Special Trains : દ્વારકા જવા માટે Ahmedabad થી મળી રહેશે આ ટ્રેન, પશ્ચિમ રેલવે આ રૂટ પર Janmashtmi સ્પેશિયલ ટ્રેન ચલાવશે
Indian Railways Janmashtami Special Train : જન્માષ્ટમીના અવસર પર ટ્રેનોમાં મોટી ભીડને ધ્યાનમાં રાખીને રેલવેએ સ્પેશિયલ ટ્રેનો ચલાવવાની જાહેરાત કરી છે. તો ચાલો જાણીએ રૂટ અને સમય

Indian Railways Janmashtami Special Train : જન્માષ્ટમીનો તહેવાર ભારત ઉપરાંત વિદેશમાં પણ ઉજવવામાં આવે છે. દર વર્ષે તે શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમીના દિવસે ઉજવવામાં આવે છે. આ વખતે જન્માષ્ટમીનો તહેવાર 26 ઓગસ્ટ 2024ના રોજ છે. આ અવસર પર ભારતીય રેલવેએ ટ્રેનમાં મુસાફરી કરનારાઓને સારા સમાચાર આપ્યા છે. જન્માષ્ટમીના અવસર પર પશ્ચિમ રેલવેએ સ્પેશિયલ ટ્રેન ચલાવવાની જાહેરાત કરી છે.

કન્ફર્મ ટિકિટ માટે કોઈ સમસ્યા રહેશે નહીં : કૃષ્ણ જન્માષ્ટમીના અવસર પર લોકો દેશના ઘણા રાજ્યોમાં બનેલા કૃષ્ણ મંદિરોમાં દર્શન કરવા જાય છે. આ પ્રસંગે ટ્રેનોમાં ખૂબ ભીડ થઈ જાય છે અને લોકો કન્ફર્મ ટિકિટ મેળવી શકતા નથી. આથી રેલવેએ આ અવસર પર વિશેષ ટ્રેન ચલાવવાની જાહેરાત કરી છે. જેથી મુસાફરોને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો ન પડે.

Okha Superfast train : જન્માષ્ટમીના તહેવારને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને અમદાવાદ અને ઓખા વચ્ચે જન્માષ્ટમી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન ખાસ ભાડા પર ચલાવવાનો નિર્ણય કર્યો છે.

અહીં સમય તપાસો : ટ્રેન નંબર 09453/09454 અમદાવાદ-ઓખા સુપરફાસ્ટ સ્પેશિયલ (કુલ 2 ટ્રીપ) દોડશે. ટ્રેન નંબર 09453 અમદાવાદ-ઓખા સ્પેશિયલ અમદાવાદથી 25 ઓગસ્ટ (રવિવાર)ના રોજ સવારે 07:45 કલાકે ઉપડશે અને તે જ દિવસે 17:00 કલાકે ઓખા પહોંચશે. તેવી જ રીતે ટ્રેન નંબર 09454 ઓખા-અમદાવાદ સ્પેશિયલ ઓખાથી 26 ઓગસ્ટ (સોમવાર)ના રોજ સવારે 05:30 કલાકે ઉપડશે અને તે જ દિવસે સાંજે 15:00 કલાકે અમદાવાદ પહોંચશે.

અહીં ટ્રેનનો રૂટ તપાસો : બંને દિશામાં આ ટ્રેન ચાંદલોડિયા, વિરમગામ, સુરેન્દ્રનગર, થાન, વાંકાનેર, રાજકોટ, હાપા, જામનગર, ખંભાળિયા અને દ્વારકા સ્ટેશને ઉભી રહેશે. આ ટ્રેનમાં સ્લીપર અને જનરલ ક્લાસ કોચ હશે.

31મી જુલાઈથી બુકિંગ શરૂ થશે : ટ્રેન નંબર 09453/09454નું બુકિંગ 31 જુલાઈથી તમામ PRS કાઉન્ટર અને IRCTCની વેબસાઈટ પર શરૂ થશે. www.enquiry.indianrail.gov.in પર ટ્રેનોના રૂટ, સમય, સ્ટોપ અને રચના અંગેની વિગતવાર માહિતી ઉપલબ્ધ છે.
