IPL 2024માં આજે ડબલ હેડર મેચ રમાશે, શું મુંબઈ ઈન્ડિયન્સ આજે જીતનો સ્વાદ ચાખશે
આજે રવિવારના રોજ આઈપીએલના ચાહકોને ડબલ ડોઝ મળવાનો છે, કારણ કે, આજે મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટ્લસ તેમજ લખનૌ સુપર જાયન્ટસ અને ગુજરાત વચ્ચ મેચ રમાશે. આજની બંન્ને મેચ શાનદાર હશે. આજે જોવાનું રહેશે કે, હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ વાળી મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આ વખતે જીતનું ખાતું ખોલાવે છે કે, કેમ.

રાજસ્થાન રોયલ્સે આઈપીએલ 2024ની 19મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુને હાર આપી સીઝનની ચોથી જીત મેળવી લીધી છે. રોયલ ચેલેન્જર્સ બેગ્લુરુંની ત્રીજી મેચમાં હાર થઈ છે. આજે આઈપીએલમાં ડબલ હેડર મેચો રમાશે. મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી વચ્ચે આજની પ્રથમ મેચ રમાશે.

મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે આઈપીએલ 2024ની 20મી મેચ રમાશે. આ મેચનું આયોજન વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આ મેચ બપોરના સમયે રમાશે. મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ બંન્ને ટીમનું અત્યારસુધી સીઝનમાં સારું પ્રદર્શન નથી.

આઈપીએલ 2024માં દિલ્હી કેપિટલ્સે એક મેચ જીતી લીધી છે. પરંતુ મુંબઈ ઈન્ડિયન્સે હજુ એક પણ મેચ જીતી નથી. પોઈન્ટ ટેબલમાં દિલ્હીની ટીમ 9માં અને મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 10માં સ્થાન પર છે. આજે ડબલ હેડરની બીજી મેચ લખનૌ સુપર જાયન્ટસ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાશે.

આપણે લખનૌની ટીમની વાત કરીએ તો તેમણે આ સીઝનમાં 3 મેચ રમી છે. જેમાંથી 2માં જીત મેળવી છે. આ ટીમ પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાન પર છે.ગુજરાત ટાઈટન્સે 4 મેચ રમી છે. જેમાંથી 2માં જીત મેળવી છે. ટીમ સાતમાં સ્થાન પર છે, આજની મેચ જીતવી બંન્ને ટીમ માટે મહત્વની છે.

મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ હાર્દિક પંડ્યા કરી રહ્યો છે. જ્યારથી રોહિત શર્માના સ્થાને આવી મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ સંભાળી રહ્યો છે.ત્યારથી તેમણે ચાહકોની નારાજગીનો સામનો કરવો પડ્યો છે. આજે જોવાનું રહેશે પંડ્યા કેવો કમાલ દેખાડે છે.






































































