Western Railway : Udhna અને Bhavnagar ટર્મિનસ વચ્ચે ચાલશે સ્પેશિયલ ટ્રેન, જાણો શિડ્યૂલ
Udhna to Bhavnagar terminus : આ ટ્રેન બંને દિશામાં ભરૂચ, વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ, ગાંધીગ્રામ, સરખેજ, ધોળકા, ધંધુકા, બોટાદ, ધોળા, સોનગઢ, સિહોર અને ભાવનગર પરા સ્ટેશન પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી ચેર કાર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસના જનરલ કોચ હશે.

Udhna to Bhavnagar terminus : પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે અને વધારાની સંખ્યામાં મુસાફરોને સમાવવા માટેના ઉદેશ્યથી ઉધના અને ભાવનગર ટર્મિનસ વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય કર્યો છે. આ સ્પેશલ ટ્રેનની વિગતો નીચે મુજબ છે.

ટ્રેન નંબર- 09021 ઉધના - ભાવનગર ટર્મિનસ સ્પેશલ દર સોમવારે ઉધનાથી 22.05 કલાકે ઉપડશે અને બીજા દિવસે 08.45 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 05 ઓગસ્ટ થી 26 ઓગસ્ટ, 2024 સુધી ચાલશે.

ટ્રેન નંબર-09022 ભાવનગર ટર્મિનસ - ઉધના સ્પેશલ દર મંગળવારે ભાવનગર ટર્મિનસથી 19.00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 07.10 કલાકે ઉધના પહોંચશે. આ ટ્રેન 06 ઓગસ્ટ થી 27 ઓગસ્ટ, 2024 સુધી ચાલશે.

આ ટ્રેન બંને દિશામાં ભરૂચ, વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ, ગાંધીગ્રામ, સરખેજ, ધોળકા, ધંધુકા, બોટાદ, ધોળા, સોનગઢ, સિહોર અને ભાવનગર પરા સ્ટેશન પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી ચેર કાર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસના જનરલ કોચ હશે.

ટ્રેન નંબર 09021 અને 09022 માટે બુકિંગ 02 ઓગસ્ટ, 2024 થી તમામ PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરુ થશે. ટ્રેનોના સમય, સ્ટોપેજ સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.

































































