC એક સસ્તુ ટૂર પેકેજ લઈને આવ્યું છે.

આ ટુર દિલ્હીથી શરુ થશે. ટુરની શરુઆત દિલ્હી એરપોર્ટ પરથી થશે. જેમાં તમે ખુબ ઓછા ખર્ચમાં ફ્લાઈટની મુસાફરી તો કરશો સાથે સાથે લેહ-લદ્દાખ ફરવાની પણ મજા માણી શકશો. 7 દિવસ અને 6 રાતના પેકેજમાં પ્રવાસીઓને એર ટિકિટ ફરવા માટે એસી વાહનો, હોટેલ રૂમની વ્યવસ્થા, નાસ્તો, લંચ અને ડિનર, ટૂરિસ્ટ ગાઈડ અને ઓક્સિજન સિલિન્ડર જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ પેકેજ તમે 21 એપ્રિલથી શરુ થાય છે, જેમાં તમે લેહ-લદ્દાખની આસપાસ આવેલા અનેક સ્થળો ફરવાનો મોકો મળશે. પેકેજનું નામ Discover Ladakh with IRCTC છે.પ્રવાસમાં 7 દિવસ અને 6 રાતનો સમય રહેશે. આ પેકેજમાં તમને નાસ્તો, લંચ અને રાત્રિભોજન પણ પેકેજમાં સાથે મળી રહેશે. તમે ફ્લાઈટમાં બેસી આ મુસાફરીનો આનંદ માણી શકશો.

લદ્દાખ ભારતના સૌથી લોકપ્રિય પર્યટન સ્થળોમાંનું એક રહ્યું છે. આ પેકેજ હેઠળના લાભો મેળવવા માટે, તમે IRCTCની સત્તાવાર વેબસાઇટ પરથી ટિકિટ બુક કરી શકો છો. તેમજ વધુ માહિતી પણ તમને આઈઆરસીટીસીની વેબ સાઈટ પરથી મળી રહેશે.






































































